જ્યારે તેણીનો ઇલેક્ટ્રોનિક્સનો વ્યવસાય તેની પોતાની વેબસાઇટ પર વિકસતો ન હતો, ત્યારે ચિત્રા વ્યાસ તેના વેચાણમાં સુધારો લાવવા માટે ફ્લિપકાર્ટ તરફ વળી હતી. તે પછી ટૂંક સમયમાં જ, તેના વ્યવસાયમાં ગ્રાહકના ઓર્ડરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે કોવિડ-19 ત્રાટક્યું ત્યારે પણ તે અનુકૂળ થવામાં અને વૃદ્ધિ પામવામાં સક્ષમ હતી. નાના પાયે પ્રારંભ કરનાર આ મહત્વાકાંક્ષી વિક્રેતા કેવી રીતે “શ્રેષ્ઠ ઉદ્યોગસાહસિક” એવોર્ડ જીતવા માટે આગળ વધી તે વિશે જાણવા વાંચો.
મારું નામ ચિત્રા વ્યાસ છે. હું 5 વર્ષ પહેલા ફ્લિપકાર્ટ વિક્રેતા બની હતી. મેં ઇલેક્ટ્રોનિક્સનું વેચાણ કરવાની સાથે ઉદ્યોગ સાહસિક તરીકે મારી મુસાફરી શરૂ કરી હતી. મારા પતિ અગાઉ ઇ-કોમર્સ ઉદ્યોગમાં કામ કરતા હતા તેથી અમે ઓનલાઇન વેચાણ કરી શકીશું કે તે વિશે થોડી શંકા હતી.
અમને એક રોકાણકારની જરૂર હતી અને અમારે બહુ દૂર સુધી જવુ ન પડ્યુ. મારા કાકાએ વ્યવસાયમાં રોકાણ કર્યું અને ટૂંક સમયમાં, અમારી પાસે અમારા ઉત્પાદનો વેચવા માટે અમારી પોતાની વેબસાઇટ હતી. પરંતુ અમારા ઉત્પાદનો ને બજારમાં દ્રશ્યતા આપવા માટે અમારી પાસે યોગ્ય માર્ગદર્શન ન હતું. ત્યારે જ અમે ફ્લિપકાર્ટ તરફ વળ્યા. અમારા સંસાધનોને એક સાથે કામે લગાડીને અમે વધુ સારા પરિણામ જોવાની આશા રાખી હતી.
ફ્લિપકાર્ટમાં સામેલ થયા પછી , અમે વેચાણમાં ઉછાળો જોયો. એક સપ્તાહમાં જ, અમને 100 ઓર્ડર મળી ગયા! ફ્લિપકાર્ટે અમને અમારા ગ્રાહક વર્ગને વિસ્તૃત કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. અમારા વ્યવસાયમાં અમને સહાય કરવા માટે એક એકાઉન્ટ મેનેજર અમને સોંપવામાં આવ્યા હતા અને તેણે અમારી સૂચિમાં વધુ કેટેગરીઝ ઉમેરવાની સલાહ આપી. ત્યારે જ અમે ફેશન કેટેગરીમાં અમારી તકોનું અન્વેષણ કરવાનું નક્કી કર્યું હતું.
અમારા એકાઉન્ટ મેનેજર જાણકાર હતા – તેણે અમને બિગ બિલિયન ડેઝના સેલ માટે તૈયાર કર્યા અને ફ્લિપકાર્ટના ગ્રાહક દ્વારા આપવામાં આવેલા ઓર્ડરની મુંઝવણ નાથવા માટે અમારી ઇન્વેન્ટરીને કેવી રીતે ફરી ભરવી તે બતાવ્યું. કોવિડ -19 રોગચાળાએ અમારા વ્યવસાય પર પણ માઠી અસર કરી ત્યારે અમારા વેચાણને ફરી પાટે ચડાવવા માટે તેઓએ સહાય કરી હતી. ફ્લિપકાર્ટ પર એકાઉન્ટ મેનેજરો ખૂબ મદદરૂપ છે અને ફ્લિપકાર્ટ પર વેચવાનુ એક મહત્વપૂર્ણ પાસુ છે – જો આપણે ક્યાંક અટવાઈ જઈએ અથવા જો કોઈ સમસ્યા હોય, તો અમે ફક્ત તેમને સંદેશો મોકલીએ છીએ અને તેઓ મદદ કરવા માટે હાજર હોય છે.
કોવિડ-19 લોકડાઉન દરમિયાન,ફ્લિપકાર્ટે અમને ખાતરી આપી હતી. તે સમયે અમારી પ્રાથમિક કેટેગરી ફૂટવેરની હતી અને અમે ફક્ત ખાદ્ય અને પોષણ વિભાગમાં સુકામેવા વેચવાનું શરૂ કર્યું હતું.
લોકડાઉન પહેલા, અમને સુકામેવા માટે 20-30 ઓર્ડર મળી રહ્યા હતા ત્યારે અમારું મોટાભાગનું વેચાણ ફૂટવેરમાંથી આવતું હતુ. પરંતુ કોવિડ-19 પછી તે બદલાઈ ગયું – અમને અમારા ફૂટવેર કેટેગરી અને અમારો વ્યવસાય કેવી રીતે ટકી શકશે તેની ચિંતા હતી. પરંતુ ફ્લિપકાર્ટે અમને સુકામેવા અને રાશન કેટેગરી વિશે સમજ આપી. લોકડાઉન પછીના પ્રથમ દિવસે, અમને અમારા સુકામેવા માટે 400-500 ઓર્ડર મળ્યાં હતા!
હવે અમે પેકેજિંગ પણ કરીએ છીએ અને સોફ્ટઆર્ટ નામના સુકામેવાની અમારી બ્રાંડ શરૂ કરી દીધી છે. ફ્લિપકાર્ટે અમને આપેલી અનેક તકો માંથી આ તો માત્ર એક ઉદાહરણ છે. જ્યારે લોકડાઉન પ્રતિબંધોએ અમને ફ્લિપકાર્ટ લોજિસ્ટિક્સમાં ઉત્પાદનો પહોંચાડતા અટકાવ્યા હતા, ત્યારે પણ તેઓએ ગમે તે વ્યવસ્થા કરી હતી તેને અમારા ઘરેથી લીધા હતા.
પાછલા 6 મહિનામાં, મારા કુટુંબના સભ્યો કે જેમણે ક્યારેય ઓનલાઈન ખરીદી કરી ન હતી, તેઓએ પણ ઇ-કોમર્સની મદદથી આવશ્યક વસ્તુઓ અને અન્ય ઉત્પાદનો ખરીદવાનું શરૂ કર્યું છે. વ્યવસાયો અને ગ્રાહકો બંને માટે હવે ઓનલાઇન ખરીદી એ શ્રેષ્ઠ અને સલામત ઉકેલ છે.
આના જેવા કોઈપણ સમયે ઉભરતા ઉદ્યોગસાહસિક માટે, હું કહીશ કે તમારે યોગ્ય માર્ગદર્શનની જરૂર છે, જેવું કે ફ્લિપકાર્ટ પાસેથી અમે મેળવ્યુ અને, તમે ઓનલાઇન વિક્રેતા તરીકે વૃદ્ધિ કરશો!
મેં ક્યારેય પણ વિચાર્યું ન હતું કે હું આ રીતે સફળ ઉદ્યોગસાહસિક બનીશ. મને બે વર્ષ પહેલાં ફ્લિપકાર્ટના મહિલા વિક્રેતાઓમાં “શ્રેષ્ઠ ઉદ્યોગસાહસિક” એવોર્ડ મળ્યો હતો. તે એક સારી અનુભૂતિ કે જ્યારે તમે પાંચ ઓર્ડરથી પ્રારંભ કરો છો અને હવે તમને દરરોજના 700 ઓર્ડર મળે છે. અમે નાના પાયે શરૂઆત કરી હતી અને હવે અમારી પાસે એક સમગ્ર ઓફિસ છે. અમે હજી પણ યાત્રાનો આનંદ લઇ રહ્યા છીએ.
પલ્લવી સુધાકર દ્વારા વધારાની માહિતી સાથે જીષ્ણુ મુરલીને કહ્યા અનુસાર.