#લાખોમાંએક: પ્રોફેશનલ ફૂટબોલ ખેલાડી, કોચ, કિરાના પાર્ટનર – નોઆ રોઝારીયો અજેય છે.

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | मराठी | తెలుగు

નોઆ ઑગસ્ટિન રોઝારિયો ઘણી પ્રતિભા ધરાવતો માણસ છે. સ્ટોર-માલિક, દરજી, સિક્યોરીટી સુપરવાઇઝર, પ્રોફેશનલ ફૂટબોલ પ્લેયર અને કોચ — નોઆહે આ બધું કર્યું છે. પરંતુ તેના માટે, ખરેખર મહત્વની બાબત એ છે કે તે એક વ્યક્તિ તરીકે કોણ છે અને તેનું કામ ખરેખર શું બદલાવ લાવે છે. તે જીવનમાં કેવી રીતે મજબૂત થાય છે અને પછી કેવી રીતે સ્કોર કરે છે તે જાણવા માટે તેની પ્રેરણાદાયી વાર્તા વાંચો!

હું ઓપરેશનમાં મારો પગ લગભગ ગુમાવી બેઠો હતો.

જ્યારે હું 6 વર્ષનો હતો ત્યારે મેં ફૂટબોલ રમવાનું શરૂ કર્યું. એક શોખ કરતાં પણ વધુ, તે મારો જુસ્સો હતો અને હજુ પણ છે. મેં ભૂતકાળમાં વિવિધ સ્પર્ધાઓમાં તમિલનાડુ, કર્ણાટક અને આપણા દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. આજે, હું ફૂટબોલ કોચ છું અને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે બે ટીમોને ટ્રેનિંગ આપું છું.

પરંતુ જ્યારે હું આ કારકિર્દીની શરૂઆત કરી રહ્યો હતો ત્યારે તે સરળ મુસાફરી નહોતી.

અંડર-16 કેટેગરીમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ મારી પસંદગી થઈ ન હતી. તે સમયે, મારા પિતાએ મને તેના બદલે કામ શોધવાનું કહ્યું – જેથી હું વ્યસ્ત રહી શકું અને મારી જાતને ટકાવી શકું. મેં તરત જ SSLC પૂર્ણ કર્યું અને મિકેનિક તરીકે કામ શરૂ કર્યું. અન્ય નોકરી કરતી વખતે પણ, હું સાઈડમાં ફૂટબોલ ચાલુ રાખતો, મારા મિત્રો સાથે રમતો હતો. ધીરે ધીરે, મેં ટેલરિંગ, ફેબ્રિકેશન વર્ક, સિક્યુરિટી ઓફિસર અને સુપરવાઈઝરમાં મારો હાથ અજમાવ્યો અને પછી પ્રોફેશનલ ફૂટબોલમાં મને સફળતા મળી.

ઑફ-સિઝન મેચ દરમિયાન મને ભારતની મુખ્ય લીગની ટીમના કેપ્ટન દ્વારા જોવામાં આવ્યો હતો. હું 27 વર્ષનો હતો. તેણે મને ટીમમાં જોડાવાનું કહ્યું પણ મને શંકા હતી કારણ કે મારી પાસે મારી નોકરી હતી. તેણે મને બંને કરવા પ્રેરિત કર્યા. ત્યારે મેં મારી દિવસની નોકરી અને મારા જુસ્સાને અસરકારક રીતે સંચાલિત કરવાની કુશળતા પસંદ કરી. મેં વાસ્તવિક લક્ષ્યો નક્કી કર્યા અને મારા એમ્પ્લોયર અને મારી ટીમના કેપ્ટન માટે તે અંગે પારદર્શક હતો.

પછી જ્યારે હું પ્રોફેશનલ ફૂટબોલ રમી રહ્યો હતો ત્યારે મારો અકસ્માત થયો હતો. વિરોધી ટીમમાંથી એક સભ્ય મારી સામે દોડી આવ્યો અને મારા પગમાં ઈજા થઈ. જો મને યોગ્ય સારવાર ન મળી હોત તો વધુ ખરાબ હાલત થઈ શકે તેમ હતા. પરંતુ સદનસીબે, હું સાજો થઈ ગયો. કોચ તરીકે વાપસી કરતા પહેલા મારે લાંબા સમય સુધી રમવાનું બંધ કરવું પડ્યું હતું.

Kirana Partner

પછી હું બેંગલુરુની એક શાળામાં કોચ તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. લોકડાઉન થયું ત્યાં સુધી બધું બરાબર હતું. પણ પછી કોન્ટ્રાક્ટના કર્મચારીઓના પગારમાં ભારે ઘટાડો થયો અને અમારે અમારા ખર્ચાઓનું સંચાલન કરવા માટે વૈકલ્પિક માર્ગો શોધવા પડ્યા હતા. તે દરમ્યાન મારી મારા એક મિત્ર સાથે વાત થઈ, જે અહીંયા એક હબ પર ફ્લિપકાર્ટ કિરાણા પાર્ટનર તરીકે કામ કરે છે. મારી પાસે એક નાનકડુ સ્ટેશનરી સ્ટોર છે તેથી હું પણ પ્રોગ્રામ માટે ભરતી થયો. ઓનબોર્ડિંગ પ્રોસેસ ખૂબ જ સરળ હતી અને મારો તરત જ પ્રવેશ થઈ ગયો.

આજે, શાળાઓ ફરી ખુલી ગઈ અને મારા કોચિંગ સેશન્સ સરસ ચાલી રહ્યા છે, પણ હું મારા કિરાણા વર્કને પાછળ છોડવા નથી માંગતો, કારણ કે જ્યારે મને સપોર્ટની જરૂર હતી ત્યારે ફ્લિપકાર્ટ મારી પડખે ઊભું હતું અને હવે હું ફ્લિપકાર્ટ સાથે ઊભા રહેવાનું પસંદ કરું છું.

આજે મારું શેડ્યૂલ આ રીતે છે: હું મારી શાળાની એક ટીમને કોચિંગ આપવા વહેલી સવારે જવું છું, જે સવારે 8:30 વાગ્યે સમાપ્ત થાય છે. આખા દિવસના પેકેજ લઈને સવારે 9 વાગ્યા સુધીમાં, હું ફ્લિપકાર્ટ હબમાં પહોંચું છું. તે પછી હું મારા સ્ટોર માટે રવાના થઈ જવું છું. હું લગભગ 9:45 વાગ્યે પહોંચું છું, હું પેકેજોને અલગ કરું છું અને તે મુજબ મારી ડિલિવરીની યોજના કરું છું. મારી પાસે ડિલિવરીની સંખ્યા એટલી હોય છે જે હું જાણું છું કે હું વાસ્તવિક રીતે કરી શકું છું. હું હંમેશા તેનું પાલન કરું છું. બપોરે 2:30 વાગ્યા સુધીમાં, હું ધ્યાન રાખીને ટાર્ગેટ અચિવ કરી લઉ છું અને પછી સાંજના કોચિંગ સેશન માટે મારી બીજી શાળામાં જઉ છું.

જ્યારે મેં કિરાણા પાર્ટનર તરીકે કામ શરૂ કર્યું, ત્યારે મારા પરિવારમાં નારાજ હતા. પરંતુ હવે, તેમાંના ઘણા મારી પાસે આવે છે અને તેના માટે અરજી કરવા વિશે પૂછે છે.

હું મારા પરિવાર સાથે બેંગલુરુમાં રહું છું. મારી પત્ની એક IT કંપનીમાં સિનિયર મેનેજર છે. તેણી જ્યારે પણ થઈ શકે ત્યારે મને સ્ટોરમાં મદદ કરે છે. મારે બે દીકરીઓ છે. મોટી દીકરી યુએઈમાં કામ કરે છે અને મારી નાની દીકરી શાળામાં છે. મોટી દીકરી સ્ટેટ-લેવલની થ્રોબોલ પ્લેયર છે અને નાની, તે ખાણીપીણીની શોખીન છે!

હું મારા વિસ્તારમાં ડિલિવરી કરું છું અને મારા મોટાભાગના ગ્રાહકો પણ મારા પરિચિતો છે. હું તેમને વર્ષોથી ઓળખું છું. આ મારા માટે મારી ડિલિવરી કરવાનું સરળ બનાવે છે, પરંતુ હા, ઘણી વાર એવું બને છે જ્યારે કોઈ કારણોસર ગ્રાહકો ઉપલબ્ધ ન હોય અને તેનાથી મારા વર્ક ફલોને અસર થાય છે. પરંતુ પછી ધ્યાન રાખીને હું બાકી ડિલિવરીની કાળજી લેવાનું મેનેજ કરું છું.

બિગ બિલિયન ડેઝ સેલ સીઝન અદ્ભુત છે! હું મારાથી બને તેટલા પેકેજો પહોંચાડવાનો પ્રયાસ કરું છું. મારા હબ પર, દરેક વ્યક્તિ ખૂબ જ સપોર્ટ કરે છે. અમને સારી રીતે માર્ગદર્શન આપવામાં આવે છે અને આ સમય દરમિયાન અમારી પાસે સામાન્ય રીતે ઘણા નવા લોકો હોય છે. અહીંનું વર્ક કલ્ચર એવું છે કે અમે હંમેશા અમારા પોતાના અનુભવોમાંથી જ્ઞાન અમારા જુનિયર સુધી પહોંચાડીએ છીએ જેથી તેઓ શક્ય તેટલું સારી રીતે તેમનું કામ કરી શકે.

જોબ ટાઈટલ્સ કરતાં, મારા માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ ક્ષણે હું કોણ છું અને મારું કાર્ય મારા જીવનમાં કેવી રીતે મૂલ્ય ઉમેરે છે. અને અત્યારે, બંને વ્યવસાયો – એક કોચ અને કિરાણા ભાગીદાર તરીકે – મને મારા વર્તમાન સમયમાં વિકાસ કરવામાં મદદ કરી રહ્યાં છે. હું તેના માટે આભારી છું.


આ પણ વાંચો: #લાખોમાંએક: ફ્લિપકાર્ટ સાથે, રંજન કુમાર પોતાના ખોવાયેલા સપનાને ફરીથી સજાવી રહ્યા છે.

Enjoy shopping on Flipkart