ફ્લિપકાર્ટ પછી ચુકવણી કરો (પે લેટર) વિશે તમારે જાણવું જરૂરી છે તે તમામ – ખરીદી કરવાની સૌથી અનુકૂળ અને વિશ્વસનીય રીત!

Read this article in বাংলা | English | हिन्दी | தமிழ்

ફ્લિપકાર્ટ પછી ચુકવણી કરો (પે લેટર) એ ખરીદીને અનુકૂળ અને ચિંતા મુક્ત બનાવવા માટેની ફ્લિપકાર્ટની ક્રાંતિકારી ગ્રાહક-કેન્દ્રિત એક પહેલ છે. જ્યારે ફ્લિપકાર્ટની ડેબિટ કાર્ડ ઇએમઆઈ (EMI) અને નો કોસ્ટ ઇએમઆઈ (EMI), અને બાયબેક ગેરેંટી ખરીદીને પોસાય એવી બનાવે છે, તો પે લેટર એ તમારા માટે ઓનલાઇન ખરીદીને સરળ અને અનુકૂળ બનાવે છે. નિષ્ઠાવાન ફ્લિપકાર્ટ ગ્રાહકોને આ સેવાનો આનંદ માણવા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યાં છે, અને પાત્ર ગ્રાહકોની સૂચિ મહિને દર મહિને વધી રહી છે. ફ્લિપકાર્ટ પે લેટર કેવી રીતે કામ કરે છે? તે તમામ તમારી સહૂલિયત માટે છે - તમારું પ્રોડક્ટ પસંદ કરો, ચુકવણીની વિગતો અથવા ઓટીપી (OTP) માટે માથાફોડી કર્યા વિના ઝડપથી અને સુગમતાથી ચેક આઉટ કરી લો, પ્રોડક્ટ પ્રાપ્ત કરો, તેનો અનુભવ કરો અને, તમારા તમામ પ્રોડક્ટો માટે આગલા મહિનામાં એકી સમયે એક સાથે જ ચુકવણી કરો. સરળ છે? તમે શરત લગાવો! શું વધુ જાણવા ઈચ્છો છો? અહીં ફ્લિપકાર્ટ પે લેટર વિશે તમારે જાણવું જરૂરી છે તે તમામ છે.

Flipkart Pay Later

થી કોઈ ફરક પડતો નથી કે તમે ભારતના કયા ભાગમાં રહો છો, તમને તમારા ઘરની નજીકમાં કરિયાણાની દુકાન હોવાની જ, જે તમારા ઘરે પ્રોડક્ટ પહોંચાડે છે અને એક રજિસ્ટરમાં તમારા વ્યવહારનો ટ્રેક રાખે છે. તમારી પાસે જ્યારે સમય હોય છે ત્યારે તમે તમારા પૈસા ચૂકવી દો છો અને આ પ્રમાણે વ્યવસ્થા ચાલે છે. તે વિશ્વાસ અને નિષ્ઠા પર કામ કરે છે. ભારતીય દુકાનદારોને કેશ ઓન ડિલિવરી, નો કોસ્ટ ઈએમઆઈ (EMI) અને બાયબેક ગેરેંટી પરિચિત કરાવ્યાં બાદ, ફ્લિપકાર્ટ અન્ય એક શાનદાર ગ્રાહક-કેન્દ્રિત નવપ્રયોગ લઇ આવે છે — ફ્લિપકાર્ટ પછી ચુકવણી કરો (પે લેટર).

ફ્લિપકાર્ટ પછી ચુકવણી કરો (પે લેટર) શું છે?

ફ્લિપકાર્ટ પછી ચુકવણી કરો (પે લેટર) એ ફ્લિપકાર્ટનો ગ્રાહક-કેન્દ્રિત નવપ્રયોગ છે જે ઓનલાઇન ખરીદી કરતી વખતે પોષણક્ષમતા અને સગવડતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મહિના દરમિયાન ફ્લિપકાર્ટ પર તમારી બધી પસંદગીઓ (ફેવરિટ્સ) ખરીદવા માટે પે લેટર તમને રૂ.5000 સુધીની ક્રેડિટ આપે છે. અહીં સુવિધા એટલે કે તમારી બધી ખરીદી માટે એકલ બિલ મેળવવું, ઝડપી એક-ક્લિક ચેકઆઉટ કરવું અને મહિનાના અંતે તમારું બિલ ચૂકવવું છે.

અને અહીં શ્રેષ્ઠ ભાગ આવે છે – તમે તમારા પ્રોડક્ટનો અનુભવ કર્યા પછી તેના માટે ચૂકવણી કરી શકો છો.

તમારી માટે તેમાં શું છે?

ફ્લિપકાર્ટ પે લેટરનો ઉપયોગ ચુકવણી વિકલ્પ તરીકે કરવાથી તમને ત્રણ મુખ્ય સુવિધાઓ (ફીચરો)ની એક્સેસ મળે છે:

ક્રેડિટ લાઇન:તમે રૂ.5,000 સુધીની ક્રેડિટ મેળવી શકો છો, ફ્લિપકાર્ટ પર ખરીદી કરો, તમારા પ્રોડક્ટનો અનુભવ કરો અને પછી આવતા મહિને તેની માટે ચુકવણી કરો, તમારી સુવિધા અનુસાર. ત્યારબાદ તમે આગલા મહિનાની 5મી તારીખ સુધી કોઈપણ વધારાના ખર્ચ વગર તમારું બિલ ચૂકવી શકો છો.

ત્વરિત ખરીદી:તમે ચેકઆઉટ પ્રક્રિયા દરમિયાન બહુવિધ વિગતો ન ભરતા, ફક્ત એક બટનના ક્લિકથી પ્રોડક્ટ ખરીદી શકો છો.

જથ્થાબંધ (બંચ અપ) ચૂકવણીઓ:તમે એક જ વારમાં અનેક વ્યવહારોની ખરીદી કરી શકો છો અને તે બધા માટે એક જ સમયે ચૂકવણી કરી શકો છો.

ફ્લિપકાર્ટ પે લેટર ચુકવણી વિકલ્પનો ઉપયોગ કોણ કરી શકે છે?

શું તમે એવા લોકોમાંથી છો કે જેઓને રોકડ માટે ફાંફા મારવાનું ગમતું નથી, જ્યારે કે ફ્લિપકાર્ટ વિશમાસ્ટર તમારા દરવાજે રાહ જુએ છે? ચુકવણી માટે તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વેળાએ, 2-ફેક્ટર પ્રમાણીકરણ કોડ્સ દાખલ કરવાનો તમારી પાસે સમય નથી? ફ્લિપકાર્ટ પે લેટર વિશેષ અર્થે તમારા માટે બનાવાયું છે. તે ખરીદીના અનુભવને અનુકૂળ અને હા-એકદમ સરળ બનાવે છે! તમારી ખરીદી કરો, તમારી ડિલિવરી મેળવો અને પ્રોડક્ટનો ઉપયોગ કરો. ત્યારબાદ, તમે આવતા મહિને ચુકવણી કરવાનું નક્કી કરી શકો છો.

 

Flipkart Pay later

 

તમારી પાસે બહુવિધ કાર્ડ્સ હોય કે ના હોય, તેના પર આધાર ન રાખતા, ફ્લિપકાર્ટ પે લેટર એ એક અનુકૂળ ખરીદી વિકલ્પ છે.

flipkart pay later

 

શું તમે ફ્લિપકાર્ટ પે લેટર માટે પાત્ર છો?

flipkart pay later

તમે ફ્લિપકાર્ટ પે લેટર માટે ફક્ત 30 સેકંડમાં અરજી કરી શકો છો! તમારે અરજી કરવા માટે જે બાબતો જરૂરી રહેશે તે એ છે કે તમને પેન (PAN) અને આધારની વિગતો દાખલ કરવી પડશે, તમારા દસ્તાવેજોની ચકાસણી કરવી પડશે, 30 સેકંડ સુધી રાહ જુઓ અને ફ્લિપકાર્ટ પે લેટરનો ઉપયોગ કરીને ખરીદી કરવી પ્રારંભ કરો!

 

flipkart pay later

 

ફ્લિપકાર્ટ પે લેટરથી, અત્યંત લાભ થાય છે!

જ્યારે તમે ફ્લિપકાર્ટ પે લેટર વિકલ્પનો ઉપયોગ કરો છો, ત્યારે તમને શું લાભ થશે એ અહીં જુઓ.

જ્યારે તમે તૈયાર હોવ ત્યારે ચૂકવણી કરો: તમારી પાસે મહિનાના અંતમાં તમારી ચુકવણી કરવાનો વિકલ્પ છે, એવી જ રીતે, જેવી રીતે તમે તમારા પાડોશી કરીયાણાના સ્થાયી ખાતાની પતાવટ કરો છો. ડિફોલ્ટ રૂપે, ચુકવણીની તારીખ આવતા મહિનાની 5મી તારીખ હોય છે. અલબત્ત, તમે ત્યારે ચૂકવી કરી શકો છો જ્યારે પણ તમારી પાસે સમય, પૈસા અને સારું ઇન્ટરનેટ કનેક્શન હોય.

વાપરી જુઓ, પછી ખરીદો: પ્રોડક્ટ માટે પ્રત્યક્ષ ચૂકવણી કરવાને બદલે, તમારી પાસે પ્રોડક્ટ પ્રાપ્ત કરવાનો વિકલ્પ છે, તેને અજમાવો અને પછી ચુકવણી કરો.

વ્યવહારોનું જોડાણ (ક્લબ ટ્રાન્ઝેક્શન): શું તમે એક મહિનામાં ફ્લિપકાર્ટથી કાર મોબાઇલ ચાર્જર, વોલેટ અને જોડી સનગ્લાસ ખરીદ્યા હતા? કોઇ વાંધો નહી. જ્યારે તમે આ ચુકવણી વિકલ્પ પસંદ કરો છો, ત્યારે તમે એક જ વારમાં ત્રણેય ઓર્ડર માટે ચુકવણી સરળતાથી કરી શકો છો.

ઝડપી ચુકવણી:જ્યારે તમે તમારી ચુકવણી કરો છો, ત્યારે તમારે ચુકવણી પૂર્ણ કરવા માટે ઘણા પગલાઓમાંથી પસાર થવું પડશે નહીં. ટ્રાંઝેક્શન (વ્યવહાર) પર એક-ક્લિક ચુકવણીનો આનંદ માણો.

હંમેશાં અહીં તમારા માટે ઉપલબ્ધ: જ્યારે તમે તમારા ચુકવણી વિકલ્પ તરીકે ફ્લિપકાર્ટ પે લેટરની પસંદગી કરો છો, ત્યારે તમને લગભગ-100% સફળતા દરની ખાતરી મળી શકે છે.

વધારાની સુવિધા સાથે, વધુ સારા ફાયદાઓ

Flipkart Pay Later

 

Flipkart Pay Later

ફ્લિપકાર્ટ પે લેટર એક કેશલેસ, પેપરલેસ સુવિધા છે અને તમારે તેને કાર્યરત અને ચાલુ રાખવા માટે કોઈપણ જાળવણી શુલ્કની આવશ્યકતા નથી. આ ચુકવણી વિકલ્પનો ઉપયોગ કેવી રીતે સરળ છે, તેમ છતાં ફાયદાઓ છલકાવે છે, તેના પર એક નજર ફેરવો.

જ્યારે તમે તમારો ઓર્ડર રદ્દ કરો છો અથવા કોઈ પ્રોડક્ટને પાછું આપો છો ત્યારે તે ત્વરિત રિફંડ (પૈસા પરત) આપે છે.

શૂન્ય વ્યાજ શુલ્ક (ઝીરો ઇન્ટરેસ્ટ ફી) અથવા ખાતા જાળવણી શુલ્ક એ ફ્લિપકાર્ટ પે લેટરને ક્રેડિટ કાર્ડની તુલનામાં વધુ આકર્ષક વિત્તીય વિકલ્પ બનાવે છે. તમે ક્રેડિટ કાર્ડ્સ સહિત, ઓનલાઇન ચુકવણીના કોઈપણ મોડનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકો છો.

ફ્લિપકાર્ટ પે લેટર વાપરતી વખતે ધ્યાનમાં લેવાની બાબતો

જ્યારે ફ્લિપકાર્ટ પે લેટર વિકલ્પ તમને ફાયદાઓની ભરપુર તકની એક્સેસ આપે છે જે ફ્લિપકાર્ટ પર ખરીદીને વધુ ફાયદાકારક બનાવે છે, અહીં ધ્યાનમાં રાખવા જેવી અમુક બાબતો છે. યાદ રાખો કે તમે તમારી શેષ રાશિને ચુકવવા માટે આંશિક ચુકવણી કરી શકતા નથી. અને ના તો તમે વધારે રકમ ચૂકવી શકો છો – આ સુવિધા એ વોલેટ નથી જેમાં તમે વધારે પૈસા રાખી શકો છો. જો તમારે ચુકવવાની રકમ શેષ રહેતી હોય, તો તમને સૂચિત કરવામાં આવશે કે તમારે શેષ રકમની ચૂકવણી કરવા માટે પૂર્ણ રકમની ચૂકવણી કરવી પડશે અને તમે ફ્લિપકાર્ટ પે લેટરનો લાભ માણવાનું ચાલુ રાખશો. આ ચુકવણી વિકલ્પ હાલમાં મોબાઇલ એપ અને મોબાઇલ સાઇટ પર ઉપલબ્ધ છે, અને ટૂંક સમયમાં જ તેને ડેસ્કટોપ સાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કેવી રીતે પરત ચુકવણી કરવાની છે?

અહીં એક ઝડપી પગલાં-દર-પગલાં માર્ગદર્શિકા છે:

1. તમારું ફ્લિપકાર્ટ પે લેટરનું સ્ટેટમેન્ટ તપાસો જ્યાં તમારી ચુકવણી કરવાની તારીખ દેખાશે.

Flipkart Pay Later

Flipkart Pay Later

2. Pay Bill પર ક્લિક કરો.

3. ચુકવણીની રીત (મોડ) પસંદ કરો.

4. અને હા! આ પૂર્ણ થાય છે.

અને ભૂલવાની ચિંતા કરશો નહીં. ફ્લિપકાર્ટ તમને એસએમએસ (SMS), ઇમેઇલ અને પુશ સૂચનાઓ (પુશ નોટીફિકેશન) મારફતે સૌમ્ય રીમાઇન્ડર્સ મોકલશે, જેથી તમને સમયસર તમારા શેષ લેણાં પતાવટ કરવામાં મદદ મળે છે. હજી વધુ શું છે, તમે મિન્ત્રા પર ખરીદી કરતી વખતે પણ પે લેટરનો લાભ મેળવી શકો છો.

તેથી, ભલે પછી તે એકદમ નવો સ્માર્ટફોન હોય, નવીનતમ ટ્રેન્ડ્સ હોય, અથવા રસોડા માટે તવા (પેન)ની જોડ હોય – તમે ફ્લિપકાર્ટથી શું ખરીદવા ઈચ્છો છો એથી ફરક પડતો નથી – તમે ફ્લિપકાર્ટ પે લેટર વડે ખરીદી કરી શકો છો! હમણાં એપ્લાય કરો!

Enjoy shopping on Flipkart