પાનીપતનાં ફ્લિપકાર્ટ વિક્રેતાને કેવી રીતે સફળતા મળી અને ભારતીય ગ્રાહકો માટે કઈ રીતે મૂલ્ય નિર્માણ કર્યું

Read this article in বাংলা | हिन्दी | ಕನ್ನಡ

રોગચાળા કાળ વચ્ચે વધુ ગ્રાહકો ઇ-કોમર્સ તરફ વળ્યા હોવાથી ઓનલાઇન વેચાણકર્તાઓએ માંગને પહોંચી વળવામાં કોઈ કસર છોડી નથી. પૂર્વ-આયોજન અને સફળ થવા માટેના અવિશ્વસનીય સંકલ્પનાથી, #સેલ્ફમેડ ફ્લિપકાર્ટ વિક્રેતા પુનીત જૈને બિગ બિલિયન ડેઝ 2020 ના વેચાણ દરમિયાન એક નવો બેંચમાર્ક જ ફક્ત ન બનાવ્યો, પરંતુ પોતાના કર્મચારીઓ અને સપ્લાયર્સને સારી રીતે રોજગારી આપી. પાનીપતનાં આ ઉદ્યોગ-સાહસિકે સફળતા મેળવવા માટે પોતાના પ્રયત્નો કેવી રીતે વધાર્યા તે વાંચો.

The Big Billion Days 2020 saleThe Big Billion Days 2020 sale

આ વાર્તામાં: #સેલ્ફમેડ ફ્લિપકાર્ટ વિક્રેતા પુનીત જૈને બિગ બિલિયન ડેઝ 2020 ના વેચાણ દરમિયાન તેના શ્રેષ્ઠ પ્રદર્શન પાછળનું રહસ્ય જાહેર કર્યું છે.


મારું નામ પુનીત જૈન છે અને હું હરિયાણાના પાનીપતનો છું. મેં ઉદ્યોગ-સાહસિક તરીકેની મારી સફર 2012 માં શરૂ કરી હતી, તે પહેલાં હું નિયમિત નોકરી કરતો હતો. મેં ઓનલાઇન વેચાણમાં રહેલ ક્ષમતા જોઈ, અને મારા અનુભવે સૂચવ્યું કે તે ફક્ત આવતા દાયકામાં વધવા તરફ જઈ રહ્યી છે. મારા કુટુંબ માટે આ બદ્દલ કોઈ આશ્ચર્ય નહોતું કે હું આ ડુમેનમાં મારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કરી રહ્યો છું.

પાનીપત એ ઘર સુશોભનોનાં ઉત્પાદકોનું જાણીતું કેન્દ્ર છે. કેટલાક સંશોધન સાથે, મને જાણવા મળ્યું કે ઘરના સુશોભનોનાં પોષણક્ષમ ક્ષેત્ર (સેગમેન્ટ)માં હું એક વિશિષ્ટ સ્થાન બનાવી શકું છું, જે ત્યાં સુધી, માત્ર પ્રીમિયમ પ્રાઇસ ટેગ્સની લાક્ષણિકતા ધરાવતું હતું.

મેં હોમ કેન્ડી નામના બ્રાંડ નામ હેઠળ બેડશીટ અને પડદાઓ સહિત વિવિધ ઘરના સુશોભનો લોંચ કર્યા, અને ફ્લિપકાર્ટ પર #સેલ્ફમેડ વિક્રેતા બનતા પહેલા વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે પ્રયોગ કર્યો .

ફ્લિપકાર્ટની પહોંચ અને વિક્રેતા સંસાધનોએ મને વ્યવસાયમાં ઝંપલાવવાં માટે મને પ્રતીતિ કરાવી અને મને એ કહેતા ગર્વ થાય છે કે હું આજ સુધીના તમામ બિગ બિલિયન ડેઝના વેચાણમાં સહભાગી રહ્યો છું!

જોકે, બિગ બિલિયન ડેઝ 2020 નું વેચાણ થોડું અલગ હતું. મેં તેમાં ચોક્કસપણે ક્ષમતા જોઈ હતી, કારણ કે બિગ બિલિયન ડેઝ 2020 નું વેચાણ શરૂ થવાના સમય સુધીમાં ઓફલાઇન વેચાણ પણ પુન:પ્રાપ્ત થઈ ગયું હતું. રોગચાળા કાળને લીધે, હું માનું છું કે ઇ-કોમર્સની ગુંજાશ ઝડપથી વધી હતી. આગામી દાયકામાં, તે એક આખી નવી દુનિયા હશે જ્યાં મોટાભાગના ઘરોની ઓનલાઇન ખરીદી કરવી એ બીજો સ્વભાવ હશે. આ કહેવા સાથે, મેં અને મારી ટીમે, બીગ બિલિયન ડેઝ 2020 ના વેચાણની તૈયારી એવી રીતે કરી કે જે પહેલાં ક્યારેય કરી ન હતી.

પહેલા તો, અમે અમારા બધા કર્મચારીઓને માસ્ક વિતરણ કરીને, સેનિટાઈઝ કરીને, સામાજિક અંતર જાળવી રાખીને અને અન્ય સાવચેતીઓ રાખીને અમારા વેરહાઉસની અંદર સલામતીની વ્યવસ્થા કરી હતી. અમને અમારા સપ્લાયર્સ અને મેન્યુફેક્ચરીંગ સ્ટાફ દ્વારા પણ ટેકો મળ્યો હતો જેમણે ઉત્પાદનમાં ખૂબ મહેનત કરી હતી. અમારી પાસે ઘણી મોટી ટીમ છે અને અમે બધાએ સાથે મળીને સખત મહેનત કરી છે.

બીજું, ધ બીગ બિલિયન ડેઝ 2020 ના વેચાણની યોજનામાં અમને ફ્લિપકાર્ટ દ્વારા ટેકો મળ્યો હતો. મેં બિઝનેસ અવર્સ ઇવેન્ટમાં હાજરી આપી, જે કે 2020 માં આયોજીત અને વર્ચ્યુઅલ રીતે હોસ્ટ કરાયું હતું, જેણે મને સ્પાઇક વેચાણને સમજવામાં અને ફોટાઓ કેવી રીતે ઓનલાઇન ખરીદીનો અનુભવ બનાવી કે તોડી શકે છે તે સમજવામાં મદદ કરી.

મારા એકાઉન્ટ મેનેજરે મને ભાવો વિશેની આંતરદૃષ્ટિ આપી હતી, મને જાળવી રાખવાની ઇન્વેન્ટરી અને લક્ષ્ય સંખ્યા ધ્યાનમાં રાખવાની સલાહ આપી હતી. ફ્લિપકાર્ટે મને શ્રેષ્ઠ વ્યૂહરચના આપી હતી અને બિગ બિલિયન ડેઝ 2020 નું વેચાણ સારૂ રહ્યું હતું.

હકીકતમાં, પાછલા વર્ષોની તુલનામાં, અમે બીગ બિલિયન ડેઝ 2020 ના વેચાણ દરમિયાન સર્વોચ્ચ સંખ્યા પ્રાપ્ત કરી છે! આ સફળતા છેલ્લા કેટલાક વર્ષોથી મળેલ શિક્ષણ સાથે આવે છે. આ સમયે, અમે વધુ સારા આયોજન સાથે કામ કર્યું અને થોડા જોખમો પણ ઉપાડ્યા! આ જ કારણે અમને વધુ સારા પરિણામો મળ્યાં હતા.

અમારી પાસે સપ્લાય ચેઇન સાથે ખૂબ લાભદાયક અનુભવ પણ હતો – વધુ કેટલાક ભારતીય સરનામાઓ, પિન કોડ્સ હતા જે કે આ વર્ષે સેવાયોગ્ય થયા હતા અને અમારું પિક-અપ્સ પણ સરળતાથી ચાલ્યું હતું. રોગચાળા કાળ વચ્ચે પણ, લોજિસ્ટિક્સનું સંચાલન સારી રીતે કરવામાં આવ્યું હતું!

બીગ બિલિયન ડેઝ 2020 ના વેચાણ માટેની તૈયારી એ પોતાનામાં જ એક પ્રસંગ છે. મારું વેરહાઉસ 24X7 કાર્યસંચાલનમાં હતું. મારા કર્મચારી વર્ગે (સ્ટાફે) પાળી (શિફ્ટ)માં કામ કર્યું હતું અને અથાગ મહેનત કરી હતી જેના પરિણામે અમે વેચાણના તમામ 6 દિવસ માટે અને તહેવારોની સમગ્ર સીઝન દરમિયાન માંગણીઓ પૂર્ણ કરવામાં સક્ષમ થયા હતા.

જોકે, બધાં એ સમયમાં કોવિડ-19 ને કારણે અટકી ગયાં હતા, આભાર છે કે પાનીપત એ બહુ અસરગ્રસ્ત થયું નહોતું. મારા પરિવારે પણ સાવચેતી રાખીને કામ પર પાછા જવા માટે મને ટેકો આપ્યો હતો. હવે, હું પહેલાથી જ આગામી મોટા વેચાણ માટેની યોજના બનાવી રહ્યો છું!


આ પણ વાંચો: સાથે મળીને મજબૂત – આ પતિ-પત્નીની જોડીએ ફ્લિપકાર્ટના વિક્રેતા તરીકે તેમનું સૌથી મોટુ લક્ષ્ય પ્રાપ્ત કર્યું!

Enjoy shopping on Flipkart