પસ્તાવો કરવો તેના કરતાં સલામત રહેવું વધુસારું – તમારા ફ્લિપકાર્ટએકાઉન્ટને સુરક્ષિત કેવી રીતે રાખશો

Read this article in हिन्दी | English | ಕನ್ನಡ | বাংলা | தமிழ் | मराठी

જ્યારે તમે ઑનલાઇન ખરીદી કરો છો ત્યારે તે ખાતરી કરવી આવશ્યક છે કે તમારી બેન્ક વિગતો, એકાઉન્ટ નંબર, પાસવર્ડ વગેરે જેવી ખાનગી માહિતી અને ડેટા સુરક્ષિત છે. જો આ માહિતી છેતરપિંડી આચરતાંલોકોના હાથમાં આવી જાય તો તેઓ આ ડેટાનોદુરૂપયોગ કરતાં સહેજ પણ ખચકાતાં નથી. પરંતુ ચિંતા ન કરશો! છેતરપિંડી કરનારા લોકોથી તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવાની શક્તિ તમારાજ હાથમાં છે. શું તમે તે ખાતરી કરી છે કે તમારા ફ્લિપકાર્ટએકાઉન્ટનો પાસવર્ડ સંપૂર્ણ સુરક્ષિત છે? આગળ વાંચો અને જાણો કે તમારા એકાઉન્ટને કેવી રીતે સુરક્ષિત(ફૂલ-પ્રુફ) રાખી શકાય છે.

How to Secure Your Flipkart Account

જો તમે Flipkart, ઉપર અવાર-નવારઑનલાઇનખરીદી કરો છો તો તમારે સરળ અને સુગમ લેવડ-દેવડ કરવા માટે તમારી બેન્ક વિગતો દાખલ કરવી પડે છે અને ઑનલાઇન પાસવર્ડ સાચવવો પડે છે. આમ કરવું સંપૂર્ણપણે સુરક્ષિત છે. જોકે, આવા કિસ્સાઓમાં, તે બાબતની ખાતરી કરવી આવશ્યક છે કે છેતરપિંડી આચરતાં લોકોની નજરમાંથી તમારી ગોપનીય બેન્ક વિગતો અને પાસવર્ડનું રક્ષણ કરવા માટે સુરક્ષાના દરેક પગલાંતમે લીધા છે. જ્યારે તમે સુરક્ષિત અને ઝંઝટમુક્તઑનલાઇન શોપિંગ માટે ફ્લિપકાર્ટ પર લૉગ-ઇન કરો છો ત્યારે તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે તમે સુરક્ષાની દરેક સાવધાની હાથ ધરો તે બાબત સુનિશ્ચિત કરવા માટે અહીં વિસ્તૃત માર્ગદર્શિકાની યાદી આપવામાં આવી છેઃ

 1. તમારી ફ્લિપકાર્ટ મોબાઇલ એપને iOS અથવા એન્ડ્રોઇડની અદ્યતન આવૃતિ ઉપર અપડેટ કરો
 2. તમે તમારા નોંધાયેલાઇમેઇલ અને/અથવા તમારા નોંધાયેલા મોબાઇલ નંબર મારફતે પાસવર્ડ સાથે તમારાડેસ્કટોપ, એપ અથવા m-site ઉપર તમારા ફ્લિપકાર્ટએકાઉન્ટમાંલૉગ ઇન કરી શકો છો.
 3. તમે ફ્લિપકાર્ટની સાચી સાઇટ ઉપરથી જ લૉગ-ઇન ઇન કર્યુ છે તેની ખાતરી કરો. જો તમે તમારા ડેસ્કટોપ/લેપટોપ અથવા સ્માર્ટફોન અથવા ટેબલેટ જેવી મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ કરીને ફ્લિપકાર્ટm-site ઉપર વેબબ્રાઉઝરનો ઉપયોગ કરીને તમારા ફ્લિપકાર્ટએકાઉન્ટમાંલૉગ-ઇન કરી રહ્યાં છો તો તમારે ખાતરી કરવી જોઇએ કે દાખલ કરેલો URLhttps://www.flipkart.com છે.તમારા URLમાં “https” અંગે ખાતરી કરવી પણ આવશ્યક છે, જેનો અર્થ થાય છે કે વેબસાઇટ માન્ય સુરક્ષા પ્રમાણપત્ર ધરાવે છે અને આથી તે વિશ્વસનીય છે. કેટલાક બ્રાઉઝરમાંસાઇટ સુરક્ષિત છે તે દર્શાવવા માટે એડ્રેસ બાર “બંધ તાળા” દર્શાવે છે. વપરાશકર્તાઓનેગેરમાર્ગેદોરવા અને તેમના ડેટાની ચોરી કરવા માટે અમારી મંજૂરી વગર સંખ્યાબંધનકલી વેબસાઇટ ગેરકાયદેસર રીતે ફ્લિપકાર્ટના સત્તાવાર લોગોનો ઉપયોગ કરે છે આથી તમારા ફ્લિપકાર્ટએકાઉન્ટમાં જ્યારે તમે સાઇન ઇન કરો તે પહેલા આ સાવધાની રાખવી તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ છેતરપિંડી આચરતાં લોકો સામે કાર્યવાહી કરવા અમે સક્રિયપણે કાયદાનો અમલ કરતાં સત્તાવાળાઓ સાથે કામગીરી કરી રહ્યાં છીએ. તે દરમિયાન, તમારા તરફથી લેવામાં આવેલી આ થોડીક કાળજી તમારી ખરીદીનાઅનુભવને સુખદ અને સુરક્ષિત બનાવશે.
 4. તમારો મજબૂત પાસવર્ડસેટ કરો. તે મહત્વપૂર્ણ છે કે તમારો પાસવર્ડ અત્યંત ફૂલ-પ્રુફ રહે અને છેતરપિંડી આચરતાંલોકો તેનો અંદાજલગાવી ન શકે. આ રીતે તમે આ કાળજી રાખી શકો છોઃ

How to secure your Flipkart account - follow these tips

 • કેપિટલ અને સ્મોલલેટર્સ, નંબર અને સ્પેશિયલ કેરેક્ટરનું મિશ્રણ ધરાવતો મજબૂત પાસવર્ડ પસંદ કરો
 • કોઇ અન્ય એકાઉન્ટ માટે તમારા ફ્લિકાર્ટપાસવર્ડનો ઉપયોગ ન કરો
 • અન્ય કોઇપણ વ્યક્તિને તમારા પાસવર્ડની જાણકારી ન આપો
 • કોઇપણ જગ્યાએ તેને લખીને ન રાખોs
 • ઇમેઇલ/વોટ્સએપ/SMS ઉપર પાસવર્ડ ક્યારેય શેર ન કરો
 • દર મહિને તમારો પાસવર્ડ બદલવાનું યાદ રાખો. ક્યારેય જૂના પાસવર્ડનો ઉપયોગ ન કરો.
 • તમારા પાસવર્ડ તરીકે તમારું નામ, મોબાઇલ નંબર, અથવા જન્મ તારીખનો ઉપયોગ ન કરો.
 • જો તમને તમારો પાસવર્ડ યાદ ન હોય તો, ફ્લિપકાર્ટ વેબસાઇટ અથવા એપ ઉપર તેને ફરી પ્રાપ્ત કરવા “Forgot Password” વિકલ્પનો ઉપયોગ કરો. તમારા એકાઉન્ટની પહોંચ ફરી પ્રાપ્ત કરવાની આ સૌથી સલામત પદ્ધતિ છે.
 • જો તમે કોઇ જાહેર કમ્પ્યુટર અથવા કોઇ અન્ય વ્યક્તિના મોબાઇલ ડિવાઇસ દ્વારા ફ્લિપકાર્ટ ઉપર લૉગ-ઇન કરી રહ્યાં છો તો “Remember Me” ની પસંદગી દૂર કરવામાં આવે તેની ખાતરી કરો.
 • તમારું એકાઉન્ટ ફરી એક્સેસ કરવા તમને પ્રાપ્ત થતાં કોઇપણ OTP (વન ટાઇમ પાસવર્ડ) ની જાણકારી કોઇપણ વ્યક્તિને ન આપો.
 • જો તમે સાઇબર-કાફે અથવા જાહેર ઇન્ટરનેટ બ્રાઉઝિંગ સેન્ટર પર આવેલા કમ્પ્યુટર અથવા તમારા ઓફિસ કમ્પ્યુટર પરથી ફ્લિપકાર્ટમાંલૉગ-ઇન કરી રહ્યાં છો, તો તે સુનિશ્ચિત કરો કે તમે તમારા એકાઉન્ટમાંથીલૉગઆઉટ થાઓ છો, તમારા બ્રાઉઝરનીકેશસાફ કરો છો અને તમે કમ્પ્યુટર છોડો તે પહેલા બ્રાઉઝરવિન્ડો બંધ કરો છો. જ્યારે તમે તમારીડેસ્ક પરથી દૂર જાઓ ત્યારે તમારા ડેસ્કટોપનેલૉક કરવાનું યાદ રાખો.
 • હંમેશા તમારા મોબાઇલ ફોનને PIN કોડ લૉક, ફિંગરપ્રિન્ટલૉક અથવા ટચ ID (આઇફોન વપરાશકર્તા માટે) દ્વારા લૉક કરો કારણ કે તે છેતરપિંડી આચનારા લોકોનેતમારા ફોન ઉપર ફ્લિપકાર્ટએપ સહિત મહત્ત્વપૂર્ણએપએક્સેસ કરતાં અટકાવેછે.
 • ક્યારેય તમારો ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ નંબર અથવા CVV (કાર્ડ વેરિફિકેશનવેલ્યૂ) કોઇપણ વ્યક્તિ સાથે શેર ન કરો. ફ્લિપકાર્ટના અધિકૃત એજન્ટ ક્યારેય તમને કૉલ કરશે નહીંઅને આ વિગતોની પૂછપરછ કરશે નહીં.

શું તમે તમારા ફ્લિપકાર્ટએકાઉન્ટમાંલૉગ-ઇન નથી કરી શકતાં? ચિંતા ન કરશો! આ રીત અનુસરો

તમારી ડેટા અને એક્સેસ વિગતો સલામત રાખવી તે અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. જો તમે તમારો પાસવર્ડ અપડેટ કરવાનું ભૂલી જાઓ છો તો પણ અમે તમને તેઅપડેટ કરવાનું યાદ કરાવીશું. આથી, તમારું ફ્લિપકાર્ટ એકાઉન્ટ સુરક્ષિત રાખવા માટે, સમય સમય પર તમને તમારો પાસવર્ડ અપડેટ કરવાનું કહેવામાં આવી શકે છે.

 • જો તમે તમારા જૂના પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટમાંલૉગ-ઇન કરવા અસક્ષમ છો તો તમારો પાસવર્ડ રિસેટ કરવા માટે “Forgot Password” ક્લિકકરો.
 • કૃપા કરીને તે સુનિશ્ચિત કરો કે તમે એકાઉન્ટની સુરક્ષા અને તમારા દરેક ઓર્ડરની ગોપનીયતા જાળવવાની ખાતરી કરવા કોઇપણ વ્યક્તિ સાથે તમારા ફ્લિપકાર્ટલૉગ-ઇનની વિગતો શેર કરતાં નથી.

નોંધઃ જો તમે એક કરતાં વધુ OTPs અથવા “Forgot password” વિનંતીઓ પ્રાપ્ત કરી રહ્યાં છો તોકોઇ તમારા એકાઉન્ટમાંપ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યું છે તેની સંભાવના છે. તેનેવધુ મજબૂત પાસવર્ડ વડે સુરક્ષિત કરવાનું યાદ રાખો.


જો તમને શંકા છે કે તમારા એકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવી છે અને તમે તમારા એકાઉન્ટમાંલૉગ-ઇન કરી શકતાં ન હોવ તો, આ સમસ્યાની જાણ કરવા માટે, કૃપા કરીને ફ્લિપકાર્ડ હેલ્પ સેન્ટર અથવા ફ્લિપકાર્ટ કસ્ટમર કૅર નો સંપર્ક કરો.

તમારાબેન્કિંગ ડેટા (જેમ કે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ માહિતી) સાથે થયેલી છેડછાડની જાણકારી આપવા કૃપા કરીને તમારા બેન્કના ગ્રાહક સેવા કેન્દ્ર (હેલ્પલાઇન) નો સંપર્ક કરો.

મનની શાંતિ માટે તમારા ફ્લિપકાર્ટએકાઉન્ટને સુરક્ષિત રાખવું જરૂરી છે. સુરક્ષિત ખરીદી કરવામાં મદદ કરવા આ લેખ તમારા પ્રિયજનો અને મિત્રો સાથે શેર કરો.

આ પણ વાંચોઃસ્કેમએડવાઇઝરી – ફ્લિપકાર્ટના નામનો દુરૂપયોગ કરતી છેતરામણીભરી સાઇટ્સ અને નકલી ઓફરથી સાવધાન રહો.

Enjoy shopping on Flipkart