દર બે કલાકે સેનિટાઈઝિંગ કરીને તેના કર્મચારીઓને કામ શોધવા બહુ દૂર ન જવુ પડે તે સુનિશ્ચિત કરે છે, ફ્લિપકાર્ટના વિક્રેતા સંજીબ પ્રસાદ જ્યારે તેના કર્મચારીઓ અને ગ્રાહકોની સલામતીની વાત આવે ત્યારે કોઈ કસર છોડતા નથી. અહીં, તેમની કંપની કોવિડ-19 પરિસ્થિતિને કેવી રીતે સ્વીકારે છે તે વિશે તેઓ વાત કરે છે અને તેમના જેવા નાના વ્યવસાયને ટેકો આપવા બદલ ગ્રાહકોનો આભાર માને છે. તેમની વાર્તા વાંચો.
મારું નામ સંજીબ પ્રસાદ છે અને હું ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઇન આવશ્યક ચીજોનું વેચાણ કરું છું. જ્યારે લોકડાઉન અને કોવિડ-19ના ફેલાવા સામે લડવા માટે નિયંત્રણોની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે અમારા વ્યવસાયને ચાલતો રાખવા માટે અમે ઇ-કોમર્સનો લાભ કેવી રીતે ઉઠાવી શકીએ તે સમજવા માગતા હતા. ફ્લિપકાર્ટે સમયસર વાતચીત અને વ્યાપક માર્ગદર્શિકા સાથે અમને ટેકો આપ્યો હતો, અને તેઓ કામગીરી ફરીથી શરૂ કરવા આતુર હતા, જેની હું ખરેખર પ્રશંસા કરું છું.
જેમ કે અમે પહેલાથી જ સેનિટાઈઝર, ફેસ વોશ, સાબુ અને હાઈજીન કીટ જેવી આવશ્યક ચીજો વેચતા હતા, ફ્લિપકાર્ટ પર અમારી પ્રોડક્ટની સૂચિ ફરી મુકવાનો મુશ્કેલી વિનાનો અનુભવ હતો.
જ્યારે કોવિડ-19 રોગચાળા વચ્ચે કર્મચારીઓ અને વ્યવસાયિક કામગીરીની વાત આવે ત્યારે અમે ખૂબ કાળજી લઈએ છીએ. ઓફિસના સમય પછી, અમે પોતાને સેનીટાઇઝ કરીએ છીએ અને બધી જરૂરી અગમચેતીઓનું પાલન કરીએ છીએ. હાલમાં, અમે કર્મચારીઓની 33% સંખ્યા સાથે કામ કરી રહ્યા છીએ. દેશવ્યાપી લોકડાઉન પહેલાં, અમારી પાસે 20 કર્મચારી હતા પરંતુ હવે ફક્ત ચારથી પાંચ કર્મચારીઓ જ કામ કરી રહ્યા છે.
તેઓ અમારા વિસ્તારની નજીક પણ રહે છે તેથી તેઓને કામ પર જવા માટે વધારે દૂર ન જવું પડે તેની ખાતરી રાખીએ છીએ. જ્યારે અમારા કર્મચારીઓ ઓફિસ પહોંચે છે ત્યારે તેઓ લોગબુક પર સહી કરે છે. ત્યારબાદ અમે કર્મચારીઓનું તાપમાન માપીએ છીએ અને તેમના હાથ અને પગ માટે સેનિટાઇઝર પ્રદાન કરીએ છીએ. અમે વર્કસ્ટેશનમાં અને દરવાજા પાસે સેનિટાઇઝર્સ રાખીએ છીએ. દર 2 કલાકે, હું દરેકને તેમના હાથ સેનીટાઇઝ કરવા સૂચના આપું છું અને હું પણ કરું છું. અમે બે જોડી હાથના મોજા પણ પ્રદાન કરીએ છીએ, જે કામના કલાકો પછી કાઢી નાખવામાં આવે છે. અમે દરરોજ આ નિત્યક્રમને વળગી રહીએ છીએ.
ફ્લિપકાર્ટ સાથે જોડાઈ અને દેશભરમાં ગ્રાહકોની સેવા કરવામાં સમર્થ હોવાને કારણે અમને ગર્વ છે. અમે અમારા ભારતીય સાથીઓ ને જ્યારે પણ શક્ય ત્યારે ઓનલાઇન ખરીદી કરવા વિનંતી કરીએ છીએ. ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ આ મુશ્કેલ સમયમાં તમામ જરૂરી વસ્તુઓ અને કરિયાણુ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે તેમની મર્યાદામાં બધું કરી રહી છે. તે અમારા જેવા નાના ઉદ્યોગોની અસ્તિત્વની ખાતરી પણ કરે છે. અને અમારી સાથે ખરીદી કરનાર અમારા બધા ગ્રાહકોને એક મોટો ‘આભાર’!
પલ્લવી સુધાકરના વધારાના ઇનપુટ સાથે, જિષ્ણુ મુરલીને કહ્યા અનુસાર.