ફ્લિપકાર્ટ ફાઉન્ડેશન 2022 માં શરૂ કરવામાં આવ્યું હતું જેથી સમાજના અછતગ્રસ્ત વર્ગો માટે ફ્લિપકાર્ટ ગ્રૂપની ગ્રાસ-રૂટ લેવલની પહેલ ચાલુ રહે. તે દેશના વિવિધ રાજ્યોમાં ઓન-ગ્રાઉન્ડ કામગીરીને સક્રિય કરે છે, ફાઉન્ડેશને ઘણા એનજીઓ સાથે સહયોગ કર્યો છે જે પ્રભાવશાળી કાર્ય કરી રહી છે. વિકલાંગ બાળકોને ટેકો આપવાથી લઈને અછતગ્રસ્ત સમુદાયોની મહિલાઓને સશક્ત બનાવવા સુધી, આ શરૂઆત ભારતમાં હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. અહીં એવા ફળદાયી સહયોગો પર એક નજર કરીએ, જેણે ઘણા લોકો માટે જીવન-પરિવર્તનશીલ ક્ષણો લાવી છે.
ફ્લિપકાર્ટ પર, સમાજને પાછું આપવા અને વ્યક્તિઓને સશક્ત કરવાની ઝુંબેશ અમારી કોર્પોરેટ સામાજિક જવાબદારી પહેલના કેન્દ્રમાં છે. ‘બિલ્ડ ઇન્ડિયા ટુગેધર’ માટેના આ પ્રયાસોને સંસ્થાકીય બનાવવા માટે, ફ્લિપકાર્ટ એ ભારતમાં સમાવેશી, સમાન, સશક્ત અને ટકાઉ સમાજની સુવિધા આપવાના વિઝન સાથે 2022 માં ફ્લિપકાર્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરી.
ફ્લિપકાર્ટ ફાઉન્ડેશન વિશે વધુ જાણવા માટે જુઓ:
પાછલા એક વર્ષમાં, પાયાના સ્તરે પરિવર્તન લાવવાના તેના ચાલુ પ્રયાસોના ભાગરૂપે, ગિવ ફાઉન્ડેશન સાથેની ભાગીદારીમાં ફ્લિપકાર્ટ ફાઉન્ડેશને પશ્ચિમ બંગાળ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના રાજ્યોમાં પાંચ વિશ્વસનીય બિન-સરકારી સંસ્થાઓ (NGO) સાથે જોડાણ કર્યું.
અમારા NGO ભાગીદારો આશ્રય આકૃતિ, શ્રમિક ભારતી, મુક્તિ, દીપાલય અને આરતીફોરગર્લ્સ સમાજના વંચિત વર્ગો માટે ટકાઉ પરિવર્તન તરફનો માર્ગ મોકળો કરવા માટે ઓળખાય છે.
આશ્રય આકૃતિ સાથે, ભવિષ્ય સમાવિષ્ટ છે
1996 માં શરૂ કરાયેલ, આશ્રય આકૃતિ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના વિકલાંગ બાળકોની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમની સ્થાપના થઈ ત્યારથી, સંસ્થાએ 250 થી વધુ શ્રવણ-ક્ષતિ ધરાવતા બાળકોને મુખ્ય પ્રવાહની કોલેજો, શાળાઓ અને યુનિવર્સિટીઓમાં જોડાવા સક્ષમ બનાવ્યા છે.
2022 માં, ફ્લિપકાર્ટ ફાઉન્ડેશને 3 મહિના માટે સ્પીચ થેરાપી અને ઑડિટરી ટ્રેનિંગની ઍક્સેસ સાથે, હૈદરાબાદ, તેલંગાણામાં આશ્રય આકૃતિની શ્રીનગર કોલોની શાખાના વિદ્યાર્થીઓને શ્રવણ સહાય પૂરી પાડવા એનજીઓ સાથે સહયોગ કર્યો. દરમિયાનગીરી દરમિયાન, સહભાગીઓએ નોંધપાત્ર પ્રગતિ દર્શાવી અને હવે તેઓ તેમના રોજિંદા સંચારને નેવિગેટ કરવા માટે વધુ સારી રીતે સજ્જ છે.
“અમને ગિવ સાથેની ભાગીદારીમાં ફ્લિપકાર્ટ ફાઉન્ડેશન દ્વારા સપોર્ટ મળ્યો છે. આશ્રય આકૃતિના વિશેષ બાળકોને 9 શ્રવણ સાધનોના દાનથી ખરેખર ઘણો ફરક પડ્યો,” આશ્રય આકૃતિના પ્રોગ્રામ મેનેજર અનુદા નંદમ કહે છે. “વિદ્યાર્થીઓ ફ્લિપકાર્ટ ટીમ તરફથી શ્રવણ સાધન પ્રાપ્ત કરીને ખૂબ જ ખુશ હતા. તે તેમને સ્પીચ અને શિક્ષણશાસ્ત્રમાં સુધારો કરવામાં મદદ કરશે.”
Access and opportunity: Harshavardhini’s story
પ્રવેશ અને તક: હર્ષવર્ધિનીની વાર્તા
હર્ષવર્ધિનીના પિતા, એક સિક્યુરિટી ગાર્ડ, પરિવારના એકમાત્ર કમાતા સભ્ય છે જ્યારે તેની માતા તેમના ઘરની સંભાળ રાખે છે. તે આશ્રય આકૃતિના ઘણા વિદ્યાર્થીઓમાંની એક છે જેમને શ્રવણ સહાય પ્રાપ્ત થઈ છે. સારી તકો માટે હૈદરાબાદ સ્થળાંતર કર્યા પછી, હર્ષવર્ધિનીનું નિદાન પરિવાર માટે પડકારજનક સાબિત થયું હતું.
વિકલાંગ બાળકો માટે સંસાધનોની અછત ધરાવતી શાળામાં, હર્ષવર્ધિનીને ટ્રેક પર રહેવામાં ઘણી વાર મુશ્કેલી પડતી હતી. જ્યારે તેના માતા-પિતાને આશ્રય આકૃતિના વિકલાંગ બાળકો માટેના કાર્ય વિશે જાણ્યું, ત્યારે તેઓએ તક મેળવી લીધી. આજે, હર્ષવર્ધિની એના જીવનમાં આગળ વધી રહી છે જ્યાં વધુ સારી સુલભતા દરરોજ નવી તકો ઊભી કરી રહી છે.
શ્રમિક ભારતી સાથે ખેતીની કુદરતી રીત
શ્રમિક ભારતીએ 1986માં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કામગીરી શરૂ કરી હતી અને ત્યારથી તે સમાજના ગ્રામીણ અને શહેરી વર્ગો સાથે સક્રિયપણે કામ કરી રહી છે. 2015 થી, તેઓ ખેડૂતોને પરંપરાગત કૃષિ પદ્ધતિઓમાંથી કુદરતી ખેતી પદ્ધતિઓ તરફ ખસેડવાનું કાર્ય કરી રહી છે. આજની તારીખમાં, બિન-લાભકારી સંસ્થાએ ઓછામાં ઓછા 5,000 ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા માટે સફળતાપૂર્વક સક્ષમ કર્યા છે.
ફ્લિપકાર્ટ ફાઉન્ડેશને વંચિત લોકો માટે આજીવિકાની તકો ઊભી કરવાના મુખ્ય મૂલ્ય સાથે નજીકથી સંલગ્ન, ફાઉન્ડેશને સહયોગ માટે શ્રમિક ભારતીનો સંપર્ક કર્યો. તેનું પરિણામ “ધ સેફ ફૂડ ફેસ્ટ એન્ડ એક્ઝિબિશન” હતું, જે લખનૌની વૃંદાવન કોલોનીમાં આયોજિત ત્રણ-દિવસીય પ્રોગ્રામ હતો, જ્યાં ગ્રામીણ અને સીમાંત સમુદાયોના 1,000 થી વધુ ખેડૂતોનો, મોટાભાગે મહિલાઓની બનાવેલ કુદરતી પેદાશોનું વેચાણ માટે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
“ઇવેન્ટ સફળ રહી. તે કુદરતી ખેડૂતોને (ખેડૂત ઉત્પાદક સંગઠનો હેઠળ આયોજિત) શહેરી ગ્રાહકો સાથે જોડાવા અને ગૃહિણીઓ, નેતાઓ, રાજકારણીઓ, અમલદારો, સામાજિક કાર્યકરો, ઉદ્યોગપતિઓ અને અન્ય લોકો સહિત વિવિધ લોકોને તેમના નૈતિક રીતે ઉગાડવામાં આવેલ સલામત ખોરાકનું પ્રદર્શન કરવામાં મદદ કરે છે” પ્રોગ્રામ કોઓર્ડીનેટર >નીલમણિ ગુપ્તાકહે છે. “ખાદ્ય, કૃષિ અને કુદરતી ખેતીના નિષ્ણાતો દ્વારા અવેરનેસ સેશને પણ શહેરી સમુદાયોમાં સલામત ખોરાક વિશે જાગૃતિ ફેલાવી.”
વૃદ્ધિના બીજ રોપવા – રામ કુમારીની વાર્તા
2016 માં, કાનપુરના શિવરાજપુરના છબ્બા નિવાડા ગામની રહેવાસી રામ કુમારીએ જાણીતા કૃષિવિદ્ સુભાષ પાલેકર દ્વારા આયોજિત ટ્રેનિંગ વર્કશોપમાં હાજરી આપી હતી. આ તેનો કુદરતી ખેતી- રાસાયણિક અથવા જૈવિક ખાતરનો ઉપયોગ કર્યા વિના પાકની ખેતી કરવાની પદ્ધતિનો પરિચય હતો. આ પછી, રામ કુમારી અને તેમના પતિએ જમીનના નાના ટુકડા પર રામભોગ, એક પ્રીમિયમ ચોખાની જાત ઉગાડવાનું શરૂ કર્યું. તેમને જેની જરૂર હતી તે આ જ હતું!
આજે, રામ કુમારી એકતા નેચર ફાર્મિંગ પ્રોડ્યુસર કંપની લિમિટેડનો ભાગ છે, જ્યાં 600 મહિલા ખેડૂતો કુદરતી ખેતીની પેદાશો એકત્ર કરે છે, પ્રક્રિયા કરે છે અને વેચે છે. શ્રમિક ભારતી અને ફ્લિપકાર્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ત્રણ દિવસીય ફેસ્ટ દરમિયાન તેમની પાકની પેદાશોનું સફળતાપૂર્વક પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું.
મુક્તીમાં, હરિયાળી માટે કઈક કરવું એ અસક્ત લોકોને સશક્તિકરણ સમાન છે
2003 થી સક્રિય, મુક્તિ એ એક સામાજિક-આર્થિક સાહસ છે જે મુખ્યત્વે સુંદરવનના ડેલ્ટા પ્રદેશ અને પશ્ચિમ બંગાળના અન્ય 10 જિલ્લાઓમાં કામ કરે છે.
ફ્લિપકાર્ટ ફાઉન્ડેશને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોની મહિલાઓને તેમના જ્યુટ ઉત્પાદનો દ્વારા ટકાઉ જીવન જીવવા માટે સક્ષમ બનાવવા મુક્તિ સાથે હાથ મિલાવ્યા. “હસ્તશિલ્પ – લેટ્સ ગો ગ્રીન વિથ મુક્તિ એન્ડ ફ્લિપકાર્ટ ફાઉન્ડેશન” એનજીઓ દ્વારા જુલાઈ 2022માં જાત્રાગાચી, ન્યુ ટાઉન, કોલકાતા ખાતે શરૂ કરવામાં આવી હતી, જે દરમિયાન 24 મહિલાઓને જ્યુટ ડોલ મેકિંગ અને સેન્ડલ બનાવવાની પ્રક્રિયામાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં વ્યાપકપણે ઉપલબ્ધ અને પ્રકૃતિમાં પર્યાવરણને અનુકૂળ, શણ તેમને ગ્રહને ટકાવી રાખવામાં યોગદાન આપવા માટે પણ સક્ષમ બનાવે છે.
“મુક્તિ ખાતે અમને ફ્લિપકાર્ટ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરવાની આ એક મહાન તક અને સન્માન તરીકે લાગે છે, અને આશા છે કે આ સંખ્યાબંધ વંચિત મહિલાઓના જીવનમાં ઇચ્છિત પરિવર્તન લાવશે, ખાસ કરીને જેઓ કાં તો ઘરેલું મદદનીશ તરીકે કામ કરી રહી છે, ગૃહિણીઓ છે અથવા નાણાકીય અવરોધોનો સામનો કરી રહ્યા છે. આ પહેલ તેમને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરશે અને તેઓ તેમના પરિવારને ટેકો આપવા સક્ષમ બનાવશે,” અંકિતા કોઠીયાલ, લીડ સીએસઆર, મુક્તિ.
આત્મનિર્ભરતા, સૌથી ઉપર – ઝુમાની વાર્તા
જ્યારે તેનું બાળક ગંભીર રીતે બીમાર પડ્યું, ત્યારે ઝુમાને સમજાયું કે તે ફક્ત તેના પતિની અસ્થિર આવક પર આધાર રાખી શકતી નથી. આત્મનિર્ભર બનવાના માર્ગની શોધમાં, ન્યુ ટાઉન, કોલકાતાની ઝુમા, પાડોશીની ભલામણ દ્વારા મુક્તિમાં આવી. એનજીઓ અને ફ્લિપકાર્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત હસ્તશિલ્પ કાર્યક્રમે તેણીને જ્યુટ ડોલ બનાવવાની કળા શીખવા માટે સક્ષમ બનાવી. તેણીએ મેળામાં 16 ઢીંગલીઓ વેચી હતી, જે તેણીને આ હસ્તકલામાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવા માટે પૂરતી હતી. હવે, ઝુમા \ મુક્તિને સાથે રાખીને તેનો નવો વ્યવસાય શરૂ કરવાની યોજના ધરાવે છે.
દીપાલય સાથે નવા સપનાઓનું નિર્માણ
1979 માં સ્થપાયેલ, બિન-લાભકારી સંસ્થા દીપાલયની શરૂઆત શિક્ષણ દ્વારા વંચિત બાળકોને સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવી હતી. આજે, સંસ્થાએ મહિલાઓ, યુવાનો અને અપંગ બાળકોનો સમાવેશ કરવા માટે વિસ્તરણ કર્યું છે.
ફ્લિપકાર્ટ ફાઉન્ડેશને ગુરુગ્રામ, હરિયાણામાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોની મહિલાઓને સાબુ બનાવવાનો વ્યવસાય શીખવા માટે સક્ષમ કરવા એનજીઓ સાથે સહયોગ કર્યો. સોહના ગામ, ગુરુગ્રામની લગભગ 50 મહિલાઓને પ્રોગ્રામ માટે પસંદ કરવામાં આવી હતી. પ્રોગ્રામના અંતે, મહિલાઓને સાથે મળીને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ (એસએચજી) ની રચના કરવામાં આવી હતી, જેમને સમુદાયની અન્ય મહિલાઓને કૌશલ્ય પ્રદાન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
“આ ટ્રેનિંગ પ્રોગ્રામ કૌશલ્ય વિકાસ દ્વારા મહિલા સશક્તિકરણનો અવકાશ વિસ્તૃત કરે છે,” દીપાલયની રિસોર્સ મોબિલાઇઝેશન ઓફિસરજ્યોતિ કહે છે. “આખા અઠવાડિયાના વર્કશોપ દરમિયાન મહિલાઓને હર્બલ સોપ મેકિંગ શીખવાની તક મળી. સોહનાની રાની નામની એક વિદ્યાર્થીનીએ 10 સભ્યો સાથે એસએચજીની રચના કરી અને ટૂંક સમયમાં જ પોતાનો વ્યવસાય શરૂ કરશે. તેઓ નિયમિત પ્રેક્ટિસ કરે છે અને ઘરે હર્બલ સાબુ બનાવે છે.
હરિયાણામાં, કાજલ નવી તકો અને સફળતાને આવકારે છે
સોહના ગામની બે બાળકોની 23 વર્ષની માતા કાજલ માટે, સાબુ બનાવવાનો પ્રોગ્રામ નિર્ણાયક ક્ષણે આવ્યો. તેમના પતિ, એક સેલ્સપર્સન, તેમના 6 જણના પરિવારનો એકમાત્ર કમાનાર છે, જે પરિવારમાં તેમના માતા-પિતાનો સમાવેશ થાય છે. તેમને ટેકો આપવા માટે, કાજલે વર્કશોપનો પ્રયાસ કર્યો. તેના નવા હસ્તગત કૌશલ્ય સાથે, કાજલ હવે દિવસમાં લગભગ 20 સાબુ બનાવે છે, તેને તેના પડોશના લોકોને વેચે છે. તેણે મેળવેલી આવડત સાથે પોતાનો નાનો વ્યવસાય ખોલવાનું સપનું છે.
આરતી ફોર ગર્લ્સ સાથે સ્વસ્થ ભવિષ્ય તરફ
આંધ્ર પ્રદેશમાં સ્થિત, વિજય ફાઉન્ડેશન ટ્રસ્ટ (એસોસિએશન), આરતી ફોર ગર્લ્સ તરીકે પ્રખ્યાત છે, તે ત્યજી દેવાયેલી છોકરીઓને ઘર આપે છે અને રાજ્યમાં વંચિત સમુદાયોની મહિલાઓ અને છોકરીઓની જરૂરિયાતોને સક્રિયપણે સેવા આપે છે.
ફ્લિપકાર્ટ ફાઉન્ડેશને માસિક સ્રાવની સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવામાં મદદ કરવા એનજીઓ સાથે હાથ મિલાવ્યા. કાર્યક્રમ – માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન (MHM) પર જાગૃતિ – કડપાની આરતી અંગ્રેજી માધ્યમ શાળામાં યોજવામાં આવી હતી, જ્યાં ગ્રામીણ મહિલાઓ અને છોકરીઓનો સર્વે કરવામાં આવ્યો હતો.
પૂર્વ-જાગૃતિ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ઘણી ગ્રામીણ મહિલાઓને તેમના પરિવારો અને પ્રિયજનો સાથે માસિક સ્રાવ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવી મુશ્કેલ લાગે છે, અને સારી માસિક સ્વચ્છતા વિશે જ્ઞાનનો અભાવ છે. આ કાર્યક્રમની સુવિધાડૉ. ટી વિંધ્યા, MD અને હૈદરાબાદની ઑબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ સોસાયટીના પ્રમુખ છે, તેમણે સ્ત્રીઓ માટે માસિક સ્રાવની સ્વચ્છતા પર પ્રકાશ પાડ્યો. એક મહિના પછી હાથ ધરવામાં આવેલા જાગૃતિ પછીના સર્વેક્ષણ દરમિયાન, સહભાગીઓએ વિષયની આસપાસ ઊંડી સમજણ અને જાગૃતિ વિશે વાત કરી.
“ડૉ. વિંધ્યાએ માસિક સ્રાવની સ્વચ્છતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેણીએ માસિક સ્રાવ સાથે સંકળાયેલા ભ્રમ અને હકીકત સમજાવી, જેના કારણે ઘણી છોકરીઓ શાળા છોડી દે છે”, આરતી ફોર ગર્લ્સના કન્સલ્ટન્ટ,સુનીલકંઠ રચમાડુગુ કહે છે.
માસિક સ્રાવની આસપાસની ગેરમાન્યતાઓનો પર્દાફાશ કરવો
શાળામાં જવાથી માંડીને ખાદ્યપદાર્થોને સ્પર્શ કરવાની મનાઈ સુધી, નિર્મલા (નામ બદલ્યું છે), 18 વર્ષની છોકરીએ, સામાજિક નિષેધ અને માસિક સ્રાવ વિશેની ગેરસમજોને કારણે ગંભીર અસુવિધાનો સામનો કરવો પડ્યો – તેની કમ્યુનિટીના અન્ય ઘણા લોકોની જેમ, નિર્મલા અને તેની માતા માસિક ધર્મને અભિશાપ માનતા હતા.
અવેરનેસ પ્રોગ્રામે નિર્મલા અને તેની માતાને માસિક સ્રાવની આસપાસની ઘણી ગેરમાન્યતાઓ જોવા માટે સક્ષમ બનાવ્યા અને તેઓ કહે છે કે તેઓએ જ્ઞાનનો ભંડાર મેળવ્યો છે.
વંચિતોને સશક્ત કરવા અને વધુ સારા ભારતનું નિર્માણ કરવા માટે, ફ્લિપકાર્ટ ફાઉન્ડેશન મજબૂત, ઉચ્ચ અસરવાળી ઝુંબેશ ચલાવે છે. વિવિધ એનજીઓ સાથે સહયોગ કરીને, જે જમીન પર અથાક કામ કરે છે, તે સુનિશ્ચિત કરે છે કે ફાઉન્ડેશન મહત્તમ સ્તરે અસર કરે છે અને સમાવિષ્ટ સામાજિક વિકાસ ચલાવે છે.
ફ્લિપકાર્ટની વધુ વાર્તાઓ અહીં વાંચો.