બધાને પોષાય તેવી ખરીદી: ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ વિશે તમારે શું જાણવું જોઈએ.

Read this article in English | বাংলা | தமிழ் | हिन्दी

ફ્લિપકાર્ટે કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોંચ કરવા માટે એક્સીસ બેંક અને માસ્ટરકાર્ડ સાથે ભાગીદારી કરીને ફોર્મલ ક્રેડિટ અને રિટેલને ભારતમાં વધુ સમાવેશી કરેલ છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ અને તેના તમામ ફાયદાઓ વિશે વાંચો.

flipkart axis bank credit cart

ફ્લિપકાર્ટ એક્સીસ બેંક ક્રેડિટ કાર્ડ- ઓનલાઈન ખરીદીને પહેલા કરતા વધુ સરળ બનાવે છે!

મોટાભાગના ભારતીયોને અમુક પ્રકારની અનૌપચારિક ક્રેડિટ ઉપલબ્ધ હોય છે. જો કે, હજી અગણિત ભારતીયો છે જેઓને અનૌપચારિક નાણાકીય સંસ્થાઓ દ્વારા ક્રેડિટ ઓફર મારફતે ને ફાયદો થવાનો બાકી છે.

ફ્લિપકાર્ટે પહેલેથી પે લેટર, નો કોસ્ટ ઇએમઆઈ (EMI), અને ડેબિટ કાર્ડ ઇએમઆઈ (EMI) જેવા અનેક પરવડે તેવી ઓફરો ખુલ્લી મુકેલ છે. આ ઉપરાંત, કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોંચ કરવા માટે ફ્લિપકાર્ટે એક્સિસ બેંક અને માસ્ટરકાર્ડ સાથે ભાગીદારી કરીને, ભારતમાં ઔપચારિક ક્રેડિટ અને રિટેલને વધુ સમાવેશીકરેલ છે.


ફ્લિપકાર્ટ એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડનો પરિચય

ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ ફ્લિપકાર્ટના ગ્રાહકોને બેસ્ટ-ઇન-ક્લાસ બેનિફિટ્સ મળે તે સુનિશ્ચિત કરે છે. અને કાર્ડનું અમર્યાદિત કેશબેકનુંવચન એ સુનિશ્ચિત કરે છે કે તમામ ખરીદી *, ઓનલાઈન અને ઓફલાઈન પર કેશબેક્સ પર ઉચ્ચ મર્યાદા ન હોય — જે તેને ખરેખર અમર્યાદિત બનાવે છે!

તમે જેનો આનંદ ઉઠાવી શકો છો તે લાભો પર એક નજર નાખો:

flipkart axis bank credit card

કાર્ડ કન્સોલ- એક જ એપમાં, તમારી તમામ કો-બ્રાન્ડેડ કાર્ડ-સંબંધી માહિતી !

ફ્લિપકાર્ટ એક્સીસ બેંક ક્રેડિટ કાર્ડમાં એક નવી સુવિધા ઉમેરવામા આવી છે, કાર્ડ કન્સોલ એ વન સ્ટોપ કોકપિટ વ્યૂ છે જેમાં ગ્રાહકો તેમની કાર્ડ સબંધિત માહિતી પ્રત્યક્ષ ફ્લિપકાર્ટ એપથી જોઈ શકે છે, જે તેને તમારા કાર્ડના ક્રીટીકલ પાંસાઓને મેનેજ કરવા માટે સુગમ બનાવે છે.

અહીં તે મુખ્ય સુવિધાઓ (ફીચરો) છે જે તમે મેળવવાં પાત્ર રહેશો:

    • કાર્ડની માહિતી જુઓ જેમ કે કાર્ડ ક્રમાંક, OTP ચકાસણી મારફત વૈધ્યતા અને CVV, જે કે ફર્સ્ટ-ઇન-ઈન્ડસ્ટ્રી (આ ઉદ્યોગમાં પ્રથમ) ક્ષમતા છે
    • ચુકવણી રકમ જાણો, આપેલ તારીખ પર ચુકવવાની તથા ન્યુનતમ ચુકવણીને, ચુકવણી કરવાની તારીખ પહેલા ભરી દો
    • બિલડેસ્કના રીડાયરેક્શન મારફતે ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવો
    • કરેલ ખર્ચ પર આજની તારીખ સુધી કમાયેલ કેશબેક તપાસો
    • વિવિધ ખર્ચ પર તમે કેટલું કેશબેક મેળવી શકો છો તેનું અન્વેષણ કરો
    • કન્સોલ મારફતે ઇમેઇલ પર તમારું ક્રેડિટ સ્ટેટમેન્ટ મેળવો
    • આપેલ કુલ ક્રેડિટ મર્યાદા, ઉપલબ્ધ ક્રેડિટ મર્યાદા, આગલા બિલ નિર્માણની તારીખ, પાછલા મહિનામાં કમાયેલ કેશ બેક

જેવી વિગતો સાથે તમારા કાર્ડનો સંક્ષેપ વ્યુ મેળવો –

  • આપતકાલીન સ્થતિમાં કાર્ડને બ્લોક કરવું

કોણ અપ્લાઈ કરી શકે છે?

આજની તારીખે, ફક્ત પસંદ કરેલા વપરાશકર્તાઓ ફ્લિપકાર્ટના કો-બ્રાન્ડેડ કાર્ડ માટે અરજી કરવા પાત્ર બનશે.

ગેરંટીડ કેશબેક, જે દર મહિને આપમેળે જમા મળશે,તે ઉપરાંત વિશાળ લાભ ઇકોસિસ્ટમ પ્રદાન કરવા હેતુ સાથે કો-બ્રાન્ડેડ કાર્ડે મેકમાઈટ્રીપ, ગોઆઇબીબો, ઉબર, પીવીઆર, ગાના, અને ક્યોરફીટ જેવા તૃતીય પક્ષો સાથે પણ ભાગીદારી કરી છે.

કાર્ડધારકોને ભારતભરમાં વિમાનમથકો પર ચાર ની:શુલ્ક લાઉન્જ મુલાકાતની સુવિધા, 3000+ જેટલા મૂલ્યના સ્વાગત લાભો તથા પ્રથમ ટ્રાન્ઝેક્શન (વ્યવહાર) પૂર્ણ કરવા પર રૂ.500 નું ફ્લિપકાર્ટ ઇ-ગિફ્ટ વાઉચર પણ મળશે. ક્રેડિટ કાર્ડ, ગ્રાહકોને ફ્લિપકાર્ટ પ્લેટફોર્મ પર ખર્ચ કરવા માટે લવચીક ચુકવણી (ફ્લેક્સીબલ પેમેંટ) અવધિ સાથે નો કોસ્ટ ઇએમઆઈ (EMI) પણ ઓફર કરશે.

ફ્લિપકાર્ટનો નવીનતમ ફિનટેક નવપ્રયોગ લાખો ગ્રાહકોને આર્થિક બોજની ચિંતા કર્યા વિના, ક્રેડિટ એક્સેસથી ફાયદાઓ મેળવવાની સાથે, ઓનલાઈન તથા ઓફલાઈન ખરીદી કરવા માટે સક્ષમ બનાવશે.


ફ્લિપકાર્ટ અને એક્સિસ બેંકના નવા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ વિશે વધુ જાણો

Enjoy shopping on Flipkart