સાથે મળીને વધુ મજબૂત – આ પતિ-પત્નીની જોડીએ ફ્લિપકાર્ટના વિક્રેતાઓ તરીકે તેમનો સૌથી મોટી સ્દ્ધિ પ્રાપ્ત કરી હતી!

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | मराठी

#સેલ્ફમેડ ફ્લિપકાર્ટ વિક્રેતા રિતેશ અને તેની પત્ની તેમની નાણાકીય વૃદ્ધિને અંકુશમાં લેવા ઉદ્યોગસાહસિક અને વ્યવસાયિક ભાગીદાર તરીકે સ્થાપિત થયા છે. ઓફલાઇન વેચાણ કરતા, તેઓએ જેટલા ધાર્યુ હતુ એટલા ઝડપથી તેમના વ્યવસાયમાં વૃદ્ધિ કરવા સક્ષમ ન હતા. ટૂંક સમયમાં, તેઓએ ઇ-કોમર્સના ફાયદા અને સરળતાને સ્વીકારી લીધી, અને ત્યારથી પાછા ફરીને જોયું નથી! ધી બિગ બિલીયન ડેઝ 2020 દરમિયાન, આ ગતિશીલ જોડીએ તેમના વેચાણની ટોચ જોઇ હતી! તેમની પ્રેરણાદાયી વાર્તા વાંચો અને જાણો કે તેમને ફ્લિપકાર્ટ પર તેમની સાચી ઓળખાણ કેવી રીતે મળ્યો

Flipkart sellers

આ વાર્તામાં: આ પતિ-પત્નીની કેવી રીતે વ્યાવસાયિક ભાગીદાર બન્યા અને પોતાની જાતને #સેલ્ફમેડ ફ્લિપકાર્ટ વિક્રેતાઓ તરીકે ઓળખાવાનું કેવી રીતે પ્રાપ્ત કર્યુ.


મારું નામ રીતેશકુમાર શર્મા છે.. હું સૈનિક પરિવારમાંથી આવુ છું – મારા પિતા સશસ્ત્ર સૈન્યમાં હતા – અને હું કુટુંબમાં વ્યવસાય શરૂ કરનારો પ્રથમ હતો. હું એલઆર રિટેલ નામની કંપની ચલાવુ છું અને ફ્લિપકાર્ટ પર અમારી બ્રાન્ડ મોક્ષી છે. હું જાન્યુઆરી 2016થી ફ્લિપકાર્ટ વિક્રેતા છું.

ઉદ્યોગસાહસિક બનતા પહેલા, હું એક સર્વિસ સેક્ટરમાં કામ કરતો હતો, પરંતુ ટૂંક સમયમાં જ મને મારો પોતાનો વ્યવસાય શરૂ કરવો છે તેવું લાગ્યુ હતુ. હું પહેલેથી જ મારો વ્યાવસાયિક ભાગીદાર મારી પત્ની હશે તે જાણતો હતો, જે હવે એલઆર રિટેલની માલિક છે.

મેં અને મારી પત્નીએ ઓફલાઇન વેચવાનો અમારો વ્યવસાય શરૂ કર્યો અને તેમાંથી ઘણું શીખ્યા હતા. એકવાર અમને પ્રતીતી થઇ કે જો અમે અમે ઓનલાઇન વેચાણ કરીએ તો વધુ ગ્રાહકો સુધી પહોંચી શકીએ છીએ અને અમારા વ્યવસાયમાં વૃદ્ધિ કરી શકીએ, તેથી અમે #સેલ્ફમેડ ફ્લિપકાર્ટ વિક્રેતાઓ તરીકે નોંધણી કરાવી. અમે જે ગ્રાહક વર્ગને વેચાણ કરવાના હતા તે જોયા ત્યારે અમે જાણ્યુ કે અમે યોગ્ય પસંદગી કરી છે. એકવાર અમે ઓનબોર્ડ થયા કે ત્યાર બાદ અમને દરરોજ 10-20 ઓર્ડર મળવાનું શરૂ થયું અને ટૂંક સમયમાં સંખ્યાઓ વધવા લાગી. અમને 35-40 ઓર્ડર મળવાનું શરૂ થયું અને આજે આપણે એક દિવસમાં ઓછામાં ઓછા 100 ઓર્ડર મેળવીએ છીએ.

અત્યાર સુધીનો અનુભવ સુંદર રહ્યો છે. અમારુ તમામ ધ્યાન અને પ્રયત્નો હવે ફ્લિપકાર્ટના ગ્રાહકો તરફથી આવતા ઓર્ડર પર કેન્દ્રિત છે અને ત્યારથી અમે પાછુ વાળીને જોયું નથી. ફ્લિપકાર્ટ સાથે ભાગીદારી કરી ત્યારથી આમારા કારોબાર પરની અસર જબરદસ્ત રહી છે!

આ વર્ષે બિગ બિલિયન ડેઝના વેચાણ આ વર્ષે, અમે બધુ વિગતવાર આયોજન કર્યું હતુ – જેમ કે અમારા ગ્રાહકો માટેની ઓફર, સૂચિબદ્ધ કરવાના પ્રોડક્ટ્સ, પેકેજિંગ સામગ્રીની પ્રાપ્તિ, ગોદામ જગ્યા વ્યવસ્થાપન અને ગ્રાહકની માંગને ધ્યાનમાં લીધી હતી. ફ્લિપકાર્ટ તરફથી વેરહાઉસની જગ્યા, લોજિસ્ટિક્સ અંગેનો પત્રવ્યવહાર અને ફ્લિપકાર્ટ વિક્રેતા ટીમના તમામ ટેકાથી અમને ખરેખર ફાયદો થયો હતો.

આ પ્રયત્નોને લીધે, અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા. આ વર્ષના વેચાણ દરમિયાન અમે દરરોજ લગભગ 70,000 પ્રોડક્ટ્સનું વેચાણ કર્યુ છે.

આ વર્ષની શરૂઆતમાં, કોવિડ -19 રોગચાળાના લોકડાઉન દરમિયાન, બધું બંધ હતું. અમે વિચાર્યું હતું કે અમે અમારો વ્યવસાયને પાટા પર પાછો લાવવામાં સક્ષમ બનીશું નહી. પરંતુ તે પછી અમને ફ્લિપકાર્ટનો કોલ આવ્યો અને અમને કહેવામાં આવ્યું કે અમે ફરીથી ઓનલાઇન વેચાણ શરૂ કરી શકીએ છીએ. સેનિટાઈઝેશનની વાત આવે ત્યારે અમે તમામ સરકારી નિર્દેશોનું પાલન કર્યું હતું અને અમે અમારા કર્મચારીઓની ખૂબ કાળજી લીધી હતી.

અમારા કર્મચારીઓએ ફરીથી વ્યવસાય ચાલુ કરવાના દરેક પગલા પર સહકાર આપ્યો હતો. ફ્લિપકાર્ટ ખાતેના અમારા એકાઉન્ટ મેનેજર પણ નિયમિતપણે સંપર્કમાં રહેતા અને અમે તેમની સૂચના મુજબ અમારા વ્યવસાયિક કામગીરીમાં ફેરફાર કર્યા હતા.

ફ્લિપકાર્ટ અમારા જેવા વિક્રેતાઓને ખૂબ ટેકો આપે છે. ઓનબોર્ડિંગ ખૂબ જ સરળ છે અને તેમનો સંદેશાવ્યવહાર પારદર્શક છે. પ્રોડક્ટ્સન સૂચિબદ્ધ કરવામાં આવે તે પહેલાં દરેક વસ્તુની ચર્ચા કરવામાં આવે છે અને મેં જોયું છે કે અમારા એકાઉન્ટ મેનેજરની સૂચનાનું પાલન કરવાથી અમારી સફળતા સુનિશ્ચિત થઈ છે!

પલ્લવી સુધાકરના વધારાની માહિતી સાથે જીષ્ણુ મુરલીને કહ્યા અનુસાર.


આ વાર્તા ગમી છે? આ આનંદ દ્વારા, ઇન્ટરેક્ટિવ નકશા સાથે ભારતભરના ફ્લિપકાર્ટના વિક્રેતાઓની વધુ વાર્તાઓ સાંભળવા માટે નેવિગેટ કરો!

Enjoy shopping on Flipkart