તમને અવિશ્વસનીય ડીલ અને ડિસ્કાઉન્ટ ઑફર ઉપલબ્ધ કરાવતી હોવાનો દાવો કરતી અનધિકૃત વેબસાઇટ અને સંદેશાઓ પ્રત્યે સાવધ રહો. સલામત શોપિંગ માટે અહીં આપેલી સૂચનાઓ અનુસરો.
શું તમને તાજેતરમાં ફ્લિપકાર્ટ તરફથી અવિશ્વસનીય ડિસ્કાઉન્ટ અને ઑફર પૂરી પડાતી હોવાનો દાવો કરતો ઇમેઇલ, કૉલ, SMS, વોટ્સએપ મેસેજ અથવા અન્ય કોઇ સોશિયલ મીડિયા સંદેશ પ્રાપ્ત થયો છે? સાવધાન રહો કારણ કે આ સંદેશાઓ ફ્લિપકાર્ટના સત્તાવાર માધ્યમ તરફથી મોકલવામાં આવ્યા નથી, પરંતુ છેતરપિંડી આચરતા લોકો અને યુક્તિબાજો દ્વારા મોકલવામાં આવ્યા છે, જે તમને છેતરવા માંગે છે. જો તમે સાવધાન નહીં રહો તો તમે છેતરપિંડીનો ભોગ બનવાની પૂરે પૂરી સંભાવના ધરાવો છો. ફ્લિપકાર્ટના સુપરિચિત અને વિશ્વસનીય નામનો દુરુપયોગ કરીને છેતરપિંડી આચરતા લોકો ઝડપી લાભ મેળવવાનો ઇરાદો ધરાવે છે. આથી તમને સલાહ આપવામાં આવે છે કે આ પ્રકારના છેતરપિંડી આચરતા લોકો અથવા એજન્સીઓ ઉપર ભરોસો કરીને તમારા નાણાં અથવા તમારી વ્યક્તિગત અને નાણાંકીય માહિતીનું આદાન-પ્રદાન ન કરશો. સૌ પ્રથમ હંમેશા ફ્લિપકાર્ટના અધિકૃત અને વાસ્તવિક સ્રોતો દ્વારા હકીકત તપાસો.
હવે, જો તમારા ધ્યાન ઉપર આવા પ્રકારના કોઇ શંકાસ્પદ પ્રમોશનલ સંદેશ આવે તો તમારે શું કરવું જોઇએ? સહેજ પણ ખચકાટ અનુભવ્યા વગર કૃપા કરીને તુરત જ ફ્લિપકાર્ટના ગ્રાહક સહાયતા ટોલ ફ્રી નંબર 1800 208 9898 ઉપર તેની જાણકારી આપો. કૃપા કરીને જેટલી શક્ય હોય તેટલી માહિતી પૂરી પાડીને ફ્લિપકાર્ટના ગ્રાહક સેવા પ્રતિનિધિને મદદ કરો, કારણ કે તે સમસ્યાની ઊંડાણપૂર્વક તપાસ કરવા અમને વધુ સક્ષમ બનાવશે અને તમારા જેવા અન્ય ગ્રાહકોનું રક્ષણ કરશે.
આ લેખ તમને જાણકારી આપે છે કે તમે કેવી રીતે ફ્લિપકાર્ટ ઉપર સલામત શોપિંગ કરી શકો છો અને સાથે સાથે યુક્તિબાજો અને છેતરપિંડી આચરતા લોકોનો શિકાર બન્યા વગર તમે શ્રેષ્ઠ ડીલ પ્રાપ્ત કરી શકો છો. તમે સંભવિત છેતરપિંડીને કેવી રીતે અટકાવી શકો અને જાણકારી આપી શકો છો તે સમજવા માટે આગળ વાંચો.
ફ્લિપકાર્ટની છેતરપિંડીની જાહેરાત અને બનાવટી ઑફર ફર્સને હું કેવી રીતે ઓળખી શકું ?
ફ્લિપકાર્ટ 100 મિલિયનથી પણ વધારે રજિસ્ટર્ડ ગ્રાહકો ધરાવતી ભારતની સૌથી વિશાળ ઇ-કોમર્સ માર્કેટપ્લેસ છે. અમારા માટે ગ્રાહકોની માહિતીની સલામતી અને સુરક્ષા ટોચ અગ્રતા ધરાવે છે. અમારા ડેટા સેન્ટર PCI:DSS જેવા આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધોરણોનું પાલન કરે છે. અમે તે સુનિશ્ચિત કરીએ છીએ કે ડેટાના સંગ્રહ મામલે સૌથી ઊચ્ચ સ્તરીય સુરક્ષા નિયંત્રણોનું પાલન કરવામાં આવે. વધુમાં અનધિકૃત વ્યક્તિઓ અથવા એજન્સીઓ દ્વારા ડેટા સાથે ક્યારેય સમાધાન, છેડછાડ અથવા શેરિંગ ન થાય તેની ખાતરી કરવા માટે અમારી માહિતી વ્યવસ્થા અત્યાધુનિક સુરક્ષા ધોરણોથી સુરક્ષિત છે. આ ઉપરાંત, ગ્રાહકો તેમનો પોતાનો ડેટા કેવી રીતે સુરક્ષિત રાખી શકે છે અને તેને ખોટા હાથોમાં જતો અટકાવી શકે તે માટે અમે અમારા ગ્રાહકોને સતત શિક્ષિત અને જાગૃત બનાવીએ છીએ.
કેટલાકછેતરપિંડી આચરતા કેટલાક લોકો અને યુક્તિબાજો ઑનલાઇન ગ્રાહકોને ઇરાદાપૂર્વક છેતરવા અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવા માટે ફ્લિપકાર્ટના નામનો દુરુપયોગ કરી રહ્યા છે.. તે ભારતમાં ફ્લિપકાર્ટની પ્રતિષ્ઠા અને ઑનલાઇન શોપિંગની સુરક્ષા બન્ને જોખમમાં મૂકે છે. આવા લોકો સાથે કોઇપણ પ્રકારનો વ્યવહાર ન કરવા અંગે તમને સ્પષ્ટ સલાહ આપવામાં આવે છે.
આવા વ્યક્તિઓ અથવા એજન્સીઓ દ્વારા મોકલાતા છેતરામણીયુક્ત સંદેશાઓ/કૉલમાં ફ્લિપકાર્ટ ઉપર આકર્ષક ડીલ, ડિસ્કાઉન્ટ અને ઑફરોનો સમાવેશ હોઈ શકે છે. તે લોગો, અક્ષરોના પ્રકાર અને બ્રાન્ડ કલર સહિત ફ્લિપકાર્ટના સત્તાવાર ટ્રેડમાર્ક જેવા જ ડિઝાઇન કરેલા સંદેશાઓ ધરાવી શકે છે. કેટલીક નકલી વેબસાઇટ તેમની URL અથવા લોગોમાં ‘ફ્લિપકાર્ટ’ શબ્દનો પણ સમાવેશ કરી શકે છે.
આ કેટલીક રીતો છે જેનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરનારા લોકો તમારો સંપર્ક કરી શકે છેઃ
નકલી વેબસાઇટ્સ: </ b>આ વેબસાઇટ્સમાં નામો અને ઇન્ટરનેટ સરનામાં (URLs) હોઈ શકે છે જેમ કે flipkart.dhamaka-offers.com, flipkart-bigbillion-sale.com અન્ય. આવી વેબસાઇટ્સ સમાન દેખાતા અને સમાન અવાજવાળા નામોનો ઉપયોગ કરીને ફ્લિપકાર્ટ સાથે સંકળાયેલ હોવાનો .ોંગ કરે છે. જો કે, તેઓ ફ્લિપકાર્ટ દ્વારા અધિકૃત નથી.
સ્લેમ બારણું બંધ#fraudulent #websites ડોળ કરવો હોઈhttps://t.co/0tCwHL4MnQ. કેવી રીતે કરવું તે શોધો >#FightFraudWithFlipkart here: https://t.co/hwqZHtFUJj pic.twitter.com/NnRDlyBoZX
— ફ્લિપકાર્ટ વાર્તાઓ (@FlipkartStories) July 16, 2018
વોટ્સએપ, ફેસબુક મેસેંજર અને / અથવા અન્ય સામાજિક મેસેજિંગ પ્લેટફોર્મ છેતરપિંડી કરનારાઓ આવા પ્રકારના સુપરિચિત મેસેજિંગ પ્લેટફોર્મ ઉપર તમને સંદેશ મોકલવાનો પ્રયત્ન કરી શકે છે. અનેક ફ્લિપકાર્ટ ગ્રાહકોએ આવા પ્રકારના સંદેશાઓ પ્રાપ્ત કર્યા હોવાની જાણકારી આપી છેઃ
- તમને નામ, મોબાઇલ નંબર, સરનામું, બેન્ક વિગતો વગેરે જેવી વ્યક્તિગત માહિતી પૂરી પાડવા જણાવવામાં આવે છે.
- તમને લાભદાયક ઇનામો જીતવા તમારી સંપર્ક યાદીમાં રહેલા અન્ય લોકો અથવા ગ્રૂપ સાથે આ છેતરપિંડી આચરતા સંદેશાઓ શેર કરવા જણાવવામાં આવે છે.
- તમને અવિશ્વસનીય અને ખૂબ જ લાભદાયક કિંમતોએ (જેમ કે રૂ.25માં 32 GB પેનડ્રાઇવ) પ્રૉડક્ટ ઑફર કરવામાં આવે છે.
- તમને તેવી લોભામણી વેબસાઇટ પર લઇ જવામાં આવે જે દેખાવમાં ફ્લિપકાર્ટ જેવી જ લાગતી હોય.
- તમને ફ્રી ગિફ્ટ પ્રાપ્ત કરવા માટે ઑનલાઇન વૉલેટ, બેન્ક ટ્રાન્સફર, અથવા લોજિસ્ટિક અથવા ટેક્સ જેવા અન્ય સાધનો દ્વારા પેમેન્ટ કરવા માટે જણાવવામાં આવે.
કૃપા કરીને ફ્લિપકાર્ટ સાથે તેની યોગ્યતા પ્રમાણિત કર્યા વગર આવા સંદેશાઓનો પ્રત્યુત્તર આપશો નહીં અથવા તેમાં આપેલી કોઇ લિંક ઉપર ક્લિક ન કરશો, ભલે તેમના દ્વારા કરાતી ઑફર ગમે તેટલી આકર્ષક લાગતી હોય. આવા છેતરામણીયુક્ત સંદેશા મોકલતા લોકો સાથે ફ્લિપકાર્ટ કોઇ સંબંધ ધરાવતું નથી અને તમારા દ્વારા તેમની સાથે શેર કરાતી કોઇપણ માહિતી ઉપર અમારું કોઇ નિયંત્રણ નથી. ફ્લિપકાર્ટના સ્વરૂપમાં આવા છેતરામણીયુક્ત સંદેશા મોકલતા લોકો સાથે તમે શેર કરેલી કોઇપણ વિગતો તમારી વ્યક્તિગત અને નાણાંકીય માહિતી જોખમમાં મૂકી શકે છે. આ એકાઉન્ટમાં એકવખત કરેલી ચુકવણી રિટ્રાઇવ અથવા રિવર્સ કરી શકાતી નથી, અને તમે સખત મહેનત કરીને કમાયેલા નાણાં ગુમાવી શકો છો.
#Flipkart પર ધંધો કરતો નથી#WhatsApp તેથી તે બ્લોક બટનને ફટકારવામાં કોઈ સમય બગાડો નહીં ! Read more to #FightFraudWithFlipkart: https://t.co/hwqZHtFUJj @Flipkart pic.twitter.com/Sy0BzBbJEG
— ફ્લિપકાર્ટ વાર્તાઓ (@FlipkartStories) July 18, 2018
:કેટલીક વખત ગ્રાહકો અજ્ઞાત નંબર ઉપરથી કૉલ પ્રાપ્ત કરી શકે છે. કૉલ કરનાર વ્યક્તિ અંગ્રેજી, હિન્દી અથવા કોઇ અન્ય ભાષામાં બોલતી હોઈ શકે. તમે ફ્રી ગિફ્ટ જીત્યા છો અથવા તમારો મોબાઇલ નંબર લકી ડ્રોમાં પસંદ કરવામાં આવ્યો છે વગેરે જેવી બાબતો દ્વારા લલચાવીને તમારી પાસેથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે. આ ગિફ્ટ મેળવવા માટે, તમને વ્યક્તિગત ગોપનીય માહિતી અથવા સંવેદનશીલ માહિતી આપવા અથવા તમારો બેન્ક એકાઉન્ટ નંબર, ઇલેક્ટ્રોનિક વૉલેટની વિગતો, ક્રેડિટ/ડેબિટની વિગતો, CVV, PIN અથવા OTP જેવી વિગતો મેળવવા પૂછપરછ કરી શકે છે. તેઓ ફ્લિપકાર્ટ જેવી જ લાગતી વેબસાઇટ અથવા નકલી પ્રમાણપત્ર મોકલીને તમને ફોસલાવી શકે છે. તેઓ ફ્લિપકાર્ટના કર્મચારી અથવા ફ્લિપકાર્ટના ભાગીદારો હોવાનો દાવો કરી શકે છે અને પુરાવા તરીકે નકલી ઓળખ કાર્ડ પણ દર્શાવી શકે છે. આ દસ્તાવેજો વાસ્તવિક હોવાનો તમને વિશ્વાસ કરાવવા માટે આવા નકલી દસ્તાવેજો બનાવવા આસાન છે. કોઇ ઇનામ અથવા ગિફ્ટનો દાવો કરવા તમને કોઇ ચોક્કસ ડિજિટલ વૉલેટ પર નાણાં ટ્રાન્સફર કરવા માટે પણ જણાવી શકે છે. ધ્યાન રાખો કે આવા એકાઉન્ટ ફ્લિપકાર્ટ દ્વારા સંચાલિત નથી, પરંતુ તમને છેતરવા માગતાં છેતરપિંડી કરનારાઓ તેનું સંચાલન કરે છે.
#ThursdayThoughts: @Flipkart ટેક્સ્ટ ઉપર ધંધો કરતો નથી. તેથી ખાતરી કરો કે તમે આને અવગણશો #fraudsters! જાગી રહો ! https://t.co/FlfOtpLYL8# ફાઇટફ્રેડવિથફ્લિપકાર્ટ pic.twitter.com/mf9WO3QvjA
— ફ્લિપકાર્ટ વાર્તાઓ(@FlipkartStories) July 19, 2018
ફિશિંગ (નકલી ઇમેઇલ્સ):ફિશિંગ ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશનમાં વિશ્વસનીય એકમના સ્વરૂપમાં બદઇરાદાપૂર્વક વપરાશકર્તા નામ , પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડની વિગતો જેવી સંવેદનશીલ માહિતી મેળવવા છેતરપિંડી આચરવાનો પ્રયાસ છે. ફિશિંગ ઇમેઇલ છેતરપિંડી આચરતા લોકો દ્વારા મોકલવામાં આવે છે. આ ઇમેઇલ તમને દુર્ભાવનાપૂર્ણ લિંક પર ક્લિક કરવા જણાવે છે, જેના થકી તમારી વ્યક્તિગત અને/અથવા નાણાંકીય માહિતી પ્રાપ્ત થઇ શકે છે અથવા છેતરામણીયુક્ત વ્યવહાર હાથ ધરવા માટે તમારી સંમતિ વગર તેનો ઉપયોગ થઇ શકે છે. આવા ઇમેઇલમાં આપેલી લિંક ખોલવાથી અથવા તેની ઉપર ક્લિક કરવાથી માલવેર/વાઇરસ દ્વારા તમારું ડેસ્કટોપ કમ્પ્યુટર, લેપટોપ અથવા મોબાઇલ ફોન – સંભવિત જોખમમાં મૂકાઇ શકે છે, તેમજ તમે તમારા નાણાં, વ્યક્તિગત અને સંવેદનશીલ માહિતી ગુમાવી શકો છો.
ગેમ નલાઇન રમતો / વેબસાઇટ્સ (ડિસ્કાઉન્ટ કૂપન્સ / ગિફ્ટ વાઉચર / ઑફર ફર / ગેમ નલાઇન રમતો):આ પ્રકારની ઑનલાઇન છેતરપિંડી ગ્રાહકો સુધી પહોંચવા માટે, ‘સ્પિન ધ વ્હીલ’ જેવી ગેમ રમવા માટે જણાવી શકે છે, જે તમને નિઃશુલ્ક ગિફ્ટ, રોકડ ઇનામો અને અન્ય લલચામણાં પ્રલોભનોનું વચન આપે છે. ખેલાડીને હંમેશા આ ઇનામ જીતવા માટે ખેલાડીઓને તેમના સંપર્કો સાથે ગેમ શેર કરવા માટે જણાવવામાં આવે છે, જોકે આવું ઇનામ ક્યારેય પ્રાપ્ત થતું નથી. વપરાશકર્તાઓ પાસેથી તેમનો ઇમેઇલ આઇડી, એડ્રેસ અને મોબાઇલ ફોન નંબર જેવી સંવેદનશીલ વ્યક્તિગત માહિતી મેળવવામાં આવે છે. તેમાં ભાગ લઇને તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો. નકલી ગેમ નલાઇન રમતો પર કૃપા કરીને આ લેખ વાંચો વધુ માહિતી માટે આ લેખ વાંચો.
માર્કેટપ્લેસ વિક્રેતાઓ તરફથી: જ્યારે તમે ફ્લિપકાર્ટ ઉપર મૂકેલો ઓર્ડર પ્રાપ્ત કર્યો હોય ત્યારે તમે પત્રિકાઓ ઈન્સર્ટ મેળવી શકો છો, જેમાં તમને વધારે ડિસ્કાઉન્ટ મેળવવા કોઇ અન્ય ઑનલાઇન શોપિંગ સાઇટ અથવા પોર્ટલ ઉપરથી ભવિષ્યની ખરીદીઓ કરવા જણાવવામાં આવ્યું હોય છે. આજ રીતે, પોતાની ઓળખ વેચાણકર્તા તરીકે આપીને સેલર/કૉલર તમને સીધો જ તેમની પાસે ઓર્ડર મૂકવા માટે જણાવી શકે છે અને તમને સીધુ જ તેમને પેમેન્ટ કરવા માટે પણ જણાવી શકે છે. ઘણી વાર, તેઓ તમને તમારા ફ્લિપકાર્ટ ઓર્ડરને કેન્સલ કરવા માટે પણ જણાવી શકે છે. આવી છેતરપિંડી આચરતા વેચાણકર્તાઓ સાથે આવી કોઇ ડીલ બાબતે એક વખત તમે સંમત થાઓ છો ત્યારબાદ તમે તેમની સાથે શેર કરેલી આવી કોઇ માહિતી ઉપર ફ્લિપકાર્ટનું કોઇ નિયંત્રણ હોતું નથી. જો તમે આવી કોઇ ઑફર સ્વીકારો છો તો તમે છેતરપિંડીના જોખમનો સામનો કરી રહ્યાં છો.
ઑફ લાઇન મીડિયા આવી છેતરપિંડીમાં ચોક્કસ કમિશન/ફીના બદલામાં નોકરીની ઑફર કરવામાં આવે છે અને ખાસ કરીને તે સમાચારપત્રોની જાહેરાત અને જોબ પોર્ટલમાં જોવા મળી શકે છે. ફ્લિપકાર્ટ ક્યારેય કોઇ નોકરી અથવા કોન્ટ્રાક્ટ માટે સંભવિત ઉમેદવારો પાસેથી નાણાંની માગણી કરતું નથી અથવા તેણે કોઇ ત્રાહિત પક્ષકારને તેના માટે અધિકૃત કર્યા નથી. (વધુ માહિતી માટે,Fake Flipkart job offers) ઉપર આ લેખ વાંચો).
છેતરપિંડી કરનારાઓની અન્ય જાણીતી મોડસ ઓપરેન્ડી
છેતરપિંડીના કેટલાક અન્ય સ્વરૂપો અમારા ધ્યાન ઉપર આવ્યા છે જેમાં ગ્રાહકોને છેતરપિંડી આચરતા લોકો તરફથી છેતરામણીયુક્ત SMS અથવા વોટ્સએપ સંદેશાઓ અથવા કૉલ પ્રાપ્ત થઇ શકે છે. આ છેતરપિંડી આચરતા લોકો પોતે ફ્લિપકાર્ટ અથવા તેની જૂથ કંપનીઓ જેવી કે મિન્ત્રા, જબોંગ, જીવ્સ અથવા ફોનપેના પ્રતિનિધિ હોવાનું જણાવીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે. છેતરપિંડી આચરતા લોકો તમને તાજેતરમાં આપેલો ઓર્ડર નંબર જણાવી શકે છે (જે તમે ફેંકી દિધેલા પૅકેજિંગ લેબલ અથવા કવરમાંથી પ્રાપ્ત કર્યો હોઇ શકે) અને ગ્રાહકને કેટલાક વધારાના ચાર્જિસ બેન્ક ટ્રાન્સફર / વૉલેટ વગેરે થકી ચૂકવવા અથવા તમારી બેન્કિંગ અને/અથવા ડેબિટ/ક્રેડિટ કાર્ડ વિગતો અને/અથવા વ્યક્તિગત વિગતો શેર કરવા જણાવી શકે છે. કેટલાક સંજોગોમાં ગ્રાહકો અને સામાન્ય જનતાને કેટલીક થર્ડ-પાર્ટી એપ્લિકેશન (જેમ કે એનીડેસ્ક) ઇન્સ્ટૉલ કરવાનું જણાવી શકે છે. કૃપા કરીને આવી એપ્લિકેશનથી સાવધાન રહો કારણ કે તે તમારા મોબાઇલ ફોનને પોતાના નિયંત્રણમાં લઇ શકે છે અને તે વ્યક્તિગતની સાથે સાથે નાણાંકીય માહિતી પ્રાપ્ત કરી શકે છે. કૃપા કરીને ખાતરી રાખો કે ફ્લિપકાર્ટ અથવા તેના કોઇ અધિકૃત પ્રતિનિધિઓ ક્યારેય તમને આ વિગતો માટે પૂછશે નહીં અથવા કોઇપણ પ્રકારની થર્ડ-પાર્ટી એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરવા જણાવશે નહીં.
જો તમને આવા કોઈપણ ક callsલ્સ અથવા સંદેશા મળે છે, તો તરત જ ડિસ્કનેક્ટ કરો અને કોઈ માહિતી શેર ન કરો. કૃપા કરીને અમારા ગ્રાહક સંભાળ નંબર (1800 208 9898) નો સંપર્ક કરીને અથવા ફ્લિપકાર્ટ સપોર્ટ (@ ફ્લિપકાર્ટ્સઅપપોર્ટ) પર ટ્વિટર પર સીધો સંદેશ (ડીએમ) મોકલીને આવી બાબતોને શક્ય તેટલી વહેલી તકે અમારા ધ્યાન પર લાવો. અમારા ગ્રાહક સંભાળના પ્રતિનિધિઓ સાથે છેતરપિંડી કરનારાઓના ફોન નંબરો અથવા શંકાસ્પદ સંદેશાઓના સ્ક્રીનશોટ જેવી વિગતો શેર કરો..
ફ્લિપકાર્ટ પર સલામત ખરીદી કેવી રીતે કરવી અને છેતરપિંડીના જોખમને ટાળવું
ફ્લિપકાર્ટના ગ્રાહકો માત્ર official desktop website of Flipkart , ફ્લિપકાર્ટ મોબાઇલ શોપિંગ એપ્લિકેશન (iOS and Android), અને Flipkart mobile site ઉપર શોપિંગ કરી શકે છે. આ સિવાય અન્ય કોઇપણ વેબસાઇટ અથવા ઑનલાઇન પ્લેટફોર્મ ઉપરથી ફ્લિપકાર્ટ ઉપર ઑનલાઇન શોપિંગ કરી શકાતું નથી.
ફ્લિપકાર્ટ દ્વારા તેને અથવા તેની જૂથ કંપનીઓ (ફ્લિપકાર્ટની જૂથ કંપનીઓમાંMyntra, Jabong, PhonePe, Jeeves, F1 Infosystems and 2GUD.com) વતી ડિસ્કાઉન્ટ અથવા ડિલ ઑફર કરવા કોઇ થર્ડ-પાર્ટી સાઇટને અધિકૃત કર્યા નથી. જો અમારી ચેતવણી આપતી સલાહ બાદ પણ તમે તમારી વ્યક્તિગત/નાણાંકીય માહિતી શેર કરો અથવા નાણાં ચૂકવી રહ્યાં છો તો કૃપા કરીને તે ધ્યાનમાં રાખશો કે તમે તમારા પોતાના જોખમે આમ કરી રહ્યાં છો.
ફ્લિપકાર્ટ પર offersફર્સ, ડીલ્સ અને ડિસ્કાઉન્ટ વિશેની વિશ્વસનીય માહિતી હું ક્યાંથી મેળવી શકું છું ?
આ એક સારો પ્રશ્ન છે. ચોક્કસપણે અમે જાણીએ છીએ કે તમે મોટાભાગની ડિલ ડિસ્કાઉન્ટ અને ઑફર નો વધુમાં વધુ લાભ મેળવવા ઇચ્છતા હોઈ શકો છો, પરંતુ તમારે તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે તે પ્રાથમિક દ્રષ્ટીએ ઉચિત હોય. કૃપા કરીને તમામ અધિકૃત ઑફર, સેલ અને ડિસ્કાઉન્ટ સંબંધિત તાજા સમાચારો અને જાહેરાતો માટે https://www.flipkart.com/ and https://stories.flipkart.comની મુલાકાત લો. આ માહિતીના સૌથી સચોટ અને વિશ્વસનીય સ્રોતો છે.
તમારી ફ્લિપકાર્ટ મોબાઇલ શોપિંગ એપ્લિકેશન ઉપર નોટિફિકેશન સક્ષમ કરો અને ખાતરી કરો કે તે એપ અદ્યતન આવૃતિ પર અપડેટ કરેલી છે.
કૃપા કરીને ફ્લિપકાર્ટ અંગે અદ્યતન માહિતી માટે આ ઑનલાઇન સ્રોતોની મુલાકાત લોઃ
– ફ્લિપકાર્ટ માટે સત્તાવાર ફેસબુક પૃષ્ઠ
– અધિકારી ફ્લિપકાર્ટ વાર્તાઓ માટેનું ફેસબુક પેજ
– અધિકારી ફ્લિપકાર્ટનું ટ્વિટર એકાઉન્ટ
– અધિકારી ફ્લિપકાર્ટ વાર્તાઓનું ટ્વિટર એકાઉન્ટ
ફ્લિપકાર્ટ અથવા તેના અધિકૃત પ્રતિનિધિઓ ક્યારે તમને પાસવર્ડ, OTP અને PIN નંબર જેવી તમારી ગોપનીય માહિતી જાહેર કરવા જણાવતા નથી. અનધિકૃત વ્યક્તિઓ સમક્ષ આવી માહિતી જાહેર કરીને તમે નાણાંકીય છેતરપિંડી અને વ્યક્તિગત માહિતીના ગેરકાયદેસર સંગ્રહના શિકાર બનવાનું જોખમ ઉઠાવો છો. તમને નકલી ઑનલાઇન વ્યવહારો હાથ ધરવા લલચાવવામાં આવી શકે છે અથવા છેતરપિંડી આચરતા લોકો અન્ય પ્લેટફોર્મ ઉપર છેતરપિંડી આચરવા તમારી બેન્કિંગ વિગતોનો ઉપયોગ કરી શકે છે.
જો આવી કોઇ છેતરપિંડીના કારણે તમને નાણાંકીય નુકસાન સહન કરવું પડ્યું હોય તો તાત્કાલિક ફ્લિપકાર્ટ કસ્ટમર સપોર્ટ ટોલ ફ્રી નંબર 1800 208 9898. ઉપર અમારો સંપર્ક કરો. જ્યારે પણ ફ્લિપકાર્ટ માટે શક્ય હશે અને અમારા નિયંત્રણમાં હશે ત્યારે અમે તે ઓર્ડર કેન્સલ કરવાનો અને સ્રોત પર ફરી રિફંડની પ્રક્રિયા હાથ ધરવાનો પ્રયત્ન કરીશું. અન્ય કિસ્સાઓમાં તમારે તમારી બેન્ક અને સંબંધિત સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સત્તાવાર ફરિયાદ નોંધાવવા માટે કરવાનો રહેશે. અમે તમારી સાથે સીધી શંકાસ્પદ ખરીદકર્તાની કોઇ વિગતો શેર કરીશું નહીં. તે જે-તે કેસના સંજોગોના આધારે કાયદાનો અમલ કરતી સંસ્થાઓ સાથે જ શેર કરવામાં આવશે.
તમારો સહકાર તમારા જેવા ગ્રાહકો અને સામાન્ય જનતાનું આવી છેતરપિંડીથી રક્ષણ કરવામાં મદદરૂપ બની શકે છે. કોઇપણ શંકાસ્પદ પ્રવૃતિઓની જાણ ફ્લિપકાર્ટ કસ્ટમર સપોર્ટ ટોલ ફ્રી નંબર 1800 208 9898.ઉપર કરો. તમે અમને ઇમેઇલ મોકલીને અથવા ફ્લિપકાર્ટ એપની અંદર ચેટ કરીને (જૂઓ સ્ક્રિનશોટ) પણ માહિતી આપી શકો છોઃ
ફ્લિપકાર્ટ માહિતીની સુરક્ષા ઉપર ગંભીરતાપૂર્વક ધ્યાન આપે છે અને નિરંતર જરૂરી કાર્યવાહી હાથ ધરે છે. ભૂતકાળમાં અમે છેતરપિંડી આચરતા લોકો સામે કેસોની તપાસ કરી છે અને તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ અમે અમારી સિસ્ટમ અને પ્રક્રિયાઓને પણ મજબૂત બનાવી રહ્યાં છીએ. કૃપા કરીને ભારતમાં ઑનલાઇન શોપિંગ માટે ગ્રાહક ડેટા સુરક્ષાને વધુ સશક્ત બનાવવાના અમારા પ્રયાસને મદદ કરો.
પણ વાંચો
નકલી ફ્લિપકાર્ટ નોકરીઓ અને છેતરપિંડી રોજગાર એજન્ટોથી સાવચેત રહો
ફ્લિપકાર્ટ પર નકલી સમીક્ષાઓ? તમે તેમનામાં વિશ્વાસ કરો તે પહેલાં આ વાંચો