ઘણા લોકો માટે, ઓનલાઈન પર વેચાણ કરવાનો અર્થ ભારતમાં રહેતા દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો છે. અમુક લોકો માટે, તે જાતિ વિષયક પૂર્વગ્રહને તોડવા અને આઝાદી તરફ મક્કમ પગલું ભરવાની રીત છે. અમારી #સેલ્ફમેડ શ્રેણીની બીજી કથામાં, ફ્લિપકાર્ટ મોનિકા સૈની, દિલ્હીના એમ.પી. મેગા સ્ટોરની માલિકે, ફ્લિપકાર્ટ પર સફળ ઓનલાઈન ઉદ્યોગ સાહસિક બનીને કઈ રીતે પોતાના પરિવારની વર્ષો જૂની માન્યતા કે સ્ત્રીઓએ માત્ર ઘરની કાળજી લેવી જોઈએ તે તોડી.
મોનિકા સૈની, દિલ્હીની ફ્લિપકાર્ટ વિક્રેતા
જે રીતે જિષ્ણુ મુરલીને કહ્યું તે મુજબ
વેપાર શરૂ કરવો તે મારુ એવું પહેલું પગથિયું હતું જે મે કોઇના સહયોગ વિના લીધું હતું. મારા માટે એક મોટી વાત હતી. મારા પતિના મિત્ર મોબાઈલ ફોન્સ અને એસેસરિસ વેચાણનો એક ઓનલાઈન વેપાર ચલાવે છે. મારે પણ મારી પોતાની આજીવિકા કમાવી હતી, પરંતુ મને તેમ કરતાં નિરુત્સાહ કરવામાં આવતી હતી. મારો પરિવાર પણ હું કામ માટે ઘરની બહાર જાઉં તેની વિરુદ્ધ હતો.
હું મધ્ય પ્રદેશના માધવગઢ નામના એક નાના ગામડામાથી આવું છું. ભારતના ગામડાઓ આજે પણ એવી છાપ હેઠળ છે કે છોકરીઓને આજીવિકા કમાવા માટે બહાર ન મોકલવી જોઈએ. મારા પતિ દિલ્હીથી છે પરંતુ જ્યારે હું ત્યાં રહેવા ગઈ, સંજોગો ફરીથી મને નોકરી કરવાના મારગમાં આડે આવ્યા. મારા સાસુ કામ માટે હું ઘરની બહાર જાઉં તે વાત સાથે સંમત નહોતા, પરંતુ તેણીને હું ઘેરથી કોઈ કામ કરું તે વાત બરાબર લાગી. એ સમય હતો જ્યારે મે મારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય કર્યો.
મારા પાડોશમાં ઘણી બધી શાળાઓ છે. અને અહીની શાળાઓ બ્લેકબોર્ડનો ઉપયોગ કરે છે. તેથી મને બ્લેક્બોર્ડ્સ અને વ્હાઇટબોર્ડ્સ શાળાઓને વેચવાનો વિચાર આવ્યો. અને મારા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને, મે બોર્ડ્સ સાથે ચોક અને માર્કર્સ પણ વેચવાનું નક્કી કર્યું. મે વર્ષ 2018 માં ફ્લિપકાર્ટ પર વેચાણ શરૂ કર્યું. તે મારા પતિનું સૂચન હતું -હું જે કરતી હતી તેમાં તે પણ માનવા લાગ્યા અને તેમણે લાગ્યું કે ફ્લિપકાર્ટ એક સારો રસ્તો છે.
જ્યારે મે શરૂઆત કરી ત્યારે મારે થોડા પડકારોનો સામનો કરવો પડ્યો. સામગ્રી ક્યાથી ખરીદવી તે હું નક્કી નહોતી કરી શકતી.
શરૂઆતમાં, મે મારા ઉત્પાદનો જુદા જુદા વેપારીઓ પાસેથી લીધા. પરંતુ હવે, હું માત્ર એક જ વેપારી પાસેથી મેળવું છું. ઓનલાઈન વેચાણે મને એક વેપાર કઈ રીતે ચાલે છે તે વિષે ઘણું બધુ શીખવ્યું.
અત્યાર સુધીની સફરમાં મે એટલું બધુ શિખયું છે. હું ટેકનૉલોજિ સાથે અનુકૂળ થઈ છું – જ્યારે મે શરૂઆત કરી, હું કોમ્પ્યુટરથી ખાસ કામ નહોતી કરી શક્તિ અને મારા પતિએ મને મદદ કરવી પડતી હતી. પરંતુ હવે, હું માત્ર મારા પગ ફાગ આખો ધંધો ચાલવું છું. અને મારા ધંધાની વૃદ્ધિ સાથે તાલ મેળવવા મારે ઝડપથી શીખવું પડ્યું. જ્યારે મે ઓનલાઈન વેચાણની શરૂઆત કરી, હું દરરોજ 1 થી 2 ઓર્ડર્સ મેળવતી હતી, પરંતુ હવે મારે એક દિવસમાં લગભગ 22 જેટલા ઓર્ડર્સની જરૂરિયાતોને પહોંચી વળવું પડે છે. મારી વૃદ્ધિએ મારા સાસુને પણ પ્રેરિત કર્યા છે. હવે જ્યારે હું ધંધાનો વિકાસ કરું છું ત્યારે તેણી મારા બાળકની સંભાળ લે છે.