#Sellfmade – કેવી રીતે આ ફ્લિપકાર્ટ વિક્રેતાએ કોવિડ-19 કટોકટી વખતે ફેરફાર કર્યા અને તેના ગ્રાહકોને મદદ કરવા માટે એક અવિશ્વસનીય રીત શોધી કાઢી!

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | मराठी | తెలుగు

આ મહત્વાકાંક્ષી એન્જિનિયરે વિશ્વાસની છલાંગ લગાવી અને ઉદ્યોગસાહસિક બનવા માટે તેની નોકરી છોડી દીધી. તેના પરિવારે તેને બે વાર વિચારવાનું કહ્યું પરંતુ તે સફળ થવા માટે મક્કમ હતો. આજે, અભિષેક ગોયલ એક #Sellfmade ફ્લિપકાર્ટ વિક્રેતા છે અને તે એક આવશ્યક પ્રોડક્ટને ઑનલાઇન ખરીદદારો માટે સરળતાથી સુલભ અને સસ્તું બનાવવામાં મદદ કરી રહ્યા છે. તેમની પ્રેરણાદાયી વાર્તા વાંચો અને જાણો કે તેમનો વ્યવસાય આજે કોવિડ-19 કટોકટી પછી કેવી રીતે બદલાયો છે.

sell on Flipkart

મારું નામ અભિષેક ગોયલ છે અને હું 2015માં ફ્લિપકાર્ટમાં સેલર તરીકે જોડાયો હતો. હું ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં સ્નાતક છું અને મારી કંપનીનું નામ ડિજીવે ઈન્ફોકોમ છે. મેં 2007 માં એન્જિનિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું, અને મેં ઓગસ્ટ 2019 માં મારી નોકરી છોડી દીધી. મેં વ્યવસાયના માલિક બનવાના મારા સપનાને અનુસરવા માટે મેન્યુફેક્ચરિંગ બિઝનેસ શરૂ કર્યો અને ફ્લિપકાર્ટ પર વેચવા માટે એક્સ્ટેંશન કોર્ડ અને સર્જ પ્રોટેક્ટર જેવી કેટલીક ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું ઉત્પાદન કર્યું.

sell on Flipkart

કોવિડ-19 એ મારા કર્મચારીઓ અને મારી વ્યવસાય ચલાવવાની રીત બદલી નાખી છે. અમે અમારા સ્ટાફ માટે થર્મલ સ્કેન અને વધારાની સુરક્ષા માટે ગ્લોવ્ઝ લાવ્યા છે. અમારા કાર્યસ્થળને નિયમિતપણે સેનિટાઇઝ કરવામાં આવે છે. અંગત રીતે, આ રોગચાળા દરમિયાન મારા માટે વ્યવસાયના કલાકો અનુકૂળ રહ્યા છે. હવે હું સાંજે 7 વાગે ઘરે જાઉં છું, તેથી હું મારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવું છું.

દેશમાં દરેક સંભવિત પિન કોડ પર જરૂરિયાતમંદ લોકોને પ્રોડક્ટ્સ પહોંચાડીને આ રોગચાળા દરમિયાન ફ્લિપકાર્ટે જે કાર્ય કર્યું છે તેની હું ખરેખર પ્રશંસા કરું છું, અને તેઓએ આ મુશ્કેલ સમયમાં પોતાને સાબિત કરી બતાવી છે.

વર્તમાન ગ્રાહકની માંગને પહોંચી વળવા અમે એક મહિના પહેલા અમારી લિસ્ટમાં નવા પ્રોડક્ટ તરીકે પ્રોટેક્ટિવ ગ્લોવ્સ ઉમેર્યા હતા. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેં આ પગલું ભરવાનું અને ગ્લોવ્સ વેચવાનું નક્કી કર્યું. હું આ પ્રોડક્ટના આયાતકાર સાથે કનેક્ટ થયો અને હવે અમને સતત પુરવઠો જાળવવાનો અને અમારા ગ્રાહકો માટે પ્રોડક્ટ્સને સસ્તું અને સરળતાથી સુલભ રાખવાનો માર્ગ મળ્યો છે.

સેલર્સ પ્રત્યે ફ્લિપકાર્ટની નીતિઓ મારા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પ્રીમિયમ સેલર પોર્ટલ છે અને ખૂબ જ સેલર-ફ્રેંડલી છે. વિક્રેતા સપોર્ટ ટીમ ખૂબ જ મદદગાર છે અને બિલિંગથી લઈને પેમેન્ટ સિસ્ટમ સુધી બધું જ બરાબર છે. ફ્લિપકાર્ટ ની પહોંચ અને જાગરૂકતા ખૂબ ઊંચી છે, પરંતુ મને જે લાગે છે તે ફ્લિપકાર્ટને અલગ પાડે છે તે છે તે ટેક અને ડેટા પર બનેલી કંપની છે. અને આ દ્વારા, તેઓ સેલર્સ અને કસ્ટમર્સને સારી રીતે જોડવામાં સફળ થયા છે! મેં માત્ર ફ્લિપકાર્ટ દ્વારા જ મારા વ્યવસાયનો વિકાસ જોયો છે.

કોવિડ-19 ને કારણે, ઘણા લોકો ખરીદી કરવા માટે બહાર જવા માંગતા નથી, બધું ઓનલાઈન ઓર્ડર કરવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં, મેં વિચાર્યું કે મારે શરૂઆતથી ઓનલાઈન વેચાણ શરૂ કરવું પડશે અને જ્યારે મેં ફ્લિપકાર્ટ સેલર તરીકે શરૂઆત કરી તે મને યાદ છે! પરંતુ ફ્લિપકાર્ટે તેને સરળ બનાવ્યું અને ટૂંક સમયમાં જ મારા વ્યવસાયનું વેચાણ માત્ર 21 દિવસમાં જ વધી ગયું. અમે 10 મે, 2020 ના રોજ કામ કરવાનું શરૂ કર્યું. હવે વેચાણ ચાલુ છે અને અમે ખરેખર સારું પ્રદર્શન કરી રહ્યા છીએ. હું આભારી છું!

Enjoy shopping on Flipkart