શું તમને અથવા તમારા કોઇ પરિચિતને પૈસાના બદલામાં ફ્લિપકાર્ટમાં નોકરીનું વચન આપતો ઇમેલ અથવા SMS સંદેશ પ્રાપ્ત થયો છે? ફ્લિપકાર્ટની બનાવટી જોબ ઑફર અથવા બનાવટી રિક્રૂટમેન્ટ એજન્ટ દ્વારા છેતરાશો નહીં. જો તમને આવા પ્રકારના કોઇ સંદેશાઓ પ્રાપ્ત થાય તો આ મુજબ કાર્યવાહી હાથ ધરો.
શું તમને અજ્ઞાત વ્યક્તિ તરફથી કોઇ ઇમેલ અથવા SMS અથવા એમ્પ્લોયમેન્ટ એજન્ટ હોવાનો દાવો કરતાં વ્યક્તિ તરફથી ફ્લિપકાર્ટ અથવા ઇકાર્ટ લોજિસ્ટિક, જીવ્સ-F1, મિન્ત્રા, જબોંગ, ફોનપે અથવા 2GUD સહિત ફ્લિપકાર્ટ જૂથની કંપનીઓમાં જોબ અથવા પદ માટે પ્રસ્તાવ પ્રાપ્ત થયો છે? તમે એકલા નથી. બનાવટી ફ્લિપકાર્ટ નોકરીઓથી સાવધાન રહો!
ફ્લિપકાર્ટ ખાતે રોજગારીની તકો આકર્ષક છે અને તે ભારે માંગમાં છે, પરંતુ તેની જવાબદારી રિસેલર અથવા એજન્ટના હાથોમાં ક્યારેય આપવામાં આવતી નથી. આવા પ્રકારના ઇમેલ અથવા SMS સંદેશામાં ઉલ્લેખ કરેલા ફોન નંબર પર તમે કૉલ કરો તે પહેલા સાવધાનીના આટલા શબ્દો ધ્યાનમાં રાખોઃ આમ કરશો નહીં. ફ્લિપકાર્ટની નોકરીઓ (અથવા ફ્લિપકાર્ટ જૂથની કોઇપણ કંપનીઓમાં નોકરીઓ) વેચાતી નથી. ફરી ધ્યાન રાખો, ફ્લિપકાર્ટની નોકરીઓ વેચાતી નથી. આ પ્રકારના યુક્તિબાજોથકી છેતરાશો નહીં. આવા કપટીઓ ગેરકાયદેસર લાભ માટે નોકરીના કૌભાંડનો પ્રચાર કરે છે. આમાંથી મોટાભાગની છેતરપિંડી આચરતી વ્યક્તિઓ અથવા સંસ્થાઓ નોકરીની ઑફરના બદલામાં પૈસા ઉઘરાવવા માટે ફ્લિપકાર્ટ દ્વારા અધિકૃત હોતી નથી. તમને આ ગેરમાર્ગે દોરતાં સંદેશાઓથી દૂર રહેવાની અને આવા કૌભાંડીઓથી છેતરાવવાની સંભાવના ધરાવતાં અન્ય બિનસાવધ નોકરી ઇચ્છુકોને ચેતવણી આપવાની સલાહ આપવામાં આવે છે. વધુ જાણકારી માટે આગળ વાંચો.
શું તમને નકલી ફ્લિપકાર્ટ નોકરી માટે ઑફરના ફર્સ પ્રાપ્ત થઈ છે? મૂર્ખ બનાવશો નહીં
તમે ચોક્કસ વિઝા કૌભાંડ, પાસપોર્ટ કૌભાંડ અને નોકરી કૌભાંડ વિશે સાંભળ્યું હશે. આ પ્રકારનું બનાવટી ફ્લિપકાર્ટ નોકરીની ઑફર્સને લગતું નોકરીનું કૌભાંડ અમારા ધ્યાન ઉપર લાવવામાં આવ્યું છે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક બદમાશ લોકો પોતાને ફ્લિપકાર્ટ અને તેની જૂથ કંપનીઓના (ઇકાર્ટ લોજિસ્ટિક્સ, જીવ્સ -F1, મિન્ત્રા, જબોંગ, ફોનપે અને 2GUD.com સહિત) કર્મચારીઓ અથવા પ્રતિનિધિઓ અથવા એજન્ટ ગણાવીને છેતરામણીયુક્ત નોકરીની જાહેરાતો અને બનાવટી નોકરીની ઑફર્સ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે અને તેમને છેતરી રહ્યાં છે. વધુમાં અમને જાણકારી આપવામાં આવી છે કે તેઓ સંભવિત નોકરી ઇચ્છુકો પાસેથી ફ્લિપકાર્ટ અથવા તેની જૂથ કંપનીઓમાં નોકરીનું વચન આપીને તેમની પાસેથી નાણાંની માગણી કરી રહ્યાં છે.
જો તમે અથવા તમારા પરિચયમાં હોય તેવી કોઇપણ વ્યક્તિએ SMS સંદેશ, ટેલિફોન કૉલ, ઇમેઇલ અથવા અન્ય કોઇપણ સ્વરૂપમાં જાણકારી પ્રાપ્ત કરી હોય અથવા જો તમને પત્રિકા, નોટિસ અથવા સમાચારપત્રોમાં, ઑનલાઇન મીડિયા અથવા સોશિયલ મીડિયામાં જાહેરાત દર્શાવવામાં આવી હોય તો તમને આથી સલાહ આપવામાં આવે છે અને સાવચેત કરવામાં આવે છે કે આવી જાહેરાતો ઉપર વિશ્વાસ ન કરશો અને તેના આધારે કોઇ પ્રતિક્રિયા ન કરશો.
ફ્લિપકાર્ટ સ્પષ્ટપણે ખુલાસો કરવા ઇચ્છે છે કે આ પ્રકારની ગેરકાયદેસર અને છેતરામણીયુક્ત પ્રવૃતિઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ અથવા સંસ્થાઓ સાથે તેનો કોઇ સંબંધ રહેલો નથી. અમે અમારા ગ્રાહકો, સંભવિત નોકરી ઇચ્છુકો અને જાહેર જનતાને સાવચેત કરીએ છીએ કે આ પ્રકારના સંદેશાઓ અથવા જાહેરાતો પ્રત્યે સાવધાન અને શંકાશીલ રહે અને તેને શંકાની નજરોથી જૂએ. વધુમાં, ફ્લિપકાર્ટ તેના બ્રાન્ડના નામ અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહેલા આવા છેતરપિંડી આચરનારા લોકો અને સંસ્થાઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની વિચારણા કરી શકે છે.
ફ્લિપકાર્ટ કોઇપણ વ્યક્તિ અથવા ભરતી એજન્સીઓને ફ્લિપકાર્ટ ખાતે નોકરી માટે ઉમેદવારો પાસેથી પૈસા ઉઘરાવવા અધિકૃત કર્યા નથી, અને ભૂતકાળામાં આમ ક્યારેય કર્યુ નથી. કૃપા કરીને ચેતજો કે બનાવટી ફ્લિપકાર્ટ નોકરીઓ માટે જાહેરાતો છેતરામણીયુક્ત ઇરાદો અને ગુપ્ત હેતુ ધરાવતા વ્યક્તિઓ અથવા જૂથો/સંસ્થાઓ દ્વારા ફેલાવવામાં આવી રહી છે. આવા લોકો અથવા સંસ્થાઓ નિર્દોષ લોકોને છેતરીને ગેરકાયદેસર લાભ માટે કપટયુક્ત સાધનોનો ઉપયોગ કરે તેવી સંભાવના છે. આવા લોકોથી તમારા નાણાં, દસ્તાવેજો અને વ્યક્તિગત અને નાણાંકીય દસ્તાવેજોને અત્યંત જોખમ રહેલું છે.
જો તમને નકલી ફ્લિપકાર્ટ નોકરીની ઓફર કરવામાં આવે તો તમારે શું કરવું જોઈએ?
સૌ પ્રથમ તમે ચકાસો કે તમે પ્રાપ્ત કરેલો સંદેશ અથવા તમે જે વેબસાઇટ જોઇ રહ્યાં છો તે વિશ્વસનીય છે કે નકલી છે. શું ઇમેઇલ અથવા ટેક્સ્ટ સંદેશ flipkart.com ના અધિકૃત એકાઉન્ટ અથવા ફ્લિપકાર્ટના વતી નોકરી આપવા માટે કરાર કરેલી કંપની દ્વારા મોકલવામાં આવ્યો છે કે કેમ? અધિકૃત ફ્લિપકાર્ટ નોકરીઓની ઑફર માત્ર વિશ્વસનીય અને ભરોસાપાત્ર કેરિયર સાઇટ ઉપર જ પોસ્ટ કરવામાં આવે છે. તે flipkartcareers.com અને માટેના ફેસબુક પેજ ઉપર પણ જોઇ શકાય છે ફ્લિપકાર્ટ પર કામ.
જો કોઇ નોકરી સાથે તમારી પ્રોફાઇલ મેચ થાય તો ફ્લિપકાર્ટના અધિકૃત રિક્રૂટમેન્ટ પાર્ટનર્સ તમારો સંપર્ક કરી શકે છે, પરંતુ તે હંમેશા તમને નોકરીની વિગતોની જાણકારી આપશે. વધુમાં, તે સાવધાની રાખો કે ફ્લિપકાર્ટના અધિકૃત રિક્રૂટમેન્ટ પાટનર્સ ક્યારેય નોકરી ઇચ્છુકોઅથવા અરજદારો પાસેથી નાણાંની માગણી કરતાં નથી. જો કોઇપણ રિક્રૂટર તમારી પાસેથી નાણાંની માગણી કરે તો કૃપા કરીને તરત જ આ અંગેની માહિતી અમારા ગ્રાહક સેવા કેન્દ્ર પર કરો. અથવા ટ્વિટર એકાઉન્ટ @workatflipkart ઉપર અમારો સંપર્ક કરો.
ફ્લિપકાર્ટના રિક્રૂટર્સ ફ્લિપકાર્ટ જૂથની કંપનીઓમાં નોકરીની જાહેરાત આપતાં અવાંછિત સંદેશાઓ મોકલતાં નથી. વધુ મહત્ત્વની બાબત તે છે કે તેઓ નોકરી માટે ક્યારેય નાણાં અથવા કોઇ અન્ય પ્રકારની ચુકવણી સ્વીકારતા નથી. ફ્લિપકાર્ટ ઉપર દરેક નોકરી લાયકાતના ધોરણે જ આપવામાં આવે છે.
જો તમે કોઇ તેવો સંદેશ પ્રાપ્ત કરો છો કે જે તમને લાગે કે શંકાસ્પદ છે, તો તે બાબત તાત્કાલિક અમારા ધ્યાન ઉપર લાવો. બનાવટી ફ્લિપકાર્ટ નોકરીઓ દ્વારા છેતરાશો નહીં. યાદ રાખો, ફ્લિપકાર્ટ અને ફ્લિપકાર્ટ જૂથની કંપનીઓમાં નોકરીઓ ભારે માગમાં છે, પરંતુ તે માત્ર લાયકાતના ધોરણે જ પ્રાપ્ત કરી શકાય છે. ફ્લિપકાર્ટ ઉપર વેચાણ માટે હંમેશા હજારોની સંખ્યામાં આકર્ષક નવી પ્રોડક્ટ્સ રહેલી છે, પરંતુ તેમાં ક્યારેય નોકરીનો સમાવેશ થતો નથી!
ગ્રાહક જાગૃતિ અંગેના વધુ લેખો અમારી ઉપર વાંચો. સુરક્ષિત શોપિંગsection