ફ્લિપકાર્ટ વિશમાસ્ટર અભિજિત આર કેને સામાન્ય આનંદમાં મળે છે તેમની #OneInABillion પળો.

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | मराठी | తెలుగు

કેરળના કોલ્લમના પરિપલ્લી શહેરમાં, ફ્લિપકાર્ટ વિશમાસ્ટર અભિજિત આર કે આનંદ અને અર્થની પોતાની દુનિયા બનાવે છે. પરિવાર સાથે સમય વિતાવવાથી લઈને પરિપલીના હબમાં મજબૂત મિત્રતા સુધી, અભિજિત કામને પ્રાથમિકતા આપે છે અને તેને પોતાના લોકો સાથે સમય વિતાવવા માટે બેલેન્સ કરે છે. વર્તમાન ક્ષણમાં જીવવા વિશે વિશમાસ્ટરની #OneInABillion સ્ટોરી વાંચો.

One In A Billion

કોલ્લમ એ મોટા થવા માટેનું એક સુંદર સ્થળ છે – અમારું ઘર પેરીપલીમાં છે જે કદપ્પુરમ(દરિયા કિનારે)થી દૂર નથી. અહીં રહેવાની સૌથી મોટી વાત એ છે કે અમને હંમેશા તાજા સીફૂડ મળે છે. દરરોજ સવારે, સ્થાનિક માછીમારો તેમની કેચ લાવે છે, અને તેમાંથી થોડુંક સીફૂડ મેળવવા માટે મને બીચ પર જવાની મજા આવે છે. તાજા સીફૂડ ડીશના સ્વાદને કંઈ હરાવી ન શકે!

હું અહીં મારા માતા-પિતા, મારા જોડિયા ભાઈ અને અમારા બંને પાર્ટનર્સ સાથે રહું છું. મારા માતા-પિતા બંને LIC એજન્ટ તરીકે કામ કરે છે અને મારી પત્ની એકાઉન્ટન્ટ છે. તે પબ્લિક સર્વિસ કમિશન (PSC)ની પરીક્ષા માટે અભ્યાસ કરી રહી છે અને મને તેની સફળતાની ઘણી આશા છે.

મારૂ 10મુ ધોરણ પૂરૂ કર્યા પછી, મેં પોલિટેકનિક મિકેનિકલ કોર્સ કર્યો. મેં કોલ્લમની એક કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કર્યું અને પછી નોકરીની સારી તકો માટે હું બે વર્ષ માટે કુવૈત ગયો. કમનસીબે, રોગચાળા દરમિયાન મેં મારી નોકરી ગુમાવી દીધી અને મારે પાછા આવવું પડ્યું.

લોકડાઉન દરમિયાન, મેં સોશિયલ મીડિયા પર ફ્લિપકાર્ટ વિશમાસ્ટર માટે નોકરીની પોસ્ટિંગ જોઈ, અને મારો ભાઈ પણ કામ શોધી રહ્યો હતો. તેથી, અમે બંનેએ અરજી કરી અને નોકરી મેળવી.
One In A Billion

હું 2.5 વર્ષથી ફ્લિપકાર્ટ વિશમાસ્ટર તરીકે કામ કરી રહ્યો છું.

હું કોલ્લમના મુખ્ય હબમાં કામ કરતો હતો અને બાદમાં પરિપલ્લી હબમાં આવી ગયો. અહિયાં પોઝિટિવ અને ફ્રેન્ડલી વાતાવરણ છે, અને મેં અન્ય વિશમાસ્ટર અને ટીમના સભ્યો સાથે મજબૂત મિત્રતા બનાવી છે.

દર અઠવાડિયે, એકવાર કામ પૂરું થઈ જાય પછી, અમને એકસાથે ફૂટબોલ અથવા ક્રિકેટ રમવા માટે અનુકૂળ દિવસ મળે છે. તે બોંડિંગ માટે એક સરળ માર્ગ છે. અમે સાથે લંચ માટે બહાર જવાનો પણ પ્રયાસ કરીએ છીએ.

અમે એક ટીમ તરીકે સારી રીતે કામ કરીએ છીએ, ખાસ કરીને બિગ બિલિયન ડેઝ (BBD) સેલ દરમિયાન. અમે ડિલિવરી વિસ્તારોના આધારે પોતાને ગ્રુપ્સમાં ડીવાઈડ કરીએ છીએ અને દરેક ગ્રુપ માટે કેપ્ટન અપોઇન્ટ કરીએ છીએ. દરેક ગ્રુપનો ઉદ્દેશ્ય અમારા અને પેકેજ બંને માટે સલામતીને ધ્યાનમાં રાખીને સૌથી વધુ ડિલિવરી પૂર્ણ કરવાનો હોય છે. મારી ટીમ છેલ્લા 2 વર્ષથી સતત જીતી રહી છે. આ એક્ટિવિટી બધાનું મનોબળ વધારે છે, સલામત અને સમયસર ડિલિવરી કરે છે, અને જ્યારે વ્યસ્ત સિઝનમાં પણ મજા સાથે કામ થઈ જાય છે!

અમે કામને મનોરંજક, અસરકારક અને માહિતીપ્રદ બનાવવા માટે અમારા ક્રિએટિવ વિચારો પણ શેર કરીએ છીએ. દાખલા તરીકે, અમે બધા વિશમાસ્ટર માટે સલામતીનાં પગલાંને વધુ મજબૂત કરવા માટે ગયા વર્ષના BBD પહેલાં હેલ્મેટ સલામતી પર એક વિડિયો બનાવ્યો હતો. તે એક મોટી સફળતા હતી.

રજાના દિવસોમાં હું મારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવું છું. અમે ઘણીવાર મારા માતા-પિતા અને મારી પત્ની સાથે મંદિરોની મુલાકાત લઈએ છીએ અને જ્યારે અમે બની શકીએ ત્યારે અમે મારી પત્નીના માતાપિતાના ઘરે પણ જઈએ છીએ.

હું જીવનમાં સરળ આનંદ માટે જીવું છું – પછી ભલે તે મારા નજીકના લોકો સાથે રોજીંદી યાદો બનાવવાનું હોય અથવા સારા ભોજનનો આનંદ માણવાનું હોય.


આ પણ વાંચો: જયપુરમાં, એક ઉદ્યોગસાહસિક ફ્લિપકાર્ટ સમર્થ દ્વારા તેના ફેમિલી બિઝનેસનું પુનઃનિર્માણ કરે છે< /a>

Enjoy shopping on Flipkart