ઉત્તર પ્રદેશમાં, રોગચાળાની વચ્ચે નાના પરિવારનો વ્યવસાય ગામની જીવાદોરી બની ગયી .

Read this article in বাংলা | English | हिन्दी | தமிழ் | ಕನ್ನಡ | मराठी

જ્યારે મેઘદૂત હર્બલની સ્થાપના 35 વર્ષ પહેલાં લખનઉ નજીકના એક દૂરના ગામમાં કરવામાં આવી હતી, ત્યારે નજીકના લોકો માટે રોજગારીઓનું સર્જન કરવાનો તેનો ઉદ્દેશ હતો. 2020 ના પ્રારંભમાં, જ્યારે વૈશ્વિક રોગચાળાએ તેના અસ્તિત્વના ઉદ્દેશને સંકટમાં મુકી દીધો હતો, ત્યારે પરંપરાગત કુટુંબની માલિકીનો વ્યવસાય, અને હવે ફ્લિપકાર્ટના સમર્થ પાર્ટનરે, કટોકટીને સ્વીકારી લીધી હતી અને મુશ્કેલ સમયને ખાળવા માટે ઇ-કોમર્સનો લાભ ઉઠાવ્યો હતો. ઉત્તર પ્રદેશ સરકાર સાથે હસ્તાક્ષર કરાયેલા એક એમઓયુ હેઠળ ફ્લિપકાર્ટ સમર્થ કાર્યક્રમ દ્વારા સમર્થિત, વિપુલ શુક્લાના પારિવારિક વ્યવસાયે સમાન ઉદ્યોગો માટે આ તકનો લાભ ઉઠાવવા અને સફળતાની પ્રતીતી કરવા માટેનો માર્ગ મોકળો કર્યો છે. તેમની નોંધપાત્ર વાર્તા વાંચો.

Flipkart Samarth

1985માં, વિપુલ શુક્લાના દાદાએ તેમની બધી બચતનો ઉપયોગ ઉત્તર પ્રદેશના લખનઉ શહેર નજીકના એક નિર્જન ગામમાં આયુર્વેદિક ઉત્પાદનું ઉત્પાદન કરવાનો એક નાનો વ્યવસાય શરૂ કર્યો હતો. તે સમયે મેઘદૂત હર્બલ એક સાધારણ સેટ-અપ હતું – તેમાં એક ઓફિસ અને એક ઉત્પાદન પ્લાન્ટ સામેલ હતો જેનો હેતુ નજીકના લોકોને રોજગારી પૂરી પાડવાનો હતો. ટૂંક સમયમાં, તેણે યુપી ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડ (યુપીકેવીઆઇબી)માં નોંધણી કરાવી હતી.

કંપની અને તેના ઘણાં હર્બલ ઉપજો હવે ત્રણ પેઢીઓથી ગામ અને પરિવારનો ભાગ છે, જેનો જવાબદારી દાદાથી પિતા અને હવે વિપુલ અને તેના ભાઈ વિશ્વાસ પર આવી ગઇ છે, જે રોજબરોજનો કારોબાર ચલાવે છે.

ઈ-કોમર્સ પરના અનેક અંતરાયો હોવાનું તે કહે છે, તેમ છતાં, વિપુલ કે જેણે આખરે પરંપરાગત પારિવારિક વ્યવસાયને અપનાવ્યો હતો, જે હર્બલ અને અન્ય કુદરતી પ્રોડક્ટ્સ અને આયુર્વેદિક દવાઓ, ઓનલાઇન બનાવે છે. મેઘદૂત હર્બલ એક વર્ષ પહેલા જ ફ્લિપકાર્ટની સમર્થ પાર્ટનર બની હતી.

ફ્લિપકાર્ટે જુલાઈ 2019માં ભારતના કારીગરો, વણકરો અને હસ્તકલા ઉત્પાદકોને ઇ-કોમર્સ પર લાવવા માટે તેના સમર્થ કાર્યક્રમની શરૂઆત કરી, ધારેલા લાભોને સાથે પોતાના પ્રવેશને સરળ બનાવતા ઓનલાઇન વ્યવસાયની સ્થાપના અને સંચાલનનો ખર્ચ ઓછો થયો હતો. ત્યારથી, ફ્લિપકાર્ટ સમર્થે પ્રતિષ્ઠિત એનજીઓ, સરકારી સંસ્થાઓ અને આજીવિકા અભિયાનો સાથે મળીને ગ્રામીણ ઉદ્યોગસાહસિકો, મહિલા સંચાલિત સાહસો, જુદા જુદા સક્ષમ ઉદ્યોગસાહસિકો, કારીગરો અને વણકરો સહિતના જૂથોને ઓળખવા અને પોતાની સાથે લાવવા માટે સતત કાર્યરત છે.

દેશના ગ્રામીણ અને વંચિત સમાજમાં ક્ષમતા નિર્માણમાં નોંધપાત્ર ભૂમિકા ભજવનારા, ફ્લિપકાર્ટ સમર્થ આજે ભારતભરના 500,000થી વધુ કારીગરો, વણકરો અને સૂક્ષ્મ ઉદ્યોગોની આજીવિકાને ટેકો આપે છે.

2 ઓક્ટોબર, 2019 ના રોજ, ફ્લિપકાર્ટ ગ્રુપેઉત્તર પ્રદેશ ખાદી અને એએમપી’ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડ સાથે એક એમઓયુ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની હાજરીમાં હસ્તાક્ષર કર્યા હતા, જેથી બોર્ડ હેઠળ નોંધાયેલા છે રાજ્યના વણકર અને ગ્રામ ઉદ્યોગોને સહાય કરી શકાય.

“હું કબૂલુ છું કે અમારા ઓનલાઇન અભિયાન શરૂ કરવામાં અમને મોડું થયું હતું,” એમ ઓનલાઇન ક્ષેત્રે શોખ ખાતર ઝંપલાવનાર આત્મશ્રદ્ધા ધરાવતા વિપુલ કહે છે કે “સીધી રીતે કહુ તો અમે મેળવી શકીએ તેવો ટેકાની અમારે જરૂર છે. અમે ફક્ત પ્રાથમિક બાબતો શીખીએ છીએ. ”

રોગચાળમાં અસ્તિત્વ ટકાવીએ છીએ

વિપુલ સમજાવે છે કે જાન્યુઆરી 2020 ના અંતમાં તેમને કોરોનાવાયરસ રોગચાળાની માત્રાના સમાચાર સાંભળવાનું ચાલુ થયુ હતુ. વ્યવસાયો અને ગ્રાહકો બંને માટે આવનારા પડકારજનક સમયને ધ્યાનમાં રાખીને ટીમે તાત્કાલિક એવી પ્રોડક્ટની રજૂઆત કરવાનું નક્કી કર્યું છે જેની અત્યાર સુધી બજારમાં મુકવાની કોઈ યોજના ન હતી.

“અમે ફેબ્રુઆરીના અંતમાં ઉત્પાદન તરીકે સેનિટાઇઝર્સ ઉમેર્યા હતા. તે સમયે અમને અહીં અને ત્યાં થોડો પ્રતિસાદ મળ્યો હતો પરંતુ માર્ચની શરૂઆતમાં તેની માંગમાં ઓનલાઇન વધારો થયો હતો, ”તે યાદ કરતાં તેમણે ઉમેર્યું કે,“ સેનિટાઇઝર્સ માર્કેટમાં પણ અંતર હતું, જેને અમે પડાવી લીધુ હતુ.”

“માર્ચમાં એક તબક્કે, એક જ દિવસમાં અમારું વેચાણ અમે આખા મહિનામાં કર્યું હોત તે હતુ,” તે સમર્થન આપતા કહે છે કે ઓછા સક્રિય ઉદ્યોગો અને ઇ-કોમર્સ દ્વારા મોટા ગ્રાહક વર્ગને સંતોષવાની તકો ઉભી કરવામાં આવી છે, જેના કારણે, તેમની બ્રાંડ વિશે લોકોને પરિચય મળ્યો હતો.

કોઈપણ વ્યવસાય માટે વેચાણ અગ્રતા છે, ત્યારે મેઘદૂત હર્બલનો ઉદ્દેશ નજીકમાં કામ કરતા લોકો માટે રોજગારની તકોનું સર્જન કરવાનો છે. તેની મોટાભાગની ફેક્ટરીના વર્કફોર્સ 10-કિમી ત્રિજ્યામાં રહે છે. ઉત્પાદન પ્લાન્ટ પડોશના 300 લોકોને રોજગારી આપે છે, જેમાં લગભગ 40% મહિલાઓ છે, જેને મોટે ભાગે પેકેજિંગ વિભાગમાં નોકરીએ રાખવામાં આવી છે. જે લોકોએ એમએસસી અથવા અન્ય અનુસ્નાતક ડિગ્રી મેળવી છે તે લોકો લેબમાં અથવા ઉત્પાદનમાં કામ કરે છે.

વિપુલ સમજાવે છે કે, “અમારા ઉત્પાદનો હાથેથી બનાવેલા અને હાથેથી પેક કરેલા છે.

જ્યારે લોકડાઉનની પ્રથમ વખત ઘોષના થઈ ત્યારે કર્મચારીઓ ઉત્પાદન પ્લાન્ટમાં આવવા અસમર્થ હતા. “તે અમારા માટે ચિંતાજનક હતું. પરંતુ અમે સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરવામાં સક્ષમ રહ્યા હતા અને તેમના માટે જરૂરી પાસ મેળવ્યા હતા. અમારા કર્મચારીઓ કામ પર પાછા આવે ત્યારે સલામતીની કડક સાવચેતી રાખવાની ખાતરી પણ કરી હતી” એમ વિપુલ ભારપૂર્વક જણાવે છે.

રોગચાળા વચ્ચે નવી સામાન્ય સ્થિતિને સ્વીકારતા, તમામ કર્મચારીઓ સવલતમાં આવે તે પહેલાં તેમનું થર્મલ-સ્કેન કરવામાં આવે છે અને હવે દર બે કલાકે સેનીટાઇઝ કરવાનુ અને હાથ ધોવાનું ફરજિયાત છે. “ગ્રાહકો અમારા પ્રોડક્ટ્સ 100% સુરક્ષિત છે તેની ખાતરી રાખી શકે છે,” એમ તે આગ્રહપૂર્વક જણાવે છે.

લોકડાઉન દરમિયાન હેરફેર પર પ્રતિબંધોને લીધે, મેઘદૂત હર્બલની તમામ પ્રોડક્ટ્સને પેક કરવામાં આવતી હતી અને લખનૌ પ્લાન્ટથી ભારતભરના ગ્રાહકોને મોકલવામાં આવી હતી. વિપુલ ઉમેરે છે, “અમારી સાથે કામ કરતા દરેક ઇ-કોમર્સની અસરો જોઈને ખુશ હતા.”

પરંપરાગત કૌટુંબિક કારોબારની પુનઃકલ્પના

વિપુલ તેના હર્બલ ઉત્પાદનોની લોકપ્રિયતા વિશે સમજાવતા ભારપૂર્વક જણાવે છે કે, ઠંડી અથવા વાળના ખરવા જેવા સામાન્ય પીડાનો સામનો કરવા માટે કુદરતી અને પરંપરાગત ઉપાયો તરફ વળવાની ભારતીય પરિવારોમાં જૂની વૃત્તિ તરફ ધ્યાન દોરે છે.

 

“આ પરંપરાગત માન્યતા છે જેનાથી ગ્રાહકો અમારી પ્રોડક્ટસ તરફ વળે છે. એકવાર તેઓ પરિણામ જોશે કે વિશ્વાસ પ્રસ્થાપિત થશે,” એમ તેમણે નિરીક્ષણ કરતાં ઉમેર્યું કે, ઇ-કોમર્સે તેને કુદરતી ઉત્પાદન બજારના સંપૂર્ણ નવા વિભાગ સુધી પહોંચવામાં મદદ કરી છે.

“પહેલાં, ઓફલાઇન પહોંચ સાથે, અમારી પ્રોડક્ટ્સ અન્ય ઉપરાંત ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના હિંદીભાષી પટ્ટામાં વેચાતી હતી” એમ તેઓ સમજાવે છે. એકવાર કૌટુંબિક વ્યવસાય ઓનલાઇન થઈ ગયા પછી, મેઘદૂત હર્બલને કર્ણાટક, મહારાષ્ટ્ર અને કાશ્મીરના પણ ગ્રાહકો પાસેથી ઓર્ડર આવતા મળ્યા હતા. “તે ખરેખર સારું લાગ્યું હતુ!” એમ તેઓ ઉદગાર કાઢતા કહે છે. “હવે અમે ભારતભરમાંથી અમારી પ્રોડક્સ વિશે ઇમેઇલ્સ મેળવીએ છીએ.”

આઈઆઈટી (બીએચયુ)ના સ્નાતક, વિપુલ પાસે કૌટુંબિક વ્યવસાય માટે મોટી યોજનાઓ છે, જે ડિગ્રી પ્રાપ્ત થતાંની સાથે જ તે પાછી અપનાવી હતી. “હું આઇઆઇટીમાં ગયો તેનું એકમાત્ર કારણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવું હતું. 9-5ની નોકરી મારા માટે ક્યારેય નહોતી, “તે કહે છે, દેશની એક અગ્રણી સંસ્થામાં પ્રવેશીને શિક્ષણ પ્રાપ્ત કરીને પણ ઘરમાં જ બેસવાનું હોય તો તેમાં દિલની વાત ક્યાં આવે છે.

વધી રહેલા ગ્રાહકો અને ઇ-કોમર્સમાં ઝંપલાવવાની સાથે તેમને વિશ્વાસ છે કે મેઘદૂત હર્બલ આવતા વર્ષોમાં પણ વધુ સારું કામ કરશે. “પહેલા, મોટે ભાગે 40 થી વધુ અને તેથી વધુ ઉંમરના લોકો અમારા જેવા પ્રોડક્ટ તરફ આકર્ષાતા હતા. પરંતુ હવે, કુદરતી પ્રોડક્ટ્સની વધતી માંગ સાથે, 20 વર્ષના યુવાનો પણ તે ખરીદે છે. તે એક સારો સંકેત છે – સ્વીકૃતિનો સંકેત.“

લોકડાઉન હળવું થયા પછી, નિયમિત ધંધામાં પાછા ફરતા પડકારોએ પોતાનો વાજબી હિસ્સો રજૂ કર્યો છે, પરંતુ વિપુલ ફ્લિપકાર્ટ ખાતેના તેમના ભાગીદારોને તેમના ત્વરિત ઉકેલો અને તર્કસંગત સમર્થન માટે શ્રેય આપે છે.

“ફ્લિપકાર્ટ શક્ય દરેક રીતે સહાયક રહ્યું છે,” તે કહે છે. ““ કોઈ દોષ આરોપણ નહિ રેહશે, જે થશે સારું થશે.”

ઉત્તર પ્રદેશ સરકારના સમર્થનથી, ફ્લિપકાર્ટના સમર્થ પ્રોગ્રામનો હેતુ છે કે વિપુલના જેવા વધુ નાના ઉદ્યોગોને પ્લેટફોર્મ શક્તિ અને ભારતભરના બજારોમાં પહોંચવા માટે સમર્થન આપીને તેમને સશક્ત બનાવવાનો છે.

“મને આનંદ છે કે યુપીકેવીઆઇબી અને ફ્લિપકાર્ટ વચ્ચેનો એમઓયુ ઉત્તરપ્રદેશના ખાદી ઉદ્યોગ સાહસિકો માટે વિસ્તરિત સમાવેશીતા અને બજાર પ્રવેશ આ હેતુમાં વાસ્તવિક પરિવર્તનને વેગ આપી રહ્યું છે,” એમ ઉત્તર પ્રદેશ સરકારના એમએસએમઇ, નિકાસ પ્રોત્સાહન ખાદી અને એએમપી, વિલેજ ઇન્ડસ્ટ્રીઝના અગ્ર મુખ્ય સચિવ ડૉ. નવનીત સેહગલ, , આઇએએસએ જણાવ્યુ હતુ. “આટલા ટૂંકા ગાળામાં લખનૌનો ખાસ કરીને એક ઉદ્યોગપતિ ફ્લિપકાર્ટ સમર્થ કાર્યક્રમનો ટોચના વિક્રેતા બનતો જોવાની બાબત હૃદયસ્પર્શી છે. તેમની સફળતાની વાર્તા ઘણાં લોકોને યુપી સરકારની વિવિધ પહેલ હેઠળ ઇ-કોમર્સ પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરવાની પ્રેરણા આપશે તે ચોક્કસ છે. અમે ફ્લિપકાર્ટ સાથે વધુ નજીકથી ભાગીદારીની આશા રાખીએ છીએ કારણ કે અમે રાજ્યના ઉદ્યોગો અને અનન્ય ઉત્પાદનોનો મોટો હિસ્સો ઓનલાઇન પર લઇ જવાનો પ્રયત્ન કરીએ છીએ.”

ફ્લિપકાર્ટ સમર્થ કાર્યક્રમ વિશે વધુ જાણવા અથવા ભાગીદાર બનવા માટે, કૃપા કરીને અહીં ક્લિક કરો..


આ પણ વાંચો: ફ્લિપકાર્ટ સમર્થ સાથે ઇ-કોમર્સને સ્વીકારતા, ભારતના પરંપરાગત કારીગરો ઉજ્જવળ ભવિષ્યનું સ્વાગત કરે છે

Enjoy shopping on Flipkart