1. Home
 2. Gujarati
 3. ફ્લિપકાર્ટ પર વીમો: એક જ પ્રોડક્ટમાં ઇન્ડસ્ટ્રીનું પ્રથમ લાઈફ+કોવિડ-19 હોસ્પિટલાઈઝેશન (દવાંખાનામાં દાખલ થવાનું) કવર (સુરક્ષા) મેળવો.

ફ્લિપકાર્ટ પર વીમો: એક જ પ્રોડક્ટમાં ઇન્ડસ્ટ્રીનું પ્રથમ લાઈફ+કોવિડ-19 હોસ્પિટલાઈઝેશન (દવાંખાનામાં દાખલ થવાનું) કવર (સુરક્ષા) મેળવો.

0
Read this article in English

ફ્લિપકાર્ટે પેપરલેસ અને ઝડપી-એક્સેસ જીવન વીમા પોલિસી કોવિડ-19 કવર સાથે હોસ્પિટલમાં સારવારના ખર્ચ બદ્દલ રૂ.1 લાખ સુધીની ઓફરકરવા માટે એગોન લાઇફ ઇન્સ્યુરન્સ સાથે ભાગીદારી કરી છે. કોઈ તબીબી પરીક્ષણ નહી, કોઈ કાગળની કાર્યવાહી નહી અને તત્ક્ષણ (ઇન્સ્ટન્ટ) ડિજિટલ પોલિસી – ફ્લિપકાર્ટ પર COVID-19 આવરણ (કવર) સાથેના જીવન વીમા વિશે બધુ વાંચો.

ફ્લિપકાર્ટ પર વીમો: એક જ પ્રોડક્ટમાં ઇન્ડસ્ટ્રીનું પ્રથમ લાઈફ+કોવિડ-19 હોસ્પિટલાઈઝેશન (દવાંખાનામાં દાખલ થવાનું) કવર (સુરક્ષા) મેળવો.
0

શું જટિલ પ્રક્રિયાઓ અને ખર્ચાળ પ્રીમિયમ તમને જીવન વીમા પોલીસીને સાઇન અપ કરવાથી દૂર રાખેલ છે? ફ્લિપકાર્ટ પર વીમા સાથે, તમે હવે તમારા ડરને બાજુએ મુકી અને ફક્ત એક બટન પર ક્લિક કરીને અનુકૂળ અને પારદર્શક વીમો મેળવી શકો છો.

કોવિડ-19 ના તાજેતરના વિકાસ સાથે, એગોન લાઇફ ઇન્સ્યુરન્સ કંપનીની ભાગીદારીમાં ફ્લિપકાર્ટ તમારા માટે એક વીમા પ્રોડકટ લાવે છે જેમાં જીવન અને હોસ્પિટલ ખર્ચ બંનેને આવરી લેવામાં આવે છે (જો કોવિડ-19 ને કારણે દાખલ થયેલ હોય તો). પ્રોડક્ટ લાઇફ કવર (રૂ. 40 લાખ સુધી) અને હોસ્પિટલ કવર (રૂ. 1 લાખ સુધી)ના અનેક સંયોજનો સાથે ઉપલબ્ધ છે. ફ્લિપકાર્ટના ગ્રાહકો માટે પોલિસી જારી કરવાનું (ઇશ્યુન્સ)‘તત્કાળ (ઇન્સ્ટન્ટ)’ છે અને તેના માટે તબીબી તપાસનું(ચેક-અપ) ની કોઈ શારીરિક ત્રાસ લેવાની જરૂર નથી.

ઝડપી અને પેપરલેસ વીમો

ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ પોલીસીઓ વિશે જાણવા માટે અહીં કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે.

સુગમ (સીમલેસ) પ્રક્રિયા:એક ઝડપી-એક્સેસ ડિજિટલ પોલીસી કે જેમાં કોઈ પણ મેડીકલ ચેક અપની આવશ્યકતા નથી અને શૂન્ય કાગળની કાર્યવાહી છે. તમે છુપાયેલા નિયમો અને શરતો વિના સંપૂર્ણ પારદર્શિતાનો આનંદ પણ માણી શકો છો. વીમા પોલિસી મેળવવી હવે ત્રાસદાયક નથી!

ખર્ચ-અસરકારક (કોસ્ટ-ઇફેક્ટિવ) પ્લાન્સ: ફ્લિપકાર્ટ પર કોવિડ-19 કવર પોલિસીવાળા જીવન વીમામાં વિવિધ ઓફર છે, જેમાં સુરક્ષિત વીમા રકમ રૂ.5 લાખથી લઈને રૂ.40 લાખ સુધી છે.આ પોલિસીમાં લાઇફ કવર અને હોસ્પિટલમાં સારવાર કરવાના વધારાના કવરનો સમાવેશ થાય છે જો ગ્રાહક 24 કલાકથી વધુ સમય માટે કોવિડ-19 કારણે હોસ્પિટલમાં સારવાર લેતો હોય તો ઊચક રકમ (સામટી રકમ) ચૂકવવામાં આવે છે.

કોવિડ હોસ્પિટલાઈઝેશન માટેનો કવર રૂ.50,000 થી લઈને રૂ.1,00,000 છે.

બધા માટે ઉપલબ્ધ છે:ગ્રાહક દીઠ એક પોલીસી સાથે, ફ્લિપકાર્ટ પર 18 થી 50 વર્ષ વયના તમામ વ્યક્તિ માટે વીમો ઉપલબ્ધ કરવામાં આવે છે, (કોવિડ-19 કવર તમામ 18-50 વય જૂથના લોકો માટે ઉપલબ્ધ છે). આ પ્લાન્સથી ટાયર 3+ શહેરોમાના લોકો માટે મોટો ફાયદો થશે, જેઓને આવી નાણાકીય સેવાઓ ઉપલબ્ધ નથી. જે ગ્રાહકોએ પહેલાથી જ એગોન જીવન સુરક્ષા પોલિસી ફ્લિપકાર્ટ દ્વારા લીધી છે તેમના માટે આ પોલિસી ઉપલબ્ધ રહેશે નહી.

પ્રતિષ્ઠિત વીમા પ્રદાતા: એગોન લાઇફને ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા 2019 માં શ્રેષ્ઠ બીએફએસઆઈ (BFSI) બ્રાન્ડ તરીકે એનાયત કરાયું હતું. એગોન લાઇફ 96.45% આરોગ્ય દાવા (ક્લેઇમ)નો ગુણોત્તર ધરાવે છે. (વ્યક્તિગત મૃત્યુ દાવા નાણાકીય વર્ષ 2018-19માં પતાવટ કરેલ છે)

અહી પગલા દર પગલા માર્ગદર્શિકા છે:

  1. Insurance page

ની મુલાકાત લો

  1. વીમાની રકમ પસંદ કરો
  2. આ પોલિસીને ખરીદવા માટે પાત્રતાના માપદંડને પૂર્ણ કરો અને ઘોષિત કરો કે:
   તમે છેલ્લા 45 દિવસમાં ભારતની બહાર પ્રવાસ કર્યો નથી.
   તમને છેલ્લા 14 દિવસમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવેલ નથી અથવા જેઓ કોવિડ-19 થી ગ્રસિત હોય તેવા લોકોના નિકટ સંપર્કમાં આવ્યા નથી.
   તમને છેલ્લા 14 દિવસની અંદર તાવ/ઉધરસ/શ્વાસની તકલીફ (હાંફ)/બૈચેની/ગળાની ખરાશ/ઉબકા/ઉલટી અને/અથવા ઝાડાના લક્ષણો આવ્યા નથી
   અને T&C

માં જણાવેલ અન્ય શરતોમાં

 1. પોલિસી ધારકની વિગતો દાખલ કરો:
  પૂર્ણ નામ
  જન્મ તારીખ (DOB)
  મોબાઇલ નં. ઇમેઇલ સરનામું
 2. જો તમે ઇચ્છતા હો તો નામાંકિત (નોમીની) વિગતો ભરો (નામ, ઇમેઇલ સરનામું, પોલિસી ધારક સાથેનો સંબંધ)
 3. આપવામાં આવેલ ઓટીપી સાથે તમારો મોબાઇલ નં. ચકાસો
 4. તમારી ચુકવણીની પદ્ધતિ પસંદ કરો
 5. ચુકવણી કરો
 6. સમાપ્ત થયું!

શૂન્ય કાગળની કાર્યવાહી, કોઈ તબીબી પરીક્ષણ (મેડીકલ ટેસ્ટ) નહી, અને ઓછા પ્રીમિયમ સાથે આજે વીમો મેળવવો એ અગાઉ કરતા વધુ સરળ છે. ફ્લિપકાર્ટ પર જીવન વીમા માટે સાઇન અપ કરો here.


આ પણ વાંચો ફ્લિપકાર્ટથી ડેબિટ કાર્ડ ઇએમઆઈ (EMI) — તમને જાણવું જરૂરી હોય એવું બધું જ અહીં છે

Enjoy shopping on Flipkart

About the Author

Vishnu Sreekumar