ફ્લિપકાર્ટ નકલી પ્રોડક્ટ વેચી રહ્યું છે તે અંગે ચાલી રહેલી ઑનલાઇન ચર્ચામાં શું કોઇ હકીકત રહેલી છે? શું તમે આ દાવાઓ પાછળ રહેલી વાસ્તવિક હકીકતો સમજવા માટે કોઇ ગંભીર પ્રયત્નો કર્યા છે? આ તમામ સવાલોના જવાબ મેળવવા આ લેખ વાંચો
ફ્લિપકાર્ટ કૌભાંડ, ફ્લિપકાર્ટ દગાબાજી, ફ્લિપકાર્ટ છેતરપિંડી, ફ્લિપકાર્ટ ઠગાઇ. આ કેટલાક આવિષ્કાર કરેલા શબ્દો છે જે વેબ અને સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. ઇન્ટરનેટ વપરાશકર્તાઓ ફ્લિપકાર્ટ ખરેખર fake products વેચે છે કે નહીં તે અંગે ચર્ચા કરી રહ્યા છે ત્યારે પ્રિય ગ્રાહકો આ એક પ્રશ્ન તમારા માટે છે. શું તમે આ આક્ષેપો સાચા છે કે નહીં તે જાણવા માટે પૂરતા પ્રમાણમાં ઊંડાણપૂર્વક તપાસ કરી છે? જો તમે ન કરી હોય તો અમે તે સમજીએ છીએ. આ પ્રકારના કિસ્સાઓ પ્રત્યે પ્રતિક્રિયા કરવી તમારા માટે સ્વાભાવિક છે. અને આવા ફેલાઇ રહેલા દાવાઓ પાછળ રહેલા મૂળ કારણો તપાસવાનું કામ ચોક્કસપણે તમારું નથી. આ લેખ, આથી, તે પ્રશ્નોના જવાબ આપે છે જે તમને – અને અમને હેરાન કરી રહ્યા છે. આ સીધે-સીધી તે બાબત પણ દર્શાવે છે કે અમે ફ્લિપકાર્ટ ખાતે આ સમસ્યા બાબતે માત્ર હાથ પર હાથ રાખીને બેસી રહ્યા નથી. અમે તમારી ચિંતાઓ ગંભીરતાપૂર્વક ધ્યાન ઉપર લઇ રહ્યા છીએ.
નકલી પ્રોડક્ટ સંબંધિત તમારી ચિંતાઓનું નિવારણ ફ્લિપકાર્ટ કેવી રીતે કરે છે તે સમજવા માટે આગળ વાંચો.
સોશિયલ મીડિયા ટાઇમલાઇન અને ઇન્ટરનેટ ચર્ચા ફોરમો ઑનલાઇન શોપિંગ સાઇટ ઉપર વેચાતી કેટલીક પ્રોડક્ટની અધિકૃતતા સામે પ્રશ્નાર્થ પેદા કરતી ફરિયાદો અને ઉગ્ર સંવાદોથી ભરપૂર છે. દરરોજ નકલી પ્રોડક્ટ, બનાવટી વેપારીઓ, અને ઓરિજનલ બ્રાન્ડની પ્રોડક્ટની નકલ અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. ઉપર અમારો શૈક્ષણિક લેખ વાંચો.
આ બાબતે નિરાશા વ્યાપેલી જોવા મળે છે કે કેવી રીતે ફ્લિપકાર્ટ જેવી ઑનલાઇન માર્કેટપ્લેસ તેમના પ્લેટફોર્મ ઉપર વેચાતી પ્રોડક્ટની ગુણવત્તા અંગે કથિતપણે બેદરકાર રહી શકે. ફ્લોપકાર્ટ, ફેકકાર્ટ અને ફ્રોડકાર્ટ ઇન્ટરનેટ પર ફેલાયેલા કેટલાક શબ્દો છે. આ બાબતે અમે તમારી સર્જનાત્મકતાની પ્રશંસા કરીએ છીએ અને તમારી સાથે હસીએ પણ છીએ, પરંતુ અમે આ બાબત ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન ઉપર લઇએ છીએ. આ સમસ્યા અમારા ધ્યાન ઉપર લાવવામાં આવી હતી તે પહેલા જ અમે તેની સત્યતા શોધવા માટે ઊંડાણપૂર્વક અને ગહન તપાસ શરૂ કરી હતી. શું ફ્લિપકાર્ટ ઉપર વેચાણકર્તાઓ ખરેખર નકલી પ્રોડક્ટ વેચી રહ્યા હતા?
નકલી ઉત્પાદનોની રચના શું કરે છે ?
ઑનલાઇન નકલી પ્રોડક્ટના વિષયમાં ઉતરતાં પહેલા ‘નકલી’ શબ્દનો અર્થ શું છે તે સમજવો આવશ્યક છે. નકલી માટે લોકપ્રિય ઑનલાઇન વ્યાખ્યા તેનો અર્થ ‘અસલ નહીં; નકલ કરેલી અથવા બનાવટી’ હોવાનું જણાવે છે. તેની શાબ્દિક વ્યાખ્યા ઉપરાંત, તમે ઑનલાઇન જૂઓ છો તે પ્રોડક્ટના સંદર્ભમાં તેનો અર્થ શું છે?
નકલી પ્રોડક્ટનો અતિરેક ઑનલાઇન રિટેલ ઉદ્યોગના સૌથી મોટા પડકારો પૈકીનો એક છે. લાક્ષણિક રીતે, આ પ્રોડક્ટ અસલ હોય તેવું દેખાય છે પરંતુ હકીકતમાં તે નિમ્ન ગુણવત્તાની નકલ છે, જેને તેના કેટલાક ઉત્પાદનકર્તાઓ ઓરિજનલ બ્રાન્ડની પ્રોડક્ટ તરીકે વેચવાનો પ્રયાસ કરે છે. ઑનલાઇન ખરીદી કરી રહેલાં ગ્રાહકને દર્શાવેલી તસવીરો જાણે કે તે ઓરિજનલ હોય તેવી જ દેખાઇ શકે છે. તસવીરો અને તેનું વર્ણન ઓરિજનલ બ્રાન્ડના લક્ષણો – લોગો, પેકિજિંગ અને ટ્રેડમાર્કની નકલ હોવાના કારણે કોઇ તફાવત દેખાતો નથી. નિઃસહાય ઑનલાઇન ખરીદકર્તાને આવી પ્રોડક્ટ અલગ તારવવામાં મુશ્કેલી પડી શકે છે.
અમે સમજીએ છીએ કે આ ‘બનાવટી પ્રોડક્ટ’ માત્ર મોટું નામ ધરાવતી બ્રાન્ડની પ્રતિષ્ઠાને જ હાનિ પહોંચાડતી નથી પરંતુ ગ્રાહકને પણ નાણાંકીય અને ભાવનાત્મક એમ બન્ને રીતે આઘાત પહોંચાડે છે. આથી એક બાબત સ્પષ્ટ છે જે તમારે જાણવી જોઇએઃ ઑનલાઇન વેચાણકર્તા, જો ફ્લિપકાર્ટ ઉપર નકલી પ્રોડક્ટ વેચતો મળી આવે તો, તાત્કાલિક તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે અને સાઇટ ઉપર તેનું વેચાણ નિલંબિત કરવામાં આવે છે.
તમે નકલી ઉત્પાદનને fakeનલાઇન કેવી રીતે શોધી શકો છો?
તે હકીકતનો સ્વીકાર કરવો જ રહ્યો કેઑનલાઇન શોપિંગ કરતી વખતે નકલી પ્રોડક્ટ ઓળખવી સરળ કામગીરી નથી, ખાસ કરીને ત્યારે જ્યારે તમે શોપિંગની મોસમ અથવા સેલ દરમિયાન શોપિંગ કરી રહ્યા હોવ . જો તમને પ્રોડક્ટ અંગે ખાતરી ન હોય અને એવું લાગતું હોય કે તેમાં કંઇક ખૂટે છે, તો આ ત્રણ બાબતો છે જે અંગે તમે પ્રાથમિક સ્તરે તપાસ કરી શકો છો.
પ્રથમ પગલું: તેને નજીકથી જુઓ
ઓરિજનલ પ્રોડક્ટની નકલ ખૂબ જ ચતુરાઇપૂર્વક ડિઝાઇન કરેલી હોય છે. પ્રથમ દ્રષ્ટીએ તે અસલ વાસ્તવિક વસ્તુ જેવી જ દેખાઇ શકે છે. આથી, પ્રોડક્ટનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા સમય લો, પ્રોડક્ટનું વર્ણન વાંચો અને બ્રાન્ડનું નામ, લોગોટાઇપ અને અન્ય ડિઝાઇન ચકાસો જે ખૂટતી હોય.
બીજું પગલું: સસ્તા કિંમતના ઉત્પાદનોનો અર્થ નકલી ઉત્પાદનો હોઈ શકે છે
ભારતમાં, કિંમતો મુખ્ય પરિબળ છે જે ખરીદીના નિર્ણયોને સંચાલિત કરે છે. યુક્તિબાજો આ માનસિકતા સારી રીતે જાણે છે. આથી, જો પરિચિત બ્રાન્ડની પ્રોડક્ટ અવિશ્વસનીય ડિસ્કાઉન્ટ પર વેચાતી હોવાનું તમારા ધ્યાન ઉપર આવે તો તરત લલચાઇ ન જશો. સાવધાન રહો. અન્ય વેચાણકર્તા તરફથી ઑફર કરાતી કિંમતો સામે આ કિંમતની સરખામણી કરો અને તેના કદ, વજન અને વિસ્તાર જેવી વિશેષતાઓની ઉલટ તપાસ કરો. કેટલીક વખત, વેચાણકર્તા ઓછી કિંમતે વેચાણનું લાઇસન્સ ધરાવતો હોઇ શકે છે. આ કિસ્સામાં, પ્રોડક્ટ અસલ હોઇ શકે છે. જો ન હોય તો તમારી શંકા વ્યાજબી હોઇ શકે છે.
ત્રીજું પગલું: વિક્રેતા રેટિંગ અને ઉત્પાદન સમીક્ષા
અનેક લોકો પ્રોડક્ટના રેટિંગ અથવા રિવ્યુની વિશ્વસનીયતા સામે દલીલ કરી શકે છે, જો કે તે પ્રોડક્ટની પ્રમાણિકતા અંગેનો નિર્ણય લેવા માટે અધિકૃત માહિતીનો નિર્વિવાદિત સ્રોત છે. તમારા મનમાં પેદા થતી શંકાઓના સમાધાન માટે અને પ્રોડક્ટની વિશ્વસનીયતાનો ખ્યાલ મેળવવા માટે પ્રોડક્ટ લિસ્ટિંગ પેજ ઉપર રિવ્યુ અને રેટિંગ ચકાસવા માટે પૂરતો સમય લો. હંમેશા સૌથી પોઝિટિવ રિવ્યુ ધરાવતા વેચાણકર્તા પાસેથી ખરીદો. ફ્લિપકાર્ટ ઉપર પ્રોડક્ટ રિવ્યુના કિસ્સામાં, હંમેશા પ્રમાણિત ખરીદકર્તા રિવ્યુ તપાસો કારણ કે તે પ્રોડક્ટના પ્રમાણિત કરેલા ખરીદકર્તાઓ દ્વારા કરાયેલા હોય છે. જો લિસ્ટેડ પ્રોડક્ટ પ્રમાણિત ખરીદકર્તાઓ દ્વારા કરાયેલા પોઝિટિવ રિવ્યુ ધરાવતા હોય તો તમે ખાતરીપૂર્વક જણાવી શકો છો કે તે નકલી પ્રોડક્ટ નથી.
ફ્લિપકાર્ટ નકલી ઉત્પાદનોને કેવી રીતે હલ કરે છે ?પ્રોડક્ટ
ફ્લિપકાર્ટે નકલી પ્રોડક્ટ શોધવા અને તેને સદંતર દૂર કરવા અનેકવિધ તપાસ હાથ ધરે છે. આ પગલાંઓને વ્યાપકપણે સક્રિયાત્મક અને પ્રતિક્રિયાત્મક તપાસમાં વર્ગીકૃત કરી શકાય અને તેમાં સ્વયંસંચાલિત અને મેન્યુઅલ તપાસબિંદુઓ એમ બન્નેનો સમાવેશ થાય છે. એક સમર્પિત ટીમ નિરંતરપણે ફ્લિપકાર્ટ ઉપર વેચાતી પ્રોડક્ટની વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરે છે અને નકલી પ્રોડક્ટના નાનામાં નાના બનાવ/ચેતવણી ઉપર કાર્યવાહી કરવામાં આવે છે.
જો પ્રોડક્ટ નકલી હોવાનું મળી આવે તો વેચાણકર્તાના સમગ્ર પોર્ટફોલિયો સાથે તાત્કાલિક તમામ લિસ્ટિંગ વેબસાઇટ પરથી દૂર કરવામાં આવે છે. ત્યારબાદ આ કેસ આંતરિક તપાસ શાખાને સુપરત કરવામાં આવે છે, જે વેચાણકર્તા ઉપર તપાસ હાથ ધરે છે. જો પ્રોડક્ટ નકલી હોવાનું સાબિત થાય અને તેને પ્રોત્સાહન આપવા બદલ વેચાણકર્તા દોષિત સાબિત થાય તો, તે/તેણીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે છે. આવા બ્લેકલિસ્ટ કરેલા વેચાણકર્તાને ભવિષ્યમાં ક્યારેય ફ્લિપકાર્ટ ઉપર પોતાની કામગીરી કરવા પરવાનગી અપાતી નથી.
નકલી પ્રોડક્ટ ઉપર નજર રાખવા માટે ફ્લિપકાર્ટ દ્વારા વિકસાવવામાં આવેલી અન્ય એક વ્યવસ્થા સેલર રેટિંગ મેકેનિઝમ છે. આ પ્રક્રિયા ફ્લિપકાર્ટ ઉપર અનૈતિક વેચાણને ઝડપી પાડવા માટે ક્રાઉડસોર્સ અભિગમનો ઉપયોગ કરે છે. ગ્રાહક રેટિંગ, પરત કરેલી વસ્તુની સંખ્યા અને સેલર કેન્સલેશન વેચાણકર્તાની વિશ્વસનીયતા નિર્ધારિત કરવા માટેનો આધાર તૈયાર કરે છે. જો વેચાણકર્તાની રેટિંગ વર્તમાન નિર્ધારિત મર્યાદા કરતાં ઘટી જાય તો આવા વેચાણકર્તાના મુદ્દાને ફ્લેગ કરવામાં આવે છે અને તેની તપાસ હાથ ધરવામાં આવે છે. તપાસ દરમિયાન જો આવા વેચાણકર્તાને દોષપૂર્ણ માનવામાં આવે તો તેને ફ્લિપકાર્ટ ઉપર વેચાણ કરવામાંથી બ્લેકલિસ્ટ કરવામાં આવે છે અને તેમની પ્રોડક્ટના પોર્ટફોલિયોને ડિ-લિસ્ટેડ કરવામાં આવે છે.
ફ્લિપકાર્ટ કેવી રીતે “મિસ્ટ્રી શોપર્સ” વડે બનાવટી પ્રોડક્ટ્સ સૂંઘી રહ્યું છે તે જાણો.
ફોની વેચનારને શું થાય છે?
ફ્લિપકાર્ટ ઉપર વેચાણ કરી રહેલા વેચાણકર્તાઓ નોંધણી કરાવે અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર વેચાણ શરૂ કરે તે પહેલા તેમને ખૂબ જ કડક પ્રમાણીકરણ પ્રક્રિયામાંથી પસાર થવું અનિવાર્ય છે. આ પ્રક્રિયામાં વ્યવસ્થિત બેકગ્રાઉન્ડ તપાસ, વ્યવસાય નોંધણી દસ્તાવેજો અને સંખ્યાબંધ પ્રમાણીકરણ તપાસબિંદુઓનો સમાવેશ થાય છે જે ભારતીય કાયદાઓની સાથે સાથે ઔદ્યોગિક નિયમો અને નિયંત્રણોનું પાલન કરતાં હોવા અનિવાર્ય છે.
ફ્લિપકાર્ટ તેના માર્કેટપ્લેસમાં વેચવામાં આવતી નકલી પ્રોડક્ટના દરેક સાબિત થયેલા કિસ્સાઓ પ્રત્યે ઝીરો-ટોલરન્સની નીતિ ધરાવે છે. અમારી ઓળખ પ્રક્રિયા અને નિયંત્રણો તે બાબત સુનિશ્ચિત કરે છે કે માત્ર પોઝિટિવ ટ્રેક રેકોર્ડ ધરાવતા વેચાણકર્તાઓને ફ્લિપકાર્ટ ઉપર વ્યવસાય હાથ ધરવા પરવાનગી આપવામાં આવે છે. નિયમિત ધોરણે નકલી પ્રોડક્ટના કિસ્સાઓનું નિવારણ અને સમાધાન થાય તે સુનિશ્ચિત કરવા માટે નકલી પ્રોડક્ટ તપાસ ટીમ પણ સતત લિસ્ટિંગની સમીક્ષા કરે છે.
નકલી ઉત્પાદનોના વેચાણ કરનારાઓને શું થાય છે? વધુ જાણવા વાંચો
આ લેખ ફ્લિપકાર્ટ પર સુરક્ષિત અને ઉમળકાભેર ખરીદી કરવા માટે તમને શિક્ષિત કરવા માગે છે.
…
Cartoon by Balraj K N for Flipkart Stories
ALSO READ