ફ્લિપકાર્ટ સુપરકોઇન્સ: બહુવિધ-બ્રાન્ડ રિવૉર્ડ ઇકોસિસ્ટમ વિશે તમારે જે કાઇં જાણવું જરૂરીછે તે તમામ.

Read this article in বাংলা | English | हिन्दी | ಕನ್ನಡ | தமிழ் | मराठी

તમારા મનપસંદ ફ્લિપકાર્ટ પ્લસ કોઈન હવે ફ્લિપકાર્ટ સુપરકોઇન્સ છે! શું બદલાઈ ગયું છે તે જાણવા માટે અને ફ્લિપકાર્ટ સુપરકોઇન્સથી તમે જે તમામ ફાયદાઓ તમે મેળવી શકો છો તે માટે વાંચો.

Flipkart SuperCoins

ફ્લિપકાર્ટ સુપરકોઇન્સ એ લાખો ફ્લિપકાર્ટના ગ્રાહકોને લાભ પૂરા પાડવા માટે રચવામાં આવેલ પ્રથમ એવાં પ્રકારની એક રીવોર્ડ ઇકોસિસ્ટમ છે. ગ્રાહકોને હવે તે જે પસંદ કરે તે તમામ બદ્દલ રિવૉર્ડ આપવામાં આવશે, જેમાં ઘણાબધા પ્રકારનાં રિવૉર્ડ ભાગીદારો પસંદગી કરવાં માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, અને તે તમામ એકલ પ્લેટફોર્મ પર સંચાલિત કરવામાં આવશે. ફેશન ઉત્પાદનો (પ્રોડક્ટ) ખરીદવા, દવાઓ ખરીદવી, હોટલ રૂમ અથવા ફ્લાઇટની બુકિંગ કરવી, આ તમામ જરૂરીયાતોને પૂરી પાડવા માટે ફ્લિપકાર્ટ, તમારું એકલ-સ્ટોપ ડેસ્ટિનેશન (ગંતવ્ય) બનશે!

અહી અનન્ય રિવૉર્ડ ઇકોસિસ્ટમ વિશે તમારે જરૂરી છે તે તમામ તે માટે માર્ગદર્શિકા છે:

સુપરકોઇન્સ એ અન્ય રિવૉર્ડ પ્રોગ્રામ્સથી કેવી રીતે અલગ છે?

પરંપરાગત રિવૉર્ડ કાર્યક્રમો, પોતાના વ્યવસાયિક ઇકોસિસ્ટમમાં મર્યાદિત રહી, પોઇન્ટ્સને રિવૉર્ડમાં રૂપાંતરિત કરવાની મર્યાદિત તકોને કારણે તેમની સંપૂર્ણ પ્રબળતા પ્રાપ્ત કરી શક્યા નથી. ફ્લિપકાર્ટની સુપરકોઇન ઇકોસિસ્ટમ આ પડકારોને અર્થપૂર્ણ રીતે પાર પાડવા માટે લોંચ કરવામાં આવી છે, જેમાં ખાદ્ય, મુસાફરી અને મનોરંજનના ક્ષેત્રોમાંથી વિસ્તૃત પ્રમાણમાં ભાગીદારોને લાવવામાં આવ્યા છે.

હું સુપર કોઇન્સ કેવી રીતે મેળવી શકું છું?

ફ્લિપકાર્ટ પરથી અથવા કોઈપણ સુપરકોઇન ભાગીદારો કે જે તમારી દૈનિક જરૂરિયાતોનું ધ્યાન આપે છે તેમની પાસેથી ખરીદી કરીને સુપરકોઇન્સ મેળવી શકાય છે. ઉપરાંત ફ્લિપકાર્ટ પર જ્યારે પણ ખરીદી કરતી વેળાએ, તમે ફ્લિપકાર્ટ મારફતે બ્રાન્ડ ભાગીદારોનો ઉપયોગ કરો છો જેમકે ફોનપે, ઓલા, અર્બન ક્લેપ, 1MG, ઓયો અને ઝૂમકાર, તમને દરેક ખરીદી પર સુપરકોઇન્સથી રિવૉર્ડ મળશે! સુપરકોઇન કમાવાની પ્રક્રિયા અત્યંત સુગમ અને સહેલી છે. સુપરકોઇન્સ ઇકોસિસ્ટમ ગ્રાહકો માટે પણ ખુલ્લી મુકાઈ છે જે તેમણે પસંદ કરેલ ચુકવણીની પદ્ધતિ પર આધારિત નથી. આનો અર્થ એ છે કે ગ્રાહકો તેમણે કરેલ રોકડ માત્ર ચૂકવણી પર પણ સુપરકોઇન્સ કમાય છે!

શું ફ્લિપકાર્ટ સુપરકોઇન્સ કમાવું સગવડભર્યું છે?

ગ્રાહકની સગવડતાને ધ્યાનમાં રાખીને, સુપરકોઇન્સ રિવૉર્ડ પ્રોગ્રામને ગ્રાહકથી કોઈપણ વધારાના પ્રયત્નોની જરૂર નથી (જેમ કે રજીસ્ટ્રેશન). ફ્લિપકાર્ટ પરનો કોઈપણ ખરીદાર સુપરકોઇન્સ મેળવવા માટે પાત્ર છે, અને આ અનુકુળ સમય છે <ahref=”https://stories.flipkart.com/flipkart-plus-benefits/” target=”_blank” rel=”noopenernoreferrer”>ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર બનવાનો, કારણ કે તમે દરેક વ્યવહાર (ટ્રાન્ઝેક્શન) પર 2X વધુ સુપરકોઇન્સ પ્રાપ્ત કરશો.

ફ્લિપકાર્ટ પ્લસ ગ્રાહકોને સુપરકોઇનનાં શું લાભો છે?

  1. ફ્લિપકાર્ટ પ્લસ સભ્યોને બિન-ફ્લિપકાર્ટ પ્લસના સભ્યો કરતા બમણા સુપરકોઇન્સ મળે છે
  2. ફ્લિપકાર્ટ પ્લસ સભ્યો ફ્લિપકાર્ટ પર તેમની ખરીદી માટે તેમની પસંદગીની ચુકવણી પદ્ધતિ સાથે સુપરકોઇન્સને જોડી શકે છે
  3. ફ્લિપકાર્ટ પ્લસ સભ્યો સુપરકોઇન્સ વડે ‘પ્લસ એક્સક્લૂસિવ’ રિવૉર્ડને રિડીમ કરી શકે છે

સુપરકોઇન્સ સાથે, ખરીદીની આવશ્યકતાઓને પૂરું પાડવા માટે એકલ-સ્ટોપ ડેસ્ટિનેશન (ગંતવ્ય) બનીને, ફ્લિપકાર્ટ ગ્રાહકના રિવૉર્ડ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવાની તૈયારીમાં છે.

Enjoy shopping on Flipkart