
મારું નામ ચિત્રાંગન પાલ છે અને હું 22 વર્ષનો છું. હું 2019માં ફ્લિપકાર્ટ વિક્રેતા બન્યો હતો. હું ઓડિશાના કટકનો છું.
હું વણકર સમુદાયનો એક ભાગ છું. અમે હસ્ત કલા બનાવીએ છીએ અને સંબલપુરી સાડીઓ કે કટ્ન અને ઇકાટ સિલ્કની બનેલી હોય છે તેનું વેચાણ કરીએ છીએ. છેલ્લા 100 વર્ષોથી આ અમારુ કાર્ય અને પરંપરા રહી છે. અમે હેન્ડલૂમ સાડીઓ, ડ્રેસનું કાપડ, સાલ, ઓઢણીઓ , ટેબલ શણ અને રસોડાનું શણ વેચીએ છીએ. અમારી પાસે તમામ વય જૂથો માટે હેન્ડલૂમ વસ્ત્રોની શ્રેણી છે.
જ્યારે મેં ઓનલાઈન વેચાણ શરૂ કર્યું ત્યારે ફ્લિપકાર્ટે અમને 200થી વધુ સાડીઓની સૂચિ બનાવવામાં મદદ કરી હતી. મને ગર્વ છે કે ઓડિશા રાજ્યની પ્રોડક્ટ્સને દૃશ્યતા મળી રહી છે. ફ્લિપકાર્ટે રાષ્ટ્રભરમાં અમારા પ્રોડક્ટનું માર્કેટ કરવામાં પણ મદદ કરી છે. ફ્લિપકાર્ટમાં જોડાતા પહેલા, અમે અમારી પ્રોડક્ટ્સ અમારા ગામ અથવા રાજ્યમાં વેચતા હતા, પરંતુ હવે અમારી પ્રોડક્ટ્સ દેશભરના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.
અમે 1000 વણકરો અને 200 ડિઝાઇનર્સનો સમુદાય છીએ. આનો અર્થ એ છે કે આ હેન્ડલૂમ સાડીઓ બનાવવા માટે 1000 પરિવારો સાથે મળીને કામ કરે છે. અમે રેશમ અને કપાસ જેવા કાચા માલ ખરીદ્યા પછી, અમે તેને અમારા વણકર સમુદાયના પરિવારોમાં વહેંચીએ છીએ. એકવાર જરૂરી ડિઝાઇન તેમને સોંપવામાં આવે તે પછી તેઓ તેમના ઘરે હેન્ડલૂમની સાડીઓ બનાવે છે.
ફ્લિપકાર્ટ પહેલાં, અમે લગભગ 40 વર્ષોથી પરંપરાગત સાડીના વિક્રેતા હતા અને અમે સમાન ડિઝાઇનનું કામ કર્યું હતું. અમારા ગ્રાહકો પણ ઓડિશા અને કોલકાતા સુધી મર્યાદિત હતા અને અન્ય ઘણા રાજ્યો અમારી પરંપરાગત હસ્તકલા અને કુશળતા વિશે જાણતા પણ ન હતા. અમારું નફા માર્જિન ખૂબ સારુ ન હતું અને ડિઝાઇન જૂની શૈલીની હતી.
ઓનલાઇન વેચાણે અમને બજારના પ્રવાહો અને સ્થાન-આધારિત વેચાણનો અભ્યાસ કરવામાં અને સમજવામાં મદદ કરી છે. હવે અમે વિવિધ સાડીઓ અને ડિઝાઇનની માંગ ક્યાં વધારીએ છે તે અમે જાણીએ છીએ. અમારી ઘણી પ્રોડક્ટ્સ બેંગાલુરુ અને અન્ય દક્ષિણ શહેરોમાં જાય છે. અમારા ઘણા બધા ગ્રાહકો છે જે મેટ્રો શહેરોમાં રેશમની પ્રોડક્ટ્સની ખરીદી કરે છે અને પડોશના શહેરોમાં કોટનની ખૂબ જ ઊંચી માંગ છે.
ફ્લિપકાર્ટ પર વેચવાથી અમારા નફાના માર્જિનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. અમારી પ્રોડક્ટ્સના માંગમાં ઉછાળો એટલે વધુ કામ અને અમારા લોકો માટે સન્માન સાથે તેમનું જીવનનિર્વાહ કરવાની વધુ તકો.
પલ્લવી સુધાકરના વધારાની માહિતી સાથે જીષ્ણુ મુરલીને કહ્યા અનુસાર .
આ પણ વાંચો: અવિરત સ્વપ્નાઓ – એક સુરત પરિવારનો વ્યવસાય ઇ-કોમર્સ દ્વારા અનિશ્ચિતતાને નાથે છે
Dreams uninterrupted: A Surat family business navigates uncertainty through e-commerce