#સેલ્ફમેડ – એક ડેસ્ક જોબથી “ફેવ (પસંદગીનો)” જોબ, આ ફ્લિપકાર્ત વિક્રેતાએ થોડા પ્રેમ અને માન્યતાથી તે કર્યું

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | मराठी

અમે તમને યશ દવે, ગુજરાતનાં એક ફ્લિપકાર્ટ વિક્રેતા ની ઓળખાણ કરાવીએ છીએ, જેણે વિશ્વાસનું એક ડગલું ભર્યું અને પોતાનો વ્યવસાય શરૂ કરવા સારા પગારવળી નોકરી છોડી. તેને આગળ ધાપવામાં શેનાથી મદદ મળી? પોતાની પ્રેમાળ પત્નીનો ટેકો અને પોતાની જાતમાં વિશ્વાસ. આ સુંદર કથા વાંચો.

Flipkart seller

જે રીતે જિષ્ણુ મુરલીને કહ્યું તે મુજબ

યશ દવે, નડીઆદ, ગુજરાતનો ફ્લિપકાર્ટ વિક્રેતા

હું એપ્રિલ 2016 માં ફ્લિપકાર્ટ વિક્રેતા બન્યો અને છેલ્લા 3 વર્ષોથી મારા ઉત્પાદો ઓનલાઈન વેચી રહ્યો છું. ઉદ્યોગ સાહસિક બનવાનો નિર્ણય કર્યો તે પહેલા મારે એક કોર્પોરેટ નોકરી હતી. હું એરક્રાફ્ટ એન્જીનિયરીંગમાં અંડર ગ્રેજ્યુએટ છું અને ત્યાર પછી તરત મારુ MBA પૂર્ણ કર્યું.

મે મેનેજર સ્તરે જસ્ટડાયલમાં મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં નોકરી જ મારા માટે સર્વસ્વ હતી જે હું બનવા માંગતો હતો. પણ ધીમે ધીમે, તે એક એકધારી ઘરેડ બનવા લાગી. હું કામ અને જીવન સાથે સંતુલન પણ જાળવી નહોતો શકતો.

કામ પર વધતાં જતાં દબાણને કારણે, હું ઘરથી દૂર વધુ સમય વિતાવવા લાગ્યો અને હું મારા પરિવારને પૂરતો નહોતો આપી શકતો અને ખૂબ જ હતાશ હતો. તે સમય હતો જ્યારે મને ફ્લિપકાર્ટ વિક્રેતા બનવાની તકો વિષે જાણવા મળ્યું.

મારા પરિવારમાં મારા માતપિતા અને મારી પત્ની છે. મારા પારિવારિક સભ્યો કાં તો કોર્પોરેટ નોકરીઓ અથવા તો સારા પગાર વાળી સરકારી નોકરીઓ ધરાવે છે. આથી જ્યારે કોઈ ધંધો કરવાની મારી ઇચ્છા તેઓને જણાવી, કોઈએ પણ સારા પગાર વાળી નોકરી છોડવાના વિચારને સમર્થન ન આપ્યું.

કોઈ ધંધો ચલાવવામાં રહેલ અનિશ્ચિતતાઓ અને જોખમોને ધ્યાનમાં લેતા, મારા પરિવાર મને સારા પગાર વાળી નોકરી ન છોડવા વિનવણી કરી. પરંતુ મક્કમપણે માણતો હતો કે મારી સફળતા ક્યાંક બીજે જ છે અને મે ક્યારેય તે માનીતા છોડી નહીં. જે કાઇં સહકાર મને મળ્યો તે મારી પત્ની પાસેથી હતો. તેણીએ મને પ્રોત્સાહિત કર્યો અને મને મારા સ્વપ્નો ક્યારે પણ ન છોડવા કહ્યું. તેણીએ મને પેકિંગ જેવા વ્યવસાય સંચાલનમાં પણ ટેકો પૂરો પાડ્યો.

થોડું સંશોધન કર્યા પછી, મને જાણવા મળ્યું કે કોઈ ભૌતિક વ્યવસાય કરતાં ઓનલાઈન વ્યવસાય કરવો વધુ અનુકૂળ રહે છે, પ્રાથમિક રીતે કારણ કે મારા ગ્રાહકો માત્ર એક જ જગ્યાથી સીમિત નહોતા. અને મારે મારા ઉત્પાદો સમગ્ર દેશમાં વેચવા જરૂરી હતા.

મે મોબાઈલ એસેસરિસ વેચવાનું શરૂ કર્યું – પહેલા હેડસેટ્સ, કારણ કે સ્માર્ટફોન્સ આજના સમયમાં ખુબા જ માંગ ધરાવે છે. હું શૂન્યમાથી શરૂઆત કરી રહ્યો હતો અને મોબાઈલ એસેસરિસ સૂચિત કરવામાં ખાસ રોકાણની જરૂર નહોતી. આજે હું ફ્લિપકાર્ટ પર 17 થી વધુ શ્રેણીઓમાં વેચાણ કરું છું – અન્ય શ્રેણી સાથે મોબાઈલ એસેસરિસ, કોમ્પ્યુટર એસેસરિસ, સ્નાન માટેની આવશ્યકતાઓ, મહિલા માટેની હેન્ડબેગ્સ, મહિલાઓ માટેના વસ્ત્રો, ઘર સજાવટો.

જેમ જેમ હું વેચાણ કરતો ગયો, દેશભરમાથી ભારતીયો દ્વારા ખરીદ થતાં મારા ઉત્પાદોને જોઈએ મારો આત્મવિશ્વાસ વધતો ગયો.

અત્યાર સુધીની સફર જોરદાર રહી છે. હું ઘણું બધુ શીખી શક્યો અને હજુ પણ શીખી રહ્યો છું. જેમ મે અગાઉ જણાવ્યુ, હું કોઈ વેપારી પરિવારમાથી આવતો નથી, તેથી કોઈ ધંધો શરૂ કરવો તે એક મોટું કામ હતું – ઉત્પાદોની ખરીદી, યોગ્ય વેપારી શોધવા, પોર્ટલને સમજવું, ઉત્પાદો કઈ રીતે વેચવા, અને GST ફાઇલ કરવા – ઉદ્યોગ સાહસિક તરીકેની સફરમાં આ તમામ મારા માટે પડકાર જનક રહ્યા.

પરંતુ દરેક પસાર થતાં દિવસ સાથે, ચીજો સરળ થતી ગઈ. મે મારા ઉત્પાદો અન્ય શોપિંગ સાઇટ્સ પર પણ સૂચિત કર્યા છે. પરંતુ ફ્લિપકાર્ટ પર જે પ્રતિસાદ મળ્યો તે અદભૂત હતો. તેઓનો સહકાર દરેક વસ્તુ એટલી બધી સરળ બનાવી દેતો હતો.

દ બિગ બિલિયન ડેઝ સેલ મારા માટે વેચાણ અને નફાની દ્રષ્ટિએ હમેશા સારી રહી છે. ગયા વર્ષે, મને સામાન્ય રીતે મળે છે તેના કરતાં ચાર ગણા ઓર્ડર્સ મળ્યા. મે મારી મદદ માટે ત્રણ લોકોને કામે રાખ્યા છે પરંતુ વેચાણ દરમ્યાન, મારે પેકિંગ અને ઓર્ડર્સની પ્રક્રિયા માટે વધુ માણસો રાખવા પડ્યા હતા. આ વર્ષે, મને હજુ પણ સારા અનુભવની અપેક્ષા છે!

Also Read:#
સેલ્ફમેડ: પ્લેસ્કૂલ શિક્ષકથી ઓનલાઈન ઉદ્યોગ સાહસિક, રોકેટ સિંઘ
થી પ્રેરિત!

Enjoy shopping on Flipkart