#સેલ્ફમેડ – ફ્લિપકાર્ટ આ વિક્રેતાને તેણીના સ્વપ્નો સાકાર કરવામાં મદદરૂપ થયું. હવે, તેણી પોતાના જેવી અન્ય મહિલાઓને મદદરૂપ થઈ રહેલ છે.

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | मराठी

આ ઘરમાં જ રહેતી માતાએ તેણીની ડિઝાઇન્સ ફ્લિપકાર્ટ પર વેચીને તેણીની ડિઝાઇન તાલીમને અનુસરવાનું નક્કી કર્યું. અને તેમ કરતાં કરતાં, તેણીએ વધુ મહિલાઓ માટે કામનું સર્જન કરવાનો માર્ગ શોધી કાઢ્યો. તેણીની કથા, તેણીના પોતાના શબ્દોમાં વાંચો, અને પ્રેરણા લો.

seller

નીતિ વૈષ્ણવ, જયપુરની ફ્લિપકાર્ટ વિક્રેતા

જીશ્નુ મુરલિને કહ્યુ તે મુજબ


Iપ્રથમ સૂચિત થઈ ફ્લિપકાર્ટ પર 2015 માં વિક્રેતા તરીકે. પરંતુ તે સમયે હું સગર્ભા હતી, જેથી મે મારા શિશુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો. નવેમ્બર, 2018 માં, મે ફરીથી મારા ઉત્પાદનો ફ્લિપકાર્ટ પર સૂચિત કરવાનો નિર્ણય કર્યો.

હું મહિલાઓના કપડાં વેચું છું અને હું વંશીય પરિધાનમાં વિશેષજ્ઞ છું. નોકરીની સુરક્ષાનો વિચાર કરીને, મે નોકરી કરવાનું ચાલુ રાખ્યું. પરંતુ જ્યારે હું મારા બીજા બાળક સાથે ગર્ભવતી થઈ, હું પૂર્ણ રીતે વ્યસ્ત થઈ ગઈ. ઉદ્યોગ સાહસિક બનવાનું મારુ એક જૂનું સ્વપ્ન હતું. પરંતુ મારા માટે, પૂર્ણકાલીન નોકરીનો સવાલ જ વિચારી શકાય તેમ ન હતો. ઘેરથી ઓનલાઈન કામ કરવાથી મને મારી કારકિર્દી બનાવવા સાથે સાથે મારા બાળકોની કાળજી લેવાનું શક્ય બન્યું.



મારી ફ્લિપકાર્ટ સફર એક ચકડોળના ચઢાવ-ઉતાર જેવી રહી છે. જ્યારે મે શરૂ કર્યું, ત્યારે મે માત્ર વસ્ત્રોની એક જ શ્રેણી વેચાણ માટે મૂકી: પાયજામાની એક જોડી. તે અઠવાડિયે, મારા પર બહુવિધ ઓર્ડર્સનો વરસાદ વરસ્યો, અને મારે હકીકતમાં મારો સ્ટોક ફરીથી ભરવો પડ્યો. મને તેની અપેક્ષા નહોતી. આમાથી પ્રેરિત થઈને, મે કુર્તી અને અન્ય મહિલા પરિધાનો જેવા વધુ ઉત્પાદનો સૂચિત કરવાનું શરૂ કર્યું. આ અનુભવે મને વધુ કૈંક કરવા પ્રેરિત કરી.

મારી મદદમાં મદદરૂપ થતાં હાથો છે 3-4 મહિલાઓની એક ટુકડી જેઓ, મારી જેમ, પૂર્ણકાલીન નોકરી કરી શકે તેમ નથી. વૃદ્ધિનો અનુભવ થતાં, મારા જોડીડારો પણ અમે વધુ શું હાંસલ કરી શકીએ તે જોવા પ્રેરિત થયા છે. જ્યારે તેઓ જોડાયા, તેઓને ઇ-કોમર્સમાં કોઈ અનુભવ નહોતો. પરંતુ થોડી વાર ટીમ સાથે કામ કર્યા પછી, તેઓ ઘણું બધુ શીખ્યા છે. હવે જ્યારે માંગ આવવા લાગી છે, તેઓ કયુ ઉત્પાદન વેચાય છે અને તેઓ માંગને કઈ રીતે પહોંચી વળે તે નક્કી કરવા માટે તેઓની પગની પાની પર રહે છે. તેઓ આ કારકિર્દીના માર્ગમાં શ્રદ્ધા ધરાવવા લાગ્યા છે. તેઓમાંના બે-એકે તો અમારી સાથે છેડો ફાડીને પોતાના પર કામ શરૂ કર્યું છે. મને લાગે છે આ ઉત્કૃષ્ટ શીખ, દ્રઢનિશ્ચયતા અને, સૌથી મહત્વનુ, દ્રઢ વિશ્વાસ દર્શાવે છે.

seller

હું ફેશન ડિઝાઇનમાં તાલીમબદ્ધ હતી. અને મારો ઢોળાવ હમેશા મહિલાઓના વસ્ત્રો તરફ રહ્યો છે કારણ કે તેમાં હું ખૂબ જ સર્જનાત્મક તકો જાઉં છું. હું મારા કૌશલ્યોને ઉપયોગમાં લેવા માંગતી હતી. ઓનલાઈન વેચાણે મને ભારત ભરના ગ્રાહકોને પ્રાદેશિક વંશીય વસ્ત્રો વેચવાની તક પણ પૂરી પાડી. આજે દરેક વ્યક્તિ વધુને વધુ વૈશ્વિક થઈ રહેલ છે – મને લાગે છે કે પ્રાદેશિક વલણો ઓનલાઈન વેચાણમાં ખાસ મહત્વ નથી ધરાવતા. તેના કરતાં વધુ તે ઓનલાઈન ગ્રાહકોના વય જુથ અને વૈચારિક વલણ સાથે સંબંધ ધરાવે છે. જે ચેન્નાઈની વ્યક્તિ પસંદ કરતી હોય તેવી વસ્તુ દિલ્હીની કોઈ વ્યક્તિ પણ ખરીદે તેવું બને છે. ફ્લિપકાર્ટની સમગ્ર ભારતની પહોંચ સાથે, ગ્રાહકોની રહેણાકની જગ્યા હવે ઓછી મહત્વની થઈ ગઈ છે.

seller

શરૂઆતથી મને તે સ્પષ્ટ થઈ ગયું હતું કે અપનાવવા માટે ફ્લિપકાર્ટ એક યોગ્ય રસ્તો છે. 2015ની શરૂઆતમાં, જ્યારે મે ઓનલાઈન વેચાણ પર હાથ અજમાવવાનો પ્રયત્ન કર્યો, તો મે ફ્લિપકાર્ટ, એમેઝોન અને સ્નેપડીલ જેવા બહુવિધ માંચો પર સૂચિત કરેલ. ફ્લિપકાર્ટ પરથી મને જે પ્રતિસાદ મળ્યો તે અદભૂત અને અન્ય માંચો કરતાં વધુ સારો હતો.

 

seller

 

તે સમયે, હું ઓનલાઈન કઈ રીતે કામ થાય છે તે વિષે જાણતી નહોતી. ડેશબોર્ડ પર કઈ રીતે કામ કરવું? મારે મારા ઉત્પાદો ઓનલાઈન કઈ રીતે વેચવા અને ગ્રાહકોની માંગને કઈ રીતે પહોંચી વળવું? ફ્લિપકાર્ટે મારા માટે આ બધુ સમજવું સરળ કરી દીધું જેથી હું આગળ ધપવા અને ફ્લિપકાર્ટ , અને તેઓ મારફત, મારા ગ્રાહકો સાથેનો મારો સંબંધ આગળ ધપાવવાતૈયાર હતી

ફ્લિપકાર્ટનું ડેશબોર્ડ મારા જેવા વિક્રેતાઓ માટે અત્યંત મદદરૂપ હતું. તે તમારા માટે મોટા ભાગનું કામ કરે છે. તે લગભગ તમામ રીતે મારા વેપારની દેખરેખ રાખવા માટે ફ્લિપકાર્ટ ખાતે હાજર એક હોદ્દેદાર વ્યક્તિ જેવુ હતું. તે મારા કયા ઉત્પાદો વેચાણનું સર્જન કરે છે અને કયા નથી કરતાં તેની નોંધ લે છે અને ખરીદીના અનુભવમાં રહેલ ખામીઓ અને તેમાં સુધારો કરવા મારે શું કરવું જોઈએ તે તરફ ધ્યાન દોરે છે. તે મારા વેપારનું વિશ્લેષણ કરવામાં મને મદદરૂપ થાય છે અને કોઈ પણ બાબતણો ઉકેલ લાવી શકે છે.

seller

ડેશબોર્ડ મને મારા ગ્રાહકો જ્યારે ઓનલાઈન ખરીદી કરે છે ત્યારે ખરેખર તેઓ શું શોધી રહ્યા છે તે બરાબર સમજવામાં પણ મદદરૂપ થાય છે. અગાઉ, જો હું 20કુર્તીઓ બનાવતી, તો પહેલો સવાલ હતો “શું તે વેચાશે?” ત્યાં એક અનિર્ણયાત્મકતા હતી. પરંતુ હવે, જો હું કોઈ નવી ડિઝાઇન વેચવા માંગતી હોઉ, તો મારે ફક્ત તે બનાવવાની હોય છે અને 50 નું ઉત્પાદન કરવાનું હોય છેkurtis અને હું જાણું છું કે તે વેચાશે.

તહેવારો દરમ્યાન મારુ વેચાણ વધે છે. આવું તાજેતરમાં જ રમઝાન વખતે બન્યું, જ્યારે મે કોઈ ચોક્કસ ઉત્પાદન માટેના ઓર્ડર્સ લગભગ બમણા થતાં જોયા. હકીકતમાં, જ્યારે તહેવાર આવી રહ્યો હોય, તો હું વેચાણમાં 200% વૃદ્ધિની અપેક્ષા રાખું છું. આનાથી મને ઉત્પાદનો માટેની નવી ડિઝાઇન્સ પર કામ કરવાની પ્રેરણા મળી છે અને મે મારો સમય ઓનલાઈન વલણોણો અભ્યાસ કરવા માટે આપ્યો છે.

મારો પરિવાર મારા ફ્લિપકાર્ટ વિક્રેતા હોવા અંગે સંપૂર્ણપણે વિશ્વાસ ધરાવે છે! મારો વિકાસ અને સ્વતંત્રતા જોયા પછી, તેઓ વધુ પ્રોત્સાહક જ બન્યા છે. પહેલા, મારો પરિવાર અને મારા પતિ મારા કામ કરવાની વિરુદ્ધ હતા. તેઓ માનતા હતા કે મારુ સમગ્ર ધ્યાન મારા નવજાત શિશુ પર હોવું જોઈએ. અને હવે આજની તારીખે, મારા પતિ મારા માટે વેચાણના પેકેજ પહોંચાડે છે અને દરેક શક્ય રીતે મને મદદરૂપ થવા પ્રયત્નશીલ છે. તેઓ મારી ક્ષમતાને આંબાવામાં મને મદદ કરવા આતુર છે.

ફ્લિપકાર્ટ સમગ્ર દેશની પ્રત્યેની એક બારી છે, ભલે તમે કોઈ એક જગ્યાએ બેઠા હો.


આ પણ વાંચો: વિક્રેતાઓની સફળતાની કથાઓ: રોજ-બ-રોજના ભારતીય લોકોની સિદ્ધિ

Enjoy shopping on Flipkart