જ્યારે આશિષ સૈનીએ તેનો વ્યવસાય ઓનલાઇન કર્યો ત્યારે તેણે દૈનિક 10 ઓર્ડર સાથે શરૂઆત કરી હતી. આજે, આ ફ્લિપકાર્ટ વિક્રેતા દૈનિક 10,000 થી વધુ ઓર્ડર પહોંચાડે (ડીસપેચ કરે) છે! તેનાં એકાઉન્ટ મેનેજરોના સહયોગ સાથે, તેણે ફ્લિપકાર્ટ પર વૃદ્ધિ અને દૃશ્યિતાનાં રહસ્યોને ખુલ્લા કર્યા છે. બિગ બિલિયન ડેઝ 2020 દરમિયાન, તેની જૂતાની બ્રાન્ડ શેવિટે કરોડોની આવકને પાર કરીને નવો વિક્રમ (રેકોર્ડ) સ્થાપિત કર્યો હતો. આ તેની વાર્તા છે.
મારું નામ આશિષ સૈની છે. હું દિલ્હીથી છું અને ફ્લિપકાર્ટ વિક્રેતા બનતા પહેલા મેં એક એમએનસી (MNC) સાથે કામ કર્યું હતું. તેને છોડ્યા બાદ, મેં પગરખાં (ફૂટવેર) ઉદ્યોગમાં પ્રવેશ કર્યો અને મારી કંપની ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હું શેવિટ બ્રાન્ડ નામ હેઠળ પુરુષોની કેઝ્યુઅલ અને સ્પોર્ટ્સ ફૂટવેર શ્રેણીમાં જૂતા વેચું છે.
ફ્લિપકાર્ટ વિક્રેતા તરીકે નોંધણી કરાવી ત્યારથી જ, મારી બ્રાન્ડમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. અમારી સફળતાનો મોટો હિસ્સો અમારા એકાઉન્ટ મેનેજરો અને ફ્લિપકાર્ટ સપોર્ટ ટીમના ફાળે જાય છે. વધતા જતા વેચાણથી લઈને અમારા દ્વારા ઓફર કરાતા જૂતાઓની વિવિધતા સુધી, એવું લાગે છે કે અમે ફ્લિપકાર્ટ સાથે ભાગીદારી કરી ત્યારથી આંખના પલકારામાં વૃદ્ધિ મેળવી છે!
ફ્લિપકાર્ટની શોધ, દૃશ્યિતા (વીઝીબ્લીટી)ની શોધ
અમે 10 ઓર્ડર સાથે પ્રારંભ કર્યો હતો અને આજે અમે દૈનિક 10,000 થી વધુ ઓર્ડર મોકલીએ છીએ. ભૂતકાળમાં નજર ફેરવતા, મારી યાત્રા કોઈ ચમત્કાર કરતા ઓછી રહી નથી! શરૂઆતમાં, અમે અન્ય પ્લેટફોર્મ સાથે ઇ-કોમર્સ વ્યવસાય દ્વારા અમારી રીતે અનુભવ કર્યો. પરંતુ થોડા વર્ષોમાં, મારું ધ્યાન શીર્ષ-રેટેડ ફ્લિપકાર્ટ વિક્રેતા બનવા પર કેન્દ્રિત રહ્યું કારણ કે ફ્લિપકાર્ટનો ગ્રાહક આધાર (બેસ) અને ઘસારા (ટ્રાફિક)ની સંખ્યા ખરેખર મોટી છે. ઉપરાંત ફ્લિપકાર્ટ ગ્રાહક મૈત્રીપૂર્ણ એપ ધરાવે છે. અમે ફ્લિપકાર્ટ પર 2015-16માં નોંધણી કરાવી હતી, પરંતુ 2018માં પ્લેટફોર્મ પર સક્રિય થયા હતા અને 2019 પછીથી એવોર્ડ જીતવાનું શરૂ કર્યું.
ફ્લિપકાર્ટ વિક્રેતા બન્યા પછી, હું શીખી ગયો છું કે કિંમતોમાં ઘટાડો કરવો એ ઓર્ડર મેળવવાનો અથવા દૃશ્યિતા પ્રાપ્ત કરવાનો માર્ગ નથી. પ્રસિદ્ધિમાં આવવાં (હાઇલાઇટ થવા) માટે તમારે સારી સેવા પ્રદાન કરવી આવશ્યક છે. અન્ય પ્લેટફોર્મ પર, ફક્ત કિંમતોમાં ઘટાડો કરવાથી કામ બની શકે છે, પરંતુ ફ્લિપકાર્ટ પર એથી ઘણું વિશેષ કરવામાં આવે છે.
ફ્લિપકાર્ટ પર દૃશ્યતાને અનલોક કરવામાં સહાય કરવામાટે એકાઉન્ટ મેનેજરોનું મહત્ત્વ છે. બિગ બિલિયન ડેઝ વેચાણ, જે ઘસારો (ટ્રાફિક) ઉત્પન્ન કરે છે તેનાથી, અમને અભૂતપૂર્વ વૃદ્ધિ મેળવવામાં મદદ મળી છે. ગયા વર્ષે, અમે અમારી શ્રેણીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને વેચાણ અને દ્રશ્યતાની દ્રષ્ટિએ ટીબીબીડી (TBBD) 2020 એ મારી કંપની માટે ઉત્તમ પ્રોત્સાહન હતું. આજે, જ્યારે તમે ફ્લિપકાર્ટ પર કેઝ્યુઅલ પગરખાં જુઓ છો, ત્યારે તમને શેવિટ જૂતા પ્રથમ પૃષ્ઠ પર દેખાશે!
ફ્લિપકાર્ટ તરફથી આંતરદૃષ્ટિ સાથે વધુ વેચાણ
મારા જેવા વિક્રેતાઓ કેટલીકવાર ઇ-કોમર્સ માટે કેવો અભિગમ અપનાવવો તે જાણતા નથી અને તે એકાઉન્ટ મેનેજરો જ છે જે આ ખાલી જગાને ભરે છે, અને અમને પ્રોજેક્શન, વેચાણ, જથ્થા અને ઉચ્ચ-વેચાણની તારીખોની દ્રષ્ટિએ વિચાર આપવામાં મદદ કરે છે. તેમના ઇનપુટ્સ મુજબ, અમે અમારી ઇન્વેન્ટરી, પેકેજિંગ સામગ્રી અને સ્ટોક જાળવીએ છીએ, અને તે મુજબ કર્મચારીઓ (સ્ટાફ)ને પણ કામ પર રાખીએ છીએ. તેઓ બજારના વલણોનું વિશ્લેષણ પણ કરે છે, જેનાથી ગ્રાહકો સંભવિતપણે જે ખરીદશે તે ઉત્પાદનોની ઓફર કરવામાં અમને મદદ મળે છે.
અભૂતપૂર્વ વૃદ્ધિ
ફ્લિપકાર્ટ વિક્રેતા તરીકે, મેં 2 થી 3 વર્ષમાં 10x વૃદ્ધિ જોયેલી છે. 2018 માં, અમારી પાસે ફ્લિપકાર્ટ પર દરરોજ 1,500-2,000 ઓર્ડર હતા. જે વધીને 2019 માં દરરોજના 5,000-6,000 ઓર્ડર થાય છે અને આજે, અમે દરરોજ 10,000 ઓર્ડરને સંભાળીએ છીએ. જો તમે મોકલવામાં આવેલ જોડી nએ ગણતરીમાં લો, કારણ કે અમે ઘણાં બધા કોમ્બો સોદા ઓફર કરીએ છીએ, તો આ આંકડો દિવસમાં 40,000 થી વધુ થઇ જશે.
એક ફ્લિપકાર્ટ વિક્રેતા તરીકે મારા માટે બિગ બિલિયન ડેઝ 2020 અત્યંત રોમાંચકારી રહ્યો છે. અમે ફક્ત 7-8 દિવસમાં 5 કરોડ ડોલરથી વધુની આવક કરી છે. શેવીટ જૂતા ફ્લિપકાર્ટના હોમપેજ પર પણ આવ્યા છે, જ્યાં શીર્ષ વેચાણવાળા ઉત્પાદનોને દર્શાવવામાં આવે છે.
પાછલા દિવસમાં, હું મારા કર્મચારીઓ સાથે બેસતો હતો અને પગરખાં પેક કરતો હતો. હું પોતેથી એક પછી એક ઇન્વોઇસ પણ બનાવતો હતો. આજે, મારી પાસે મારા વ્યવસાયમાં 150 લોકોની ટીમ કાર્યરત છે. અમારા એકાઉન્ટ મેનેજરની સલાહથી, અમે વૈવિધ્યસભર બન્યા છીએ અને હવે પેકિંગ, રિટર્ન, ડિસ્પેચ, ઇન્વોઇસિંગ, અને અન્ય કામો માટે વિવિધ ટીમો છે. પ્રત્યેક વિભાગમાં નિરીક્ષકો (સુપરવાઇઝરો) મૂકતાં અમે કાર્યક્ષમ રહીએ છીએ. અમે ઉત્તમ ગ્રાહક સમીક્ષાઓ અને રેટિંગ્સ માટે પ્રયત્ન કરતા રહીએ છીએ.
શેવિટ બિઝનેસ-તૈયાર હોવાના સંદર્ભમાં, અમારો અભિગમ, ખાસ કરીને ધ બીગ બિલિયન ડે 2020 દરમિયાન, સંગ્રહણ (સ્ટોક અપ) કરવાનો હતો. અમારી પાસે 20 લાખથી વધુ પગરખાં (ફૂટવેર)નાં નંગ સ્ટોકમાં છે અને અમે દરરોજ 30,000-40,000 નંગ પ્રસાર (સર્ક્યુંલેશન)માં રાખીએ છીએ.
સલામતી પ્રથમ
અમે કોવિડ માટે પણ તૈયાર છીએ! એક ફ્લિપકાર્ટ વિક્રેતા તરીકે, હું કોઈ સમાધાન ઇચ્છતો નથી: મારા સ્ટાફના બધા સભ્યોને ફેસ માસ્ક સાથે કામ કરવા આવવું જરૂરી છે. દર 1.5 કલાકે, નિયુક્ત કરેલ કર્મચારી સભ્ય દરેક ફ્લોર પર સેનિટાઈઝેશન (સેનિટાઇઝર છાંટણી)ની દેખરેખ રાખે છે. સમય નોંધણી ચોપડો (ટાઇમિંગ રજિસ્ટર) અમને અમારા સેનિટાઈઝેશન પ્રોટોકોલ્સનો લોગ જાળવી રાખવામાં મદદ કરે છે અને કર્મચારી કામ પર આવે તે પહેલાં, તેઓ બપોરના ભોજન માટે જાય છે ત્યારે અને જ્યારે તેઓ ઘરે પાછા જાય છે ત્યારે અમે કાર્યાલય ક્ષેત્રને જંતુમુક્ત કરીએ છીએ. અમારા ડોક ક્ષેત્રને પણ દિવસમાં 3 વખત સેનિટાઈઝ કરવામાં આવે છે.
લોકડાઉન દરમિયાન, અમને ચોક્કસપણે વેચાણમાં મંદીનો અનુભવ થયો, પરંતુ જેમ જેમ અર્થતંત્ર ખૂલ્યું છે, અને ફ્લિપકાર્ટના ઇનપુટ્સ અને પ્રોજેક્શન સાથે, અમે પાછી વૃદ્ધિ કરી છે, ખાસ કરીને બિગ બિલિયન ડેઝના વેચાણમાં. તેથી જ ફ્લિપકાર્ટના અન્ય વિક્રેતાઓને મારી સલાહ છે: એ સુનિશ્ચિત કરો કે તમે ઈન્વેન્ટરી સ્ટોક કરો છો અને તમારા એકાઉન્ટ મેનેજરની સાંભળો અને તેની પાસેથી શીખો!
એક વ્યક્તિગત નોંધ પર, મારો પરિવાર ફ્લિપકાર્ટ અને ધ બીગ બિલિયન ડેઝ બદ્દલ ખૂબ ઉત્સાહી છે. હું ઘણીવાર મારા પાછલા જીવન અને શિક્ષણને યાદ કરું છું. જ્યારે મેં દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.કોમ (ઓનર્સ)માં સ્નાતક થયો, ત્યારે મારા પરિવારે મને એન્જિનિયરિંગ પણ કરાવ્યું. પરંતુ તેમાંથી કોઈ પણ ડિગ્રી મારા માટે કામ ન આવી – ફક્ત ફ્લિપકાર્ટ વિક્રેતા હોવું જ ઉપયોગમાં આવ્યું છે!