જો તમે તમારા સ્માર્ટફોનને હંમેશાં અપગ્રેડ કરવાનું પસંદ કરો છો, તો તમારા લેપટોપને વારંવાર બદલો, અથવા કોઈ સારી ડીલનો પ્રતિકાર કરી શકતા નથી, 2GUD, ફ્લિપકાર્ટનું નવું ઇ-કceમર્સ પ્લેટફોર્મ, ખાતરી કરો કે તમારા એલી સાચા છે.. 2GUD નો નવીનીકૃત માલ-સામાન નવા જેવો જ છે – કારણ કે, આખરે તો તે બારીકાઇપૂર્વક તપાસવામાં આવ્યો છે અને તે તેની પોતાની વૉરન્ટી પણ ધરાવે છે. ખરેખર રસપ્રદ છેને? તો શા માટે તમારા ફોન ઉપર 2GUDની વેબસાઇટ અત્યારે જ બુકમાર્ક કરવી જરૂરી છે, તે અંગે વધુ જાણકારી માટે આ લેખ વાંચો.
નવીનીકૃત પ્રોડક્ટપ્રોડક્ટ્સની શોપિંગ હંમેશા તણાવપૂર્ણ રહેતી હોય છે – ગુણવત્તા અને શું તમે તે પ્રોડક્ટ માટે ખૂબ વધુ પૈસા તો ચૂકવી નથી રહ્યાને અંગે આશંકાઓ અથવા જે-તે પ્રોડક્ટ માટેનો સોદો લાભદાયક હોય તો પણ તમારા મનમાં અસંખ્ય આશંકાઓ પેદા થતી હોય છે. જો તમારી મનપસંદ ચીજ-વસ્તુઓનું શોપિંગ ઘરે બેઠા-બેઠા અને આનંદપૂર્વક થઇ શકે તે માટે તમે આ બધી આશંકાઓનું સમાધાન કરી શકો, તે પણ અવિશ્વસનીય કિંમતોએ, તો કેવું. 2GUD માનવામાં ન આવે તેટલું સારું લાગી રહ્યું છે નહીં?
ફ્લિપકાર્ટનું 2GUD નવીનીકૃત માલ-સામાનનું શોપિંગ એક નવા સ્તર પર લઇ જાય છે. તે દરેક ચીજ-વસ્તુઓને વેબસાઇટ ઉપર લિસ્ટ કરતાં પહેલા કાળજીપૂર્વક નવીનીકૃત અને રિસ્ટોર કરે છે જેથી તમે તે ચીજ-વસ્તુઓનો આનંદ જાણે કે તે નવી હોય તે રીતે જ ઉઠાવી શકો છો. કોઇ નિરાશા નહીં, કોઇ ખામી નહીં. માત્ર તમારા માટે તમે પસંદ કરી શકો તેવી ઊચ્ચ-ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ્સ ખૂબ જ વ્યાજબી કિંમતોએ. તે ઉપરાંત, 2GUD ફ્લિપકાર્ટનું સાહસ છે, જેનો અર્થ છે કે તમે તેની ઉપર ભરોસો કરી શકો છો અને સુવિધાજનક ખરીદી પણ સુનિશ્ચિત કરી શકો છો.
જો તમે તમારો રોમાંચ રોકી શકતાં ન હોવ તો, આ રહી તે તમામ માહિતી જે તમે જાણવા માગો છો.
2GUD ઉપર શું ઑફર છે?
સૌ પ્રથમ, 2GUD તમને વ્યાપક શ્રેણીમાં નવીનીકૃત સ્માર્ટફોન્સ, લૅપટૉપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ચીજ-વસ્તુઓ ઑફર કરે છે. ટૂંક સમયમાં તે ટેલિવિઝન, ટેબ્લેટ અને ઇલેક્ટ્રોનિક સાધનો પણ ઑફર કરશે. એકંદરે જોઇએ તો તમે આશરે 400 શ્રેણીઓમાંથી નવીનીકૃત પ્રોડક્ટ્સમાંથી પસંદગી કરવા સક્ષમ બનશો.
શ્રેષ્ઠ કિંમતે યોગ્ય ગુણવત્તા
જો તમે નવીનીકૃત પ્રોડક્ટ ખરીદતી વખતે તેમાં રહેતી ક્ષતિઓ વિશે ચિંતિત છો, તો હવે ડરવાની જરૂર નથી. 2GUD પર, દરેક પ્રોડક્ટ સંપૂર્ણપણે કાર્યરત હોય છે અને તેના પાર્ટ્સ પણ જોવામાં આવે છે. ફ્લિપકાર્ટનું પોતાનું F1 ઇન્ફો સોલ્યુશન્સ પ્રોડક્ટને નવીનીકૃત કરે છે અને ત્યારબાદ દરેક પ્રોડક્ટ ખૂબ જ કડક ગુણવત્તા તપાસમાંથી પસાર થાય છે જેમાં કુલ 40 જુદા-જુદા પાસાંઓની ચકાસણીનો સમાવેશ થાય છે.
ધારો કે તમે એક સ્માર્ટફોન ખરીદવા ઇચ્છો છો અને તે ખરીદવા માટે તમે 2GUD પર જાઓ છો. તમે જે મૉડલ હંમેશા ખરીદવા ઇચ્છતાં હતાં તે મૉડલ તમને જોવા મળે છે પરંતુ આ મૉડલ તમારા કાર્ટમાં ઉમેરવું જોઇએ કે નહીં તે અંગે હજુ પણ દુવિધાપૂર્ણ સ્થિતિ અનુભવો છો. તો તમારી આ દુવિધા દૂર કરવા માટે આ જાણકારી તમને મદદરૂપ બની રહેશેઃ કેમેરા, સ્ક્રીન, બેટરી કામગીરી અને ફિંગરપ્રિન્ટ સ્કેનર સહિત 40 જેટલા પાસાંઓની ખૂબ જ ઊચ્ચ ધોરણો ધરાવતાં ફ્લિપકાર્ટના નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવી છે.
આથી, માત્ર તેવી પ્રોડક્ટ જેની ગુણવત્તાના તમામ દ્રષ્ટિબિંદુથી તપાસ કરવામાં આવી છે તે જ તમને સ્ક્રિન ઉપર જોવા મળે છે. વધુ મહત્ત્વપૂર્ણ રીતે, 2GUD ઉપર શોપિંગ પૈસાની પૂરેપૂરી વસૂલાતની ખાતરી પૂરી પાડે છે. તમને બૉક્સમાંથી બહાર પણ ન કાઢી હોય તેવી અને વાપરી પણ ન હોય તેવી પ્રોડક્ટ પર પણ ખૂબ જ આકર્ષક ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થાય છે!
ગુણવત્તા અમારી પ્રાથમિકતા છે
2GUD ઉપર દરેક પ્રોડક્ટની સચોટ પરિસ્થિતિ અંગે સ્માર્ટ ગ્રેડિંગ વ્યવસ્થા તમને યોગ્ય જાણકારી પૂરી પાડશે. પ્રોડક્ટને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે.
Like New:આ એકદમ નવી પ્રોડક્ટ છે જેને માત્ર બૉક્સમાંથી બહાર કાઢવામાં આવી છે. ‘નવા જેવી’ તરીકે વર્ગીકૃત કરાયેલી પ્રોડક્ટનો ઉપયોગ અગાઉ ક્યારેય કરાયો નથી, તે સંપૂર્ણપણે કાર્યરત છે અને નિષ્ણાતો દ્વારા પ્રમાણિત કરવામાં આવેલી છે.
Superb: આ રેટિંગ તમને જણાવે છે કે તે પ્રોડક્ટનો ઉપયોગ ઓછામાં ઓછો કરવામાં આવ્યો છે અને તે બ્રાન્ડ વૉરન્ટી પણ ધરાવે છે, તેની કામગીરી પ્રમાણિત છે, તેને કોઇ સ્ક્રેચ નથી, તે પોતાની બ્રાન્ડની 3 મહિનાની વૉરન્ટી ધરાવે છે અને સરળતાથી પરત કરી શકવાનો વિકલ્પ ધરાવે છે!
Very Good: આ રેટિંગ દર્શાવે છે કે તે આઇટમનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેની કામગીરી પ્રમાણિત છે તેમજ તે નહિવત સ્ક્રેચ ધરાવે છે. વધુ મહત્ત્વપૂર્ણ રીતે, તેની કામગીરી સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવેલી છે અને આ પ્રોડક્ટની સંપૂર્ણ તપાસ પણ કરવામાં આવી છે.
ફ્લિપકાર્ટની ખૂબીઓથી સજ્જ
તમારે માત્ર તમારા ફ્લિપકાર્ટના લૉગ-ઇન અને પાસવર્ડ દ્વારા સાઇન ઇન થવાની અથવા જો તમે એકાઉન્ટ ધરાવતાં ન હોવ તો 2GUD ઉપર એકાઉન્ટ બનાવવાની જરૂર છે. ત્યાર પછીની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. માત્ર તમારી પસંદગીની પ્રોડક્ટ માટે બ્રાઉઝ કરો. તમને દરેક પ્રોડક્ટનું ગ્રેડિંગ, વૉરન્ટી, વિશેષતાઓ, ડિલિવરી સમય, પેમેન્ટ વિકલ્પો અને બીજુ ઘણું બધુ જોવા મળશે. આ ઉપરાંત તમે જો તેને ફ્લિપકાર્ટ ઉપર નવી પ્રોડક્ટ તરીકે ખરીદો તો તે જ મૉડલ ખરીદવા માટે ચૂકવવી પડતી કિંમત પણ તપાસી શકશો. એક વખત તમે તમારી કાર્ટને પ્રોડક્ટથી ભરી દીધા બાદ, તમે ચેકઆઉટ માટે આગળ વધી શકો છો અને તમારી પસંદગી અનુસાર ચુકવણી કરી શકો છો. તમે EMI દ્વારા પણ ચૂકવી શકો છો!
2GUDનું ગુણવત્તા અંગે વચન
માત્ર તે કારણોસર કે તમે નવીનીકૃત પ્રોડક્ટ ખરીદી રહ્યાં છો તેનો અર્થ તેવો નથી કે તમે વિશિષ્ટ સગવડ મેળવવા માટે હક્કદાર નથી. આ વાત ફ્લિપકાર્ટ સારી રીતે સમજે છે અને નિષ્ણાતોની ટીમ દરેક અને તમામ પ્રોડક્ટને ચકાસે છે. બીજી ખાસ વાત તે છે કે તેનું ગ્રેડિંગ સંપૂર્ણ પારદર્શી છે જેથી તમે જાણી શકો કે તમે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ મેળવી રહ્યાં છો. આ બાબતની ખાતરી પૂરી પાડવા, જે પ્રોડક્ટ બ્રાન્ડ વૉરન્ટીમાં આવરી લેવામાં આવી નથી તેના પર ફ્લિપકાર્ટપ્રોડક્ટ વૉરન્ટી પણ ઉપલબ્ધ કરાવે છે. ઉપરાંત, સમગ્ર દેશમાં સર્વિસ સેન્ટરના વ્યાપક નેટવર્ક થકી તમે સમસ્યાઓ જેનો કદાચ તમે તાત્કાલિક સામનો કરો તેનું સમાધાન કરવા સક્ષમ બનો છો.
શોપિંગ શરૂ કરો!
2GUDના ઉમદા સંચાલકો આ બાબત તમારી સાથે શેર કરવા ખૂબ જ આતૂર હતા તેથી તેમણે ઇ-કોમર્સ વેબસાઇટ લૉન્ચ કરી છે જે તમે તમારા મોબાઇલ ઉપર પણ પ્રાપ્ત કરી શકો છો. ટૂંક સમયમાં, તમે એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસ ઉપર એપ દ્વારા અને તમારા લૅપટૉપ અથવા ડેસ્કટૉપ ઉપર પણ ખરીદી કરવા સક્ષમ બનશો.
જ્યારે તમારે નવીનીકૃત પ્રોડક્ટ ખરીદવી હોય ત્યારે સારી કિંમતો માટે તમે ક્લાસિફાઇડના પાનાં આમ-તેમ ફેરવવા અથવા માલિક સાથે ભાવતાલ કરવાની માથાકૂટ હવે ભૂલી જઈ શકો છો. 2GUD પર કિંમતો હંમેશા યોગ્ય હોય છે અને ગુણવત્તા બાબતે ફ્લિપકાર્ટની ચોક્કસ ખાતરી મળે છે. આથી ભલે તે તમે ખરીદવા માંગો છો તે બ્લ્યૂટૂથ બોઝ સ્પીકર હોય કે સેમસંગનો ગેલેક્સી S8+ હોય, તમારા સ્માર્ટફોનને આકર્ષક બનાવો અને start shopping!
Also Read: Making ‘refurbished’ a good word – the 2GUD story