તાજેતરમાં, ફ્લિપકાર્ટની ગ્રાહકની, અને સોશિયલ મીડિયા પર ઘણા વપરાશકર્તાઓની. સમીક્ષાએ અમારૂ ધ્યાન ખેંચ્યું, સમીક્ષામાં ફ્લિપકાર્ટ પરથી તાજેતરમાં ખરીદ કરેલ વસ્ત્રો પહેરેલ અને સ્મિત કરતી એક છોકરી, અને તેની પાછળ ગૌરવપૂર્ણ રીતે જે કદાચ તેની માતા હોય, તેનું ચિત્ર હતું,. , અમે અચંબિત કુતૂહલવશ ગ્રાહક સુધી પહોંચવાનું અને તેમના અનુભવ વિશે વધુ સાંભળવાનું નક્કી કર્યું. અમને જે જાણવા મળ્યું તેનાથી અમારા હૃદય પુલકિત થઈ ગયા! આ વાર્તા વાંચો, છેક આસામના લખીમપુર જિલ્લાની.
આ વર્ષે જાન્યુઆરીમાં ફ્લિપકાર્ટના ગ્રાહક નયન મોની દાસ આવતા અઠવાડિયામાં યોજાનારી એક પારિવારિક પ્રસંગ (ફેમિલી ફંક્શન)ની ઉત્સાહથી રાહ જોઈ રહ્યા હતા. એક 19 વર્ષનો પ્રેમાળ મોટો ભાઈ, તેની નાની બહેન સુમિતાને આગામી કાર્યક્રમમાં એક સુંદર પોશાક સાથે આશ્ચર્યચકિત કરવા માંગતો હતો.
નયન અરુણાચલ પ્રદેશની સરહદની નજીક આસામના લખીમપુર જિલ્લામાં રહે છે. “જ્યાં અમે રહીએ છીએ, ત્યાં ખરેખર અમારી ઇચ્છા હોય તેવી ઘણી પ્રોડક્ટસ ખરેખર સરળતાથી ઉપલબ્ધ થતાં નથી,” તે તેના ઘરેથી વાત કરતાં, સમજાવે છે. “આને કારણે, મને જ્યારે પણ પોતાના માટે અથવા મારા પરિવાર માટે કંઇક ખરીદવાની જરૂર પડે છે ત્યારે હું મોટા ભાગે ફ્લિપકાર્ટ પર ઓનલાઇન ખરીદી કરું છું.”
ફ્લિપકાર્ટ પર પરંપરાગત લહેંગાઓની વિશાળ શ્રેણીમાંથી સ્ક્રોલ કર્યા પછી, અંતે તેને તેની પ્રિય બહેન માટે એક સંપૂર્ણ સેટ પર મળ્યો અને તે લગભગ રૂ. 350 નો હતો અને તેને સરળતાથી ઓડર પણ કર્યો અને અપેક્ષાથી રાહ જોતા હતા.
“તેણે ઉમેર્યું, “અમે જ્યાં રહીએ છીએ તે વિસ્તાર એટલો દૂરસ્થ નથી, પરંતુ વસ્તુઓ અમારા સુધી પહોંચવામાં સમય લાગે છે.
જ્યારે ઓર્ડર તેની પાસે પહોંચ્યો ત્યારે નયન અને સુમિતા બંને પોશાકની ગુણવત્તા અને પૈસાના મૂલ્યથી ખૂબજ ખુશ થયા હતા. એટઌ હદે કે નયને પરંપરાગત પોશાકમાં તેની બહેનની તસવીર લીધી અને સમીક્ષા તરીકે શેર કરવાનું નક્કી અને ફ્લિપકાર્ટના કોઈપણ ગ્રાહકને ‘મસ્ટ-બાય’ પ્રોડક્ટ પર જવા માટે વિનંતી કરી.
“તે કહે છે”હું પોષાક અને ગુણવત્તાથી ખુશ હતો તેથી મેં સમીક્ષા અને ચિત્ર પોસ્ટ કરવાનું નક્કી કર્યું”.
અને તે ચિત્ર છે જેણે અમારૂ ધ્યાન ખેંચ્યું, અને ઘણા ફ્લિપકાર્ટ ગ્રાહકોની પણ જેમણે તેને સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કર્યું હતું. તસ્વીરમાં, સુમિતા સ્મિત્ત સાથે, સ્પષ્ટપણે તેના નવા-નવા લહેંગાથી ખુશ થઈ ગયેલી છે, અને તેની માતા તેમના પરિવારના ઘરમાં ગર્વથી તેની પાછળ બેઠી છે.
ચાર ભાઈ-બહેન – 3 ભાઇ અને એક બહેન – ભણતર ભણી રહ્યા છે જ્યારે માતાપિતા પોતાનો નાનો ધંધો ચલાવે છે.
નયન ભારપૂર્વક કહે છે, ‘અમે મોટા ભાગે ફ્લિપકાર્ટ પર ખરીદી કરીએ છીએ.’ લાંબા સમયથી ફ્લિપકાર્ટ ગ્રાહક છે, ઘણીવાર તેના પરિવાર તરફથી પણ ખરીદી કરે છે, તે કહે છે કે તે તેના અનુભવથી ખુશ છે. ઓર્ડર કરેલા પ્રોડક્ટોની ગુણવત્તાથી હું ખરેખર ખુશ છું. હકીકતમાં, મને હમણાં જ કંઈક મળ્યું છે જેનો મેં તાજેતરમાં ઓર્ડર કર્યો હતો! ” તેણે આનંદ સાથે ઉમેર્યું.
આ પણ વાંચો: લોકડાઉનની વાર્તાઓ: ઓનલાઇન ખરીદારો સુરક્ષિત અનુભવે છે કારણકે તેઓ #સ્ટેહોમવિથફ્લિપકાર્ટ પર સલામત છે.