#સેલ્ફમેડ: રોકેટ સિંઘ દ્વારા પ્રેરિત થઈને, પ્લેસ્કૂલ શિક્ષકમાથી ઓનલાઈન ઉદ્યોગ સાહસિક!

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | मराठी

સુમીત કૌરને તેણીનું કિંડરગાર્ટન શિક્ષક તરીકેનું કામ ગમતું હતું. પરંતુ તેણીએ બૉલીવુડ હિન્દી ચલચિત્ર રોકેટ સિંઘ જોયા પછી તેણીનું જીવન બિલકુલ બદલાઇ ગયું: વર્ષના સેલ્સમેન. પ્રેરિત, તેણીએ પોતાનો ઓનલાઈન વ્યવસાય શરૂ કર્યો. ફ્લિપકાર્ટ પર વેચાણ શરૂ કર્યા પછી, સુમીતનું નસીબ આકાશને આંબવા લાગ્યું. અને કલ્પના કરો કે તેણીએ પોતાની કંપનીનું નામ શું રાખ્યું? રોકેટ સિંઘ કોર્પ! આવડત અને દ્રઢનિશ્ચયની આ કથામાંથી પ્રેરણા લો.

Flipkart seller

સુમિત કૌર, દિલ્લીના ફ્લિપકાર્ટ વિક્રેતા

જે રીતે જિષ્ણુ મુરલીને કહ્યું તે મુજબ


હું એક ફ્લિપકાર્ટ વિક્રેતા 2013 માં બની. અત્યાર સુધી, આ સફર માની ન શકાય તેવી રહી છે. હું સતત મારો વેપાર વિકસાવવા પર કામ કરી રહી છું. લોકો સામાન્ય રીતે ઓનલાઈન વેપાર શરૂ કરે છે અને પછી તેટલી જ ઝડપે બંધ કરી દે છે. પણ હું છેલ્લા છ વર્ષથી કામ કરી રહી છું અને મને કોઈ ઘરેડમાં હોઉ તેવું નથી લાગતું. મે નવી શ્રેણીઓ શરૂ કરી અને નવા ઉત્પાદનો ઉમેર્યા – ઓનલાઈન વેચાણે મને અનેકવિધ શ્રેણીઓમાં વેચાણ કરવાની સ્વતંત્રતા આપી છે.

ભૌતિક રીતે એક દુકાન બનાવવી અત્યંત ખર્ચાળ બાબત છે. ભાડું અને સામગ્રી ખર્ચ એકલા જ એક અઢળક રોકાણ માંગી લે. તેથી મે ઓનલાઈન વેચાણ કરવાનો વિચાર કર્યો. ઓનલાઈન ગ્રાહક તરીકે હું ખરેખર આ તમામ બાબત કઈ રીતે કામ કરે છે તે બાબતે ઉત્સુક હતી. હું જે લોકો ઓનલાઈન વેપાર પહેલા જ કરતાં હતા તેઓની પાસે ગઈ અને તેઓ પાસેથી શીખી. ભૌતિક દુકાન ચલાવવાની તુલનામાં ઓનલાઈન વેચાણ કરવામાં વિક્રેતાને ઓછી મહેનતની જરૂર પડે છે. મને ખરેખર એવું લાગ્યું કે સમગ્ર રાષ્ટ્ર મારુ બજાર હોઈ શકે છે.

મે પહેલા સુંદરતા (બ્યુટી) ઉત્પાદનો અને સુગંધિત પદાર્થો સાથે શરૂઆત કરી જે હું ઓછી કિમતે ખરીદી શકું તેમ હતી. પછી મે અત્તર (પર્ફ્યુમ્સ), કોલોન્સ તરફ ગઈ, અને જેમ જેમ મને ખ્યાલ આવ્યો કે વધુ સારા વેચાણમાં સીધી રીતે કયા ઉત્પાદનો સારા પડે છે તે જાણ્યા પછી આરોગ્ય અને સુખાકારી શ્રેણીમાં ગઈ. આમ મે ફ્લિપકાર્ટ પર વધુ ને વધુ ઉત્પાદનો સૂચિત કરવાનું શરૂ કર્યું. તાજેતરમાં, મે હોમ એપ્લાયન્સ વેચાણ પણ શરૂ કર્યું છે.

મને કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડે ત્યારે ફ્લિપકાર્ટ હમેશા મને મદદરૂપ થવા તૈયાર હોય છે. હું જે મુદ્દાઓ પર મને જાણકારી ન હોય તે વિષે જાણવા વેબીનાર્સમાં હાજરી આપું છું. મે જ્યારથી ફ્લિપકાર્ટના વેચાણ સૂચનો (ટિપ્સ) અને શ્રેણી પદ્ધતિ અનુસરવાનું શરૂ કર્યું ત્યારથી હું એક સુવર્ણ વિક્રેતા રહી છું. મારુ કાર્યાલય અનેક પ્રમાણપત્રોથી ભર્યું ભર્યું છે.

હું મારુ વેચાણ રોકેટ ગતિએ ઉપર જાય તેમ ઇચ્છતી હતી, અને અમે શીખ સમાજમાથી આવીએ છીએ, જેઓ પ્રમાણિક અને મહેનતુ લોકો છે. બૉલીવુડ ચલચિત્ર (મૂવી) ‘રોકેટ સિંઘ: સેલ્સમેન ઓફ ધ યર’ જેમાં એક શીખ પુરુષ મુખી ભૂમિકામાં છે જેને શૂન્યમાથી પોતાની સફળતાની કથા આલેખી, તેણે મને મારી કંપનીનું નામ રોકેટ સેલ્સ કોર્પ રાખવાની પ્રેરણા આપી.

ફ્લિપકાર્ટ વિક્રેતા તરીકે જે વૃદ્ધિ મે અનુભવી છે તે માની ન શકાય તેવી છે. મે માત્ર ₹10,000 થી શરૂઆત કરી અને હવે મારુ વેચાણ કરોડોમાં છે.

હવે મારા ઉત્પાદનો લગભગ તમામ ઓનલાઈન મંચો પર સૂચિત છે. મે ફ્લિપકાર્ટ પર શરૂઆત કરી અને તેઓ મારી સમગ્ર ઓનલાઈન ઉદ્યોગ સાહસિકતા સફરમાં ખરેખર પ્રોત્સાહક રહેલ છે. તેઓ મારી વેપારની જગ્યા પર પણ આવ્યા અને મને વેપાર આયોજિત કરવામાં મદદ કરી.

આવર્ષે દ બિગ બિલિયન ડેઝ સેલમારી મોટી યોજનાઓ છે. મે તાજેતરમાં ઘર ઉપયોગી સાધનો (હોમ એપ્લાયંસિસ) શ્રેણી શરૂ કરી છે અને જેટલા વધુ ઉત્પાદનો હું કરી શકું તેટલા સૂચિત કરવાનું આયોજન કરી રહી છું. મારો આ વર્ષે વેપાર લક્ષ્યાંક છે અને તે છે ઘર ઉપયોગી સાધનો (હોમ એપ્લાયંસિસ) શ્રેણીમાં વેચાણ વધારવાનો.

હું ફ્લિપકાર્ટ સાથે જે કરી રહી છું તેમાં મારા પરિવાર પણ સક્રિય રસ લીધેલ છે. મારા પતિને બાંધકામનો વ્યવસાય હતો. મે જ્યારે મારો પોતાનો વેપાર શરૂ કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેઓએ મને સંપૂર્ણ સહકાર આપ્યો. અરે બાળકોએ પણ પોતાની ક્ષમતા મુજબ મને મદદ કરી. તેઓએ તે સુનિશ્ચિત કર્યું કે હું જ્યારે કામ કરતી હોઉ ત્યારે મને વિક્ષેપ ન પડે અને પોતાની જાતની જાતે વધુ સંભાળ લેવા લાગ્યા, જેથી હું મારા સ્વપ્ન પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. થોડા સમય પછી, મારા પતિએ પોતાનો વ્યવસાય સંકેલી લીધો અને પૂર્ણ સમય માટે મદદ કરવાનું શરૂ કર્યું. અમે હવે ફ્લિપકાર્ટ પર વેચાણ કરતી વધુ એક ઇંફિનિટી ગૃપ્સ નામની કંપની ધરાવીએ છીએ.

શિક્ષક હોવું તે એક સંતોષકારક નોકરી હતી. પરંતુ એક એવો સમય આવ્યો કે જ્યારે પ્લે સ્કૂલ ખાતે શિક્ષણ આપવું મને મારા ખર્ચને પહોંચી વળવા મદદરૂપ થઈ શકે તેમ નહોતું. તેથી મે કશુક મારુ પોતાનું શરૂ કરવાનો નિર્ણય કર્યો અને ફ્લિપકાર્ટ વિક્રેતા બનવાનો વિચાર મારા માટે શ્રેષ્ઠ હતો.


આ પણ વાંચો: #સેલ્ફમેડ ગૃહિણીમાંથી એક જોરદાર સાહસિક — આ ફ્લિપકાર્ટ વિક્રેતાએ પોતાના સ્વપ્ન સાકાર કરવા માટે વિષમતાઓ પર વિજય મેળવ્યો

Enjoy shopping on Flipkart