જ્યારે માઇક્રોબાયોલોજીના સ્નાતક સૃષ્ટિ મિશ્રા લગ્ન કર્યા પછી મુંબઇ ગઈ ત્યારે યુટ્યુબના વીડિયો જોતી વખતે તેને ઘરેણાં બનાવવામાં રસ જાગ્યો હતો. ટૂંક સમયમાં જ તેણે તેને એક શોખ તરીકે અપનાવ્યો અને તેમાંથી કમાવવાનું નક્કી કર્યું. ત્યારે તેણે #સેલ્ફમેડ ફ્લિપકાર્ટ વિક્રેતા તરીકે સાઇન અપ કર્યું. તેની પ્રેરણાદાયી વાર્તા વાંચો
મારું નામ સૃષ્ટિ મિશ્રા છે.. હું દહેરાદૂનની છું અને હું એક સફળ ઓનલાઇન વ્યવસાય ચલાવુ છું. હું માઇક્રોબાયોલોજીમાં અનુસ્નાતકની ડિગ્રી ધરાવુ છુ અને મારો વ્યવસાય શરૂ કરતા પહેલા હું પ્રયોગશાળામાં કામ કરતી હતી. મારા લગ્ન થયા કે હું મુંબઇ રહેવા આવી ગઇ હતી. એક દિવસ, જ્યારે હું થોડા યુટ્યુબ વિડિઓઝનો આનંદ લઈ રહી હતી, ત્યારે મને આશ્ચર્ય થયું કે શું હું ઘરેણાં બનાવવાનું શીખી શકું. મને જોઈતા વિડિઓઝ મળી ગયા અને શોખ તરીકે ઘરેણાં બનાવવાનું મેં મારી જાતે શીખી.
હું કાનની બુટીઓ અને બંગડીઓ બનાવું છું. હું ડિઝાઇન કરતી વખતે ઘણી કાચી સામગ્રીનો ઉપયોગ કરું છું. મેં તેને એકદમ ઝડપથી કામ ઉપાડ્યું હતુ અને તેમાં સારી એવી કુશળ બની ગયી. પછી એક દિવસ, જ્યારે હું મોલમાં વેચાતા કેટલાક ઘરેણાં પર બ્રાઉઝીંગ કરતી હતી, ત્યારે મેં તેમાં મારા જેવી ડિઝાઇન જોઇ. અને મેં જોયું કે ત્યાંના અન્ય ગ્રાહકો તે ડિઝાઇન માટે ખૂબ ઉત્સુક હતા. ત્યારે જ મેં જે ઘરેણા બનાવતી હતી તેને ઓનનલાઇન વેચવાનું નક્કી કર્યું. મેં જેબીએન ફેશન ગેલરી કંપની શરૂ કરી અને 2017માં ફ્લિપકાર્ટ સાથે ભાગીદારી કરી.
મને મારા ઘરેણાં મારા વિસ્તારના સ્ટોર પર અથવા કોઈ દુકાનમાં વેચવામાં ક્યારેય રસ ન હતો. ઓનલાઇન એન્ટરપ્રાઇઝ વ્યવસાયના માલિક પાસે વિશાળ ગ્રાહક વર્ગ લાવે છે તેના વિશે મને પહેલેથી જ જાણ હતી. આ ઉપરાંત, જો તમે ઓનલાઇન વેચાણ કરી રહ્યા હોય તો ઓફલાઇન વ્યવસાય ચલાવવાની તુલનામાં ઓછી ચિંતા રહે છે. હું મારો વ્યવસાય ઘરેથી આરામથી ચલાવી રહી છું. આજે બધું ડિજિટલ છે અને દરેકલોકો ઓનલાઇન ખરીદી કરે છે. બીજી વસ્તુ જે મેં શીખી તે હતી કે જ્યારે તમે કોઈ સફળ ઓનલાઇન વ્યવસાય ચલાવી રહ્યાં હોય, ત્યારે તમે ગ્રાહક ડેટાનો અભ્યાસ કરી શકો છો અને પ્રવાહ સાથે તાલ મિલાવી શકો છો.
ફ્લિપકાર્ટ મારા વ્યવસાયમાં મને ખૂબ મદદ કરે છે. તેઓ તમારી પ્રગતિ પર દેખરેખ રાખે છે અને તમને તમારા વ્યવસાયમાં વૃદ્ધિ કરવામાં સહાય કરે છે. મારા કિસ્સામાં, હું જે વિવિધ જ્વેલરીની ઓનલાઇન સૂચિબદ્ધ કરતી હતી તેમાં વધારો કરવાની જરૂર હતી અને તેઓએ મને કઈ અન્ય કેટેગરી પણ હું સૂચિબદ્ધ કરાવી શકું તે ઓળખવામાં સહાય કરી હતી.
જ્યારે મેં વ્યવસાય શરૂ કર્યો, ત્યારે મેં 5,000 નું રોકાણ કર્યું હતુ. હવે હું દર મહિને રૂ. 10,000 કમાઉ છું. મને છેલ્લા બિગ બિલિયન ડેઝના વેચાણનો સરસ અનુભવ થયો. હું મહિલાની એક્સેસરીઝ જેમ કે હેન્ડબેગ્સ, પર્સ, વોલેટ્સ વગેરેમાં વધુ કેટેગરીઝ ઉમેરવાનું વિચારી રહી છું. મારું કુટુંબ ખૂબ સહયોગી છે. હું પરિવારમાં વ્યવસાયતી તરીકે સૌપ્રથમ વ્યક્તિ હોવાનો તેમને ગર્વ છે.
જીશ્નુ મુરલીને કહ્યા અનુસાર
સૃષ્ટિના જેવી વધુ વાર્તાઓ વાંચવા માંગો છો? અહીં ક્લિક કરો.