હવે ફ્લિપકાર્ટ ઉપર તમારા ઓર્ડરને ટ્રેક કરવો ખૂબ જ સરળ છેઃ વધુ માર્ગદર્શન માટે આ લેખ વાંચો!

Read this article in हिन्दी | English | ಕನ್ನಡ | বাংলা | தமிழ் | मराठी

ફ્લિપકાર્ટ ઉપર તમે ઓર્ડર કરેલી વસ્તુ મેળવવા વધુ રાહ નથી જોઇ શકતાં? એપની અદ્યતન અને સુધારેલી વિશેષતાઓ સાથે તમારા ઓર્ડરનું ટ્રેકિંગ હવે ખૂબ જ સરળ બની ગયું છે. અને હવે જ્યારે કોઇ તમારા ઘરની ડૉરબેલ વગાડશે તમારે અનુમાન કરવાની જરૂર નહીં પડે. આ અંગે તમામ માહિતી મેળવવા માટે આ લેખ વાંચો.

Flipkart order

ફ્લિપકાર્ટ ઉપર ચાલતાં સેલ દરમિયાન તમને પ્રાપ્ત થતી અવિશ્વસનીય ડીલનો ફાયદો મેળવવો તેનાથી વધારે રોમાંચક બીજું શું હોઇ શકે? નિશ્ચિંત બનીને તમારા ફ્લિપકાર્ટ ઓર્ડરની ડિલિવરી મેળવો!

ફ્લિપકાર્ટનું નવું અને અપડેટ કરાયેલ My Orders ટેબ તમારી મોબાઇલ એપ ઉપરથી જ તમારા ફ્લિપકાર્ટ ઓર્ડરનું ટ્રેકિંગ ખૂબ જ સરળ બનાવે છે. જ્યારથી તમારો ઓર્ડર મૂકવામાં આવે ત્યારથી તેના પૅકિંગ અને શિપિંગના કયા તબક્કા પર તે પ્રોડક્ટ છે ત્યાં સુધી તમે તમારા ઓર્ડરની તમામ માહિતી મેળવી શકશો. હવે તમારે ઓર્ડરની રાહ જોતા-જોતા વારંવાર દરવાજાની બહાર જોવાની અથવા અધ્ધર શ્વાસે ફોન કૉલની રાહ જોવાની જરૂર નહીં પડે!

આ રીતે આ પ્રક્રિયા કામ કરે છે.

તમારા ઓર્ડર મૂકો

તમે ફ્લિપકાર્ટ ઉપર બિગ બિલિયન ડેના સેલ, વિવિધ ફ્લેશ સેલ, ડીલ ઓફ ધ ડે અથવા સમગ્ર વર્ષ દરમિયાન ચાલતી ઑફરનો ફાયદો ઉઠાવ્યો હોય, જ્યારે તમે ફ્લિપકાર્ટ એપ, m-site અથવા ડેસ્કટોપ વેબસાઇટ ઉપર લૉગ-ઇન કરો ત્યારે તમારા આ દરેક ઓર્ડર સેવ કરેલા અને લિસ્ટ કરેલા હોય છે અને તમે તેની સમગ્ર યાદી જોઇ શકો છો. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ – Flipkart Pay Later, CoD or PhonePe Wallet — ગમે તે પેમેન્ટ વિકલ્પ પસંદ કર્યો હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. આ એપ તમને સીધી જ ટ્રેકિંગ પેજ ઉપર લઇ જશે.


માય ઓર્ડર્સ પર જાઓ

જ્યારે તમે પછીથી તમારો ફ્લિપકાર્ટ ઓર્ડર ટ્રેક કરવા માગતા હોવ, ત્યારે માત્ર તમારી ફ્લિપકાર્ટ એપ, m-site અથવા ડેસ્કટોપ સાઇટ ઉપરથી My Orders ઉપર જાઓ.


તમારો ઓર્ડર પસંદ કરો

એક વખત My Orders (માય ઓર્ડર) ઉપર ટૅપ કર્યા બાદ, તમે આપેલા ઓર્ડર અંગે તમામ માહિતી તમે જોઇ શકશો. ફ્લિપકાર્ટ ઉપરથી તમે કરેલા ઓર્ડરના પ્રોડક્ટ જોવા માટે સ્ક્રોલ કરો. ત્યારબાદ તમે પ્રોડક્ટનું નામ, તેનું ચિત્ર અને તેની નીચે નોટિફિકેશન જોઇ શકશો, જે તમને જણાવશે કે તમારો ઓર્ડર ક્યારે ડિલિવર થશે, થઇ રહ્યો છે અથવા તે ડિલિવર થઇ ચૂક્યો છે.

Flipkart order
ફ્લિપકાર્ટની ડેસ્કટોપ સાઇટ ઉપર તમારી ઓર્ડર ટ્રેકિંગ વિગતો જોવા માટે ‘Track’ (‘ટ્રેક’) ઉપર ક્લિક કરો.

ઓર્ડર ટ્રેકિંગ વિગતો મેળવો

ફ્લિપકાર્ટ મોબાઇલ એપમાં, તમે એક ઊભી લાઇન જોઇ શકશો જે તમારા ઓર્ડરની ડિલિવરીની એક પછી એક તમામ માહિતી ક્રમબદ્ધ દર્શાવે છે. આ ક્રમબદ્ધ સૂચિ ચાર તબક્કા ધરાવે છે – ઓર્ડર કરાયેલ & મંજૂર કરાયેલ, પૅક કરાયેલ, શિપિંગમાં અને ડિલિવરી. તમારો ઓર્ડર પ્રક્રિયાના જે તબક્કામાં હોય તેના આધારે આ લાઇન લીલી અથવા ભૂખરા રંગની જોવા મળે છે. સૌથી તાજેતરનો તબક્કો વર્તુળાકાર આઇકન વડે હાઇલાઇટ કરેલો હોય છે. ઉદાહરણ તરીકે, જો તમારો ઓર્ડર શિપ કરવામાં આવ્યો હશે તો વર્તુળાકાર આઇકન જે ઘેરું થયેલું હશે તે તમે જોશો અને તે ત્રીજા તબક્કા- ‘શિપ કરેલું’ ઉપર તમારું ધ્યાન દોરશે.

Flipkart order
તમારી ફ્લિપકાર્ટ મોબાઇલ એપમાં દરેક ઓર્ડર નંબર માટે સંપૂર્ણ ટ્રેકિંગ વિગતો મેળવો

Flipkart order


અને વધુ વિગતો

વધારે વિગતો મેળવવા ઇચ્છો છો? માત્ર ચાર પગલાંઓમાંથી કોઇપણ એક ઉપર ક્લિક કરો અને તમે તમારા ઓર્ડરની અપેક્ષિત તારીખ સહિત તમામ વિગતો જોઇ શકો છો. ઉદાહરણ તરીકે તમારો ઓર્ડર શિપ કરી દેવામાં આવ્યો હશે, તો તમે સંબંધિત તારીખની સાથે તમારો ઓર્ડર ક્યાં શિપ કરવામાં આવ્યો છે, ક્યાં પ્રાપ્ત થયો છે અને ક્યાંથી ડિસ્પેચ કરવામાં આવ્યો છે તે જોવા માટે સક્ષમ બનશો. મેઇન મેનુ પર Back ફરવા માટે તમારા સ્માર્ટફોન ઉપર બૅક Back બટન ઉપર ક્લિક કરો.

Flipkart order
ફ્લિપકાર્ટ ડેસ્કટોપ સાઇટ ઉપર, તમે અપેક્ષિત ડિલિવરી તારીખની સાથે ઓર્ડરની વિગતો જોઇ શકશો.

તમારા ઓર્ડર સાથે વધુ કરો

તમારો ઓર્ડર ટ્રેક કરવા ઉપરાંત વધુ ઉપયોગ કરવા માગો છો? શ્રેણીબદ્ધ ડિલિવરી હેઠળ, તમે બે મોટા ટેબઃ ‘Cancel’ અને ‘Need Help?’ જોઇ શકો છો. તમારો ઓર્ડર, ઓર્ડર કેન્સલ કરવાનું કારણ જણાવીને કેન્સલ કરો અને આ પ્રક્રિયા સરળતાથી કરવા માટે પેજ ઉપર આપેલા વિકલ્પો પસંદ કરો.


તમારા ફ્લિપકાર્ટ Orderર્ડરમાં સહાયની જરૂર છે?

અન્ય સ્ક્રિન જોવા માટે ‘Need Help?’ ઉપર ટૅપ કરો જ્યાં તમે તમારા ઓર્ડર સંબંધિત સમસ્યા પસંદ કરી શકો છો, ભલે તે તેને કેન્સલ કરવા સંબંધિત returns</a ડિસ્કાઉન્ટ અથવા પેમેન્ટ અંગે હોય. અહીં તમે ‘How do I check if a cashback is applied to my order?’ (‘મારા ઓર્ડર પર કૅશબૅક લાગુ પડે છે કે નહીં તે કેવી રીતે તપાસી શકાય?’) અથવા ‘My order is delayed’ (‘મારા ઓર્ડરમાં વિલંબ થયો છે’) વગેરે જેવા પ્રશ્નોના જવાબ મેળવી શકો છો. તરત જવાબ મેળવવા તે સમસ્યા ઉપર ક્લિક કરો.


વધુ સહાય માટે ફ્લિપકાર્ટ ગ્રાહક સપોર્ટનો સંપર્ક કરો

જો તમારે વધારે સહાયતાની જરૂર હોય તો પેજની નીચેની બાજુ આપેલા ‘Contact Us’ બટન ઉપર ક્લિક કરો. અહીં તમે તમારા પ્રશ્ન અથવા સમસ્યાના નિરાકરણ માટે ફ્લિપકાર્ટની ટીમ સાથે ઇમેઇલ અથવા ચેટનો વિકલ્પ પસંદ કરી શકો છો.


ફ્લિપકાર્ટ ઓર્ડર અપડેટ્સ પર સબ્સ્ક્રાઇબ કરો

તમારા ઓર્ડરનું ટ્રેકિંગ વધારે સરળ અને સુવિધાજનક બનાવવા માટે મેઇન પેજ ઉપર તમે હવે બે વધારાની સુવિધાઓની પસંદગી કરી શકો છો. તમારા ઓર્ડર અંગે ઑટોમેટીક અપડેટ મેળવવા માટે નાના બ્લ્યૂ બેલ આઇકન પર ‘Subscribe to Updates’ ઉપર ક્લિક કરો. આ રીતે તમે એપને ખોલ્યા વગર જ ઓર્ડર વિશેની તમામ માહિતી જાણી શકશો.

Flipkart order
તમારી ફ્લિપકાર્ટ એપ તમારા ઓર્ડરની વિગતો એક પછી એક અપડેટ કરે છે
Flipkart order
ફ્લિપકાર્ટ ડેસ્કટોપ સાઇટ ઉપર તમારા એકાઉન્ટમાં લૉગ-ઈન કર્યા પછી તમારા ઓર્ડરની પ્રગતિ જુઓ

તમારી ફ્લિપકાર્ટ ઓર્ડર વિગતો શેર કરો

આજ રીતે, તમારો ઓર્ડર ટ્રેક કરવા, તેને કેન્સલ કરવા, તેની અદલા-બદલી કરવા અથવા અન્ય કોઇ સાથે તેની ફેરબદલી કરવા જેવી તમામ વિશેષતાઓ શેર કરવા ‘Share order details’ ઉપર ટૅપ કરો. આ સુવિધા તેના માટે છે જ્યારે તમે અન્ય કોઇ વ્યક્તિ માટે ઓર્ડર કર્યો હોય, જેમ કે અન્ય શહેરમાં રહેતી તમારી બહેન અથવા તમે જન્મદિવસની ભેટ ખરીદી તેવો તમારો મિત્ર. માત્ર તેમનો ફોન નંબર અને નામ દાખલ કરો અને તેમને પણ ટ્રેકિંગ સુવિધા આપવા માટે શેર ઉપર ક્લિક કરો!

Flipkart order
શું તમે ઘરે નથી? સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવા તમારા ઓર્ડરની વિગતો તમારા પરિવારના સભ્યો અથવા મિત્રો સાથે શેર કરો.

તમારા ફ્લિપકાર્ટ પ્લસ પુરસ્કારો જુઓ

ડિલિવરી સંબંધિત નામ અને સરનામા સાથે તમારા ઓર્ડરની શિપિંગ વિગતો જોવા માટે મુખ્ય પેજ ઉપર સ્ક્રોલ ડાઉન કરો. તેની નીચેની બાજુ, તમે જોઇ શકશો કે શું તમે તમારા ઓર્ડર ઉપર રિવોર્ડ્સ પ્રાપ્ત કર્યો છે કે નહીં જેમ કે ફ્લિપકાર્ટ કોઇન જે તમને આપે છે the advantages of Flipkart Plus . આ તમારા રિટર્ન સમયગાળાના અંતે તમારા ખાતામાં જમા કરવામાં આવશે.


બિલિંગ વિગતો જુઓ

આની નીચે તમે તમારા ઓર્ડર સંબંધિત સૂચિ કિંમત, વેચાણ કિંમત, શિપિંગ ફી, કુલ રકમ, ઑફર અને પેમેન્ટની પદ્ધતિ જોઇ શકશો. તમારા ઑફર ટેબ ઉપર ધ્યાન આપો કારણ કે તે દર્શાવે છે કે તમે તમારી આગામી ખરીદી દરમિયાન કોઇ ઑફરનો ફાયદો ઉઠાવી શકો છો કે નહીં. આ ફાયદો કેવી રીતે ઉઠાવી શકાય છે તે જાણવા માટે માત્ર ‘Know More’ બટન ઉપર ક્લિક કરો!

તમારો ઓર્ડર ટ્રેક કરવા માટેની નવી અને સરળ પદ્ધતિ સાથે, Flipkart ઉપર શોપિંગ પહેલા કરતાં પણ વધારે આનંદદાયક બની ગયું છે! તો આજે તમારા લિસ્ટમાં wishlist શું છે?

Enjoy shopping on Flipkart