અમે હીરો છીએ: આ ફ્લિપકાર્ટ હબ પર, સપોર્ટનું કલ્ચર વિકલાંગ લોકોને વિકાસ માટે સક્ષમ બનાવે છે

Read this article in ಕನ್ನಡ | मराठी | తెలుగు

તેની સપ્લાય ચેનમાં 2,100 થી વધુ વિકલાંગ લોકોને રોજગારી આપીને, ફ્લિપકાર્ટ તેની ઇડીએબી પહેલ સાથે વૈવિધ્યસભર, સમાવિષ્ટ અને સમાન કાર્યસ્થળનું નિર્માણ કરવાનું ચાલુ રાખે છે. આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ પર, અને દરરોજ, તેમની વાર્તાઓ જોવા અને વાંચવા લાયક છે. તેમાંથી દરેક તેમની પોતાની વાર્તાઓના હીરો છે.

Disabilities

હું બોલી અને સાંભળી શકતો નથી – કદાચ તેથી જ દુનિયા મને જોઈ શકતી નથી. પરંતુ જીવન પડકારોનો સામનો કરવા વિશે છે,” અજય સિંહ કહે છે.


જુઓ: ફ્લિપકાર્ટના ઇડીએબી હબની વાર્તાઓ

YouTube player

“આજે પણ આપણા સમાજમાં વિકલાંગ મહિલાઓને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. ખોટી સારવારને કારણે મારા પગમાં ખામી રહી ગઈ. હું આજે પણ લંગડાઈને ચાલું છું. તમે કાં તો તેને તમારું ભાગ્ય માની શકો છો અથવા તેની સાથે લડતા શીખી શકો છો,” સંગીતા કહે છે. “મેં લડવાનું પસંદ કર્યું.”
“મારા બંને હાથમાં આંગળીઓ નથી. પરંતુ હું ક્યારેય મારી જાતને અપંગ માનતો નથી. આજીવિકા માટે મેં ઘણું સહન કર્યું. હું બાંધકામના સ્થળે પથ્થરો અને ઈંટો લઈ જતો હતો અને મારી બંને આંગળીઓ કપાઈ ગઈ,” શેખર કુમાર કહે છે.

તેઓ એવી તકોની શોધમાં હતા કે જે તેમને તેમની પ્રતિભાને સાચા અર્થમાં પ્રદર્શિત કરવા સક્ષમ બનાવે, અને તે ત્રણેયને નવી દિલ્હીમાં ફ્લિપકાર્ટના વિકલાંગ ઈકાર્ટિઅન્સ(eDAB) ડિલિવરી હબ મળ્યું.

ભવિષ્ય સમાવિષ્ટ અને સમાન છે

વિકલાંગ લોકો અસંખ્ય અવરોધોનો સામનો કરે છે જે તેમને સમાજમાં સમાન અને સંપૂર્ણ રીતે ભાગ લેવાથી પ્રતિબંધિત કરે છે. જ્યારે ઘણા બધા કાર્યક્રમો અને જાગરૂકતા અભિયાનો આ વિભાજનને દૂર કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે સામાજિક રીતે બાકાત રહેવું અને કઈક કરવામાં અક્ષમતા વિકલાંગ લોકોનો સામનો કરી રહેલ પ્રયત્નોને જોડે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, દેશમાં 2.68 કરોડ વિકલાંગ વ્યક્તિઓ છે.
તેની એમ્પ્લોયી પોલિસીના કેન્દ્રમાં વર્કપ્લેસની સમાનતા અને વિવિધતા સાથે, ફ્લિપકાર્ટે તેની સપ્લાય ચેઇન ભૂમિકાઓમાં વિકલાંગ લોકો માટે સમાન તકની ખાતરી કરવા માટે 2017 માં ઇડીએબી પ્રોગ્રામ રજૂ કર્યો હતો.
2021 માં, સંપૂર્ણ રીતે વિકલાંગ કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવતુ હબ, જેણે દિલ્હીમાં તેના દરવાજા ખોલ્યા – ભારતમાં સૌપ્રથમ 100 ટકા વિકલાંગ લોકો દ્વારા ચલાવવામાં આવે છે. 50 થી વધુ કર્મચારીઓની સંખ્યા સાથે, આ હબ માત્ર એક દિવસમાં 2,000 ડિલિવરી જ નથી કરતું, પરંતુ 97% ગ્રાહક સંતોષ રેટિંગ પણ મેળવે છે.
ટીમ લીડ્સથી લઈને કેશિયર્સ, ડિલિવરી એક્ઝિક્યુટિવ્સથી લઈને પેકર્સ અને સોર્ટર્સ સુધી, હબમાં દરેક પ્રતિભાશાળી, સક્ષમ અને કુશળ વ્યક્તિ છે.

“એક મિત્રએ મને ફ્લિપકાર્ટ વિશે જણાવ્યું અને ટૂંક સમયમાં જ હું કંપનીમાં જોડાઈ ગયો. ફ્લિપકાર્ટમાં જોડાયા પછી મેં ક્યારેય પાછું વળીને જોયું નથી. આજે હું માનું છું કે હું મારા ચારેય બાળકોને સુરક્ષિત ભવિષ્ય આપી શકીશ,” ફ્લિપકાર્ટ વિશમાસ્ટર અને ચાર બાળકોના પિતા શેખર ઉમેરે છે.

“હું ઘણી નાની-નાની નોકરીઓ કર્યા પછી ફ્લિપકાર્ટમાં જોડાયો. મારા માતા-પિતાના હાથમાં મારો પહેલો પગાર આપીને મારા પગ પર ઊભો રહીને મને જે ખુશી મળી તે અજોડ છે,” અજય, જે ફ્લિપકાર્ટના વિશમાસ્ટર પણ છે, તેની એક ગૌરવપૂર્ણ ક્ષણને યાદ કરતાં કહે છે.
સંગીતા, જે હવે એ જ હબમાં ટીમ લીડર છે, તેણે ઘણી નોકરીઓમાં કામ કર્યું છે. “પરંતુ ફ્લિપકાર્ટ પર, મને મારો પરિવાર મળ્યો છે,” તે ભારપૂર્વક કહે છે.

સપોર્ટનું કલ્ચર

વિવિધ પ્રતિભાઓને સક્રિયપણે પ્રોત્સાહિત અને સમર્થન આપીને, ઇડીએબી પહેલ આજે 2,100 થી વધુ વિકલાંગ લોકો ધરાવે છે જે ફ્લિપકાર્ટની સપ્લાય ચેઇનને મજબૂત બનાવે છે.

ઇડીએબી પ્રોગ્રામ દ્વારા, સાંકેતિક ભાષાના ઇન્ટરપ્રીટર્સની મદદથી સ્પેશ્યલ ક્લાસરૂમ અને ઑન-જોબ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કર્મચારીઓની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. આ કાર્યક્રમ તમામ કર્મચારીઓ માટે સંવેદના સત્રો અને સહાનુભૂતિની તાલીમ તેમજ સપ્લાય ચેઇન સુવિધાઓ બધા માટે સુલભ બનાવવા માટે માળખાકીય ફેરફારોની પણ ખાતરી આપે છે.
વિશમાસ્ટર માટે રચાયેલ ખાસ બેજ અને ફ્લેશકાર્ડ્સ તેમને ગ્રાહકો સાથે સરળ રીતે વાતચીત કરવા સક્ષમ બનાવે છે.
ઈડીએબી હબ પર અને સમગ્ર ફ્લિપકાર્ટ પર, આવકાર, સતત સપોર્ટ અને આદરનું કલ્ચર સંગીતા, અજય અને શેખર જેવા અન્ય ઘણા લોકોને ખરેખર ચમકવા અને જોડાયેલ રહેવા સક્ષમ બનાવે છે. સંગીતા કહે છે, “અમારો સંઘર્ષ અલગ હોઈ શકે છે, પરંતુ અમે બધા અમારી પોતાની વાર્તાઓના હીરો છીએ.”


આ પણ વાંચો: આવકારના અવાજો: પ્રગતિશીલ કાર્યસ્થળની વાર્તાઓ

Enjoy shopping on Flipkart