અભિનંદન! તમે જીતી ગયા છો …: ના, તે બનાવટી સંદેશાનો ભોગ બનશો નહીં

Read this article in বাংলা | English | ಕನ್ನಡ | தமிழ் | मराठी | हिन्दी

બનાવટી સંદેશ અથવા કૉલનું એક લક્ષ્ય હોય છે: તમારી મહેનતના પૈસા અને તમારા સંવેદનશીલ ડેટાને પડાવી લેવા. આવા સંદેશા વાયરલ થતા હોય છે અને આવા કૉલ્સ અસલી લાગે છે. પરંતુ, લલચાયા વિના, તમે કરી શકો એ ઉત્તમ બાબત એ છે કે તેનો પ્રતિરોધ કરવો અને તેની જાણ કરવી. બનાવટી સંદેશ અથવા કૉલ સાથે એક વ્યાવસાયિકની જેમ કઈ રીતે કામ પાડવું તે શીખવા માટે વાંચો.

Fake Message

“પ્રિય ફ્લિપકાર્ટ ગ્રાહક, અભિનંદન! તમે જીતી ગયા છો…”- આના જેવા બનાવટી સંદેશાઓ તમને લોભામણા લાગી શકે છે, પરંતુ વાસ્તવમાં તે એક જાળ (ટ્રેપ) છે. ઇ-કોમર્સ વધુને વધુ લોકપ્રિય થવાની સાથે, ફ્લિપકાર્ટના વિશ્વાસપાત્ર નામનો ઉપયોગ કરીને, સ્કેમર્સ (છેતરપિંડી કરનારાઓ), સુરક્ષા ન ધરાવતા ગ્રાહકોને ફસાવવાં માટે તથા ઝડપથી પૈસા બનાવવા માટે ખોળતા હોય છે. પણ ચિંતા ના કરો! ક્લિક કરવાનું ટાળો. માહિતી પ્રદાન કરવાનું ટાળો. તેને ફોરવર્ડ કરવાનું (આગળ મોકલવાનું) ટાળો. જો તમે ફક્ત કોઈપણ બનાવટી સંદેશ અથવા કૉલ દ્વારા આપવામાં આવતા પ્રલોભનનો પ્રતિરોધ કરો છો, તો સ્કેમર્સ તમને ક્યારેય છેતરી શકશે નહીં.

સરળ લાગે છે ના? હા તે છે. જો તમને કોઈ બનાવટી સંદેશ અથવા કૉલ આવે, તો તમારે અનુસરવા માટેના કેટલાક ઉત્તમ પ્રયત્નોને સૂચિબદ્ધ કરતી એક તેજ (સ્નેપ્પી) માર્ગદર્શિકા અહીં આપી છે.

બનાવટી સંદેશ મોકલતી વખતે સ્કેમર્સ જે યુક્તિઓનો ઉપયોગ કરે છે

છેતરપિંડી કરનારાઓ જાગરૂકતા ન ધરાવતા ગ્રાહકો તેમની યોજનાઓનો શિકાર બને તે માટે ઉત્તમ પ્રયત્ન કરતા હોય છે. અહીં તેઓ ઉપયોગ કરે છે તે સામાન્ય યુક્તિઓ આપી છે.

તેમની ટેક્સ્ટ પ્રલોભન આપવાના હેતુવાળી હોય છે: છેતરપિંડી કરનારાઓ અવિશ્વસનીય ઓફરો અથવા સમાચાર (ન્યુઝ) સાથે સંદેશા મોકલે છે, જે ગ્રાહકોને તેમણે આપેલ લિંક્સને ક્લિક કરવા માટે કહે છે અને તેઓ માહિતી પૂરી પાડે એ માટે પ્રયાસ કરે છે. અહીં એવી ટેક્સ્ટના ઉદાહરણો છે જે તમને બનાવટી સંદેશમાં મળી શકે છે:

 • “લિંક પર ક્લિક કરો અને હમણાં જ તમારી મફત ભેટનો દાવો (ક્લેઇમ) કરો!”
 • “અહીં ક્લિક કરો અને તમારા રૂ.10,000 ના ગિફ્ટ કાર્ડનો દાવો (ક્લેઇમ) કરો”

તેઓ અસલ બનવાનો પ્રયત્ન કરે છે: છેતરપિંડી કરનારાઓ પોતાને ફ્લિપકાર્ટના સત્તાવાર પ્રતિનિધિઓ તરીકે દર્શાવવાનો પ્રયત્ન કરે છે. તેથી, નકલી એસએમએસ (SMS)માં એક ‘ગ્રાહક સપોર્ટ’ નંબર હોઈ શકે છે, અને બનાવટી કૉલના બીજા છેડે સ્કેમર પોતાને તમારા ‘ફ્લિપકાર્ટ એકાઉન્ટ મેનેજર’ તરીકે ઓળખાવી શકે છે. તમે જીતેલી નિ:શુલ્ક ભેટના લોજિસ્ટિક્સ માટે તમને નાની એવી રકમ ટ્રાન્સફર કરવાનું પણ કહેવામાં આવી શકે છે.

તેઓને તમારો સંવેદનશીલ ડેટા જોઈએ છે: છેતરપિંડી કરનારાઓ તેમના નકલી સંદેશ મારફતે શક્ય તેટલી વ્યક્તિગત અને આર્થિક માહિતી તમારા પાસેથી બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. તેમની લિંક્સ તમને નકલી ફ્લિપકાર્ટ વેબસાઇટ તરફ દોરી શકે છે જેમાં તમારા ડેટાને પડાવવા માટે ફોર્મ્સ સમાવિષ્ટ કરવામાં આવતા હોય છે. તમને ખરાબ વ્યવહાર (ટ્રાન્ઝેક્શન) પણ કરાવવામાં આવી શકે છે અને તેમની લિંક્સ તમારા ઉપકરણને ચેપ (ઇન્ફેક્શન) લાગે તેનું દ્વાર (ગેટવે) હોઈ શકે છે.

બનાવટી સંદેશાઓ અને તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો

Fake Message

તમને એસએમએસ (SMS) મારફતે બનાવટી સંદેશ મળી શકે છે, ઉપરાંત વ્હોટ્સએપ, ફેસબુક મેસેંજર, ટેલિગ્રામ, અથવા અન્ય સોશિયલ મેસેજિંગ પ્લેટફોર્મ પર પણ બનાવટી સંદેશ મળી શકે છે. વ્હોટ્સએપ અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કિસ્સામાં, છેતરપિંડી કરનાર વ્યક્તિ બનાવટી ઇનવોઇસની નકલ પણ અપલોડ કરી શકે છે અથવા અસલી જેવા દેખાતા બ્રાંડિંગ સાથે સંદેશ મોકલી શકે છે, તે બધા જ સત્તાવાર દેખાશે. તે પુરાવા તરીકે બનાવટી ફ્લિપકાર્ટ આઈડી પણ પ્રસ્તુત કરી શકે છે.

જો તમને કોઈ બનાવટી સંદેશ મળે અથવા તેના અધિકૃત હોવા પર શંકા હોય તો, આ ટીપ્સને અનુસરો:

 • કોઈપણ લિંક્સ પર ક્લિક કરશો નહીં
 • વ્યક્તિગત અથવા નાણાકીય માહિતી પ્રદાન કરશો નહીં
 • નંબર પર પાછો કૉલ કરશો નહીં
 • સંદેશ ફોરવર્ડ કરશો (આગળ મોકલશો) નહીં

તમારે શું કરવું જોઈએ કે તે કૌભાંડની ચેતવણી ફ્લિપકાર્ટને આપો અથવા ટોલ-ફ્રી ગ્રાહક સંભાળ નંબર (1800 208 9898) નો સંપર્ક કરીને અથવા ટ્વિટર પર ફ્લિપકાર્ટ સપોર્ટ (@flipkartsupport)ને પ્રત્યક્ષ સંદેશ (ડીએમ) મોકલીને તમારી શંકાને દૂર કરો. આવું કરતી વખતે, છેતરપિંડી કરનારનો ફોન નંબર અને પ્રાપ્ત કરેલા શંકાસ્પદ સંદેશાઓના સ્ક્રીનશોટ જેવી વિગતો પ્રદાન કરી મુદ્દાસર લખો.

અહીં તમે ફ્લિપકાર્ટનો સંપર્ક કરી શકો તેની રીતે છે .

નકલી કૉલ્સ અને જ્યારે તમને આવા કોઈ કૉલ્સ પ્રાપ્ત થાય ત્યારે શું કરવું

સ્કેમર્સ તમને અજાણ્યા નંબરોથી સંપર્ક કરી શકે છે અને, વાસ્તવિક દેખાવા માટે, પોતાને ફ્લિપકાર્ટ અથવા તેની જૂથ કંપનીઓ, મિન્ત્રા, જબોંગ, જિવ્સ, અથવા ફોનપેનાં પ્રતિનિધિત્વ તરીકે રજૂ કરવાનો ડોળ કરે છે. તેઓ અંગ્રેજી, હિન્દી અથવા તમારી પસંદગીની પ્રાદેશિક ભાષામાં પણ તમારી સાથે વાતચીત કરી શકે છે. તેમની વાતચીત કદાચ આશ્ચર્યજનક સોદા કે જેના માટે તમે પાત્ર છો અથવા કેટલાક ખાતા સંબંધી તાત્કાલિક પગલાં લેવા જરૂરી હોય તેની આસપાસ રહેશે.

એવા કૉલ્સથી સાવચેત રહો જે આવી વાતો કરતાં હોય:

 • તમે મફત ઉપહારો જીત્યા છો
 • તમે નસીબદાર ડ્રોનાં વિજેતા બન્યા છો
 • તમારા ફ્લિપકાર્ટ ખાતા (એકાઉન્ટ) પર ધ્યાન આપવાની જરૂર છે

આવા કૉલ્સ સાથે વ્યવહાર કરવાની શ્રેષ્ઠ રીત આ છે:

 • ડિસ્કનેક્ટ કરો
 • કોઈપણ વિગતો (સીવીવી, પિન, ઓટીપી, ઇ-વોલેટ વિગતો, બેંક ખાતુ ક્રમાંક) પ્રદાન કરશો નહીં
 • સ્પષ્ટતા માટે સત્તાવાર ગ્રાહક સપોર્ટ લાઇન 1800 208 9898 પર કૉલ કરો

બનાવટી ઇમેઇલ્સ અને તેમને કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે માટે

Fake Message

તમને ઇમેઇલ મારફતે નકલી સંદેશ પ્રાપ્ત થઈ શકે છે. આ તકનીકને ફિશિંગ કહેવામાં આવે છે. ઇમેઇલ કરવાં પાછળ કૌભાંડ કરનારાઓનું લક્ષ્ય, ફરી એકવાર, વ્યક્તિગત અને આર્થિક માહિતીની ચોરી કરવાનું અને, કદાચ તમારાથી ચુકવણી પણ કરાવવા માટેનું હોય છે. આવું કરવા માટે, ઇમેઇલ તમને એક આકર્ષક કૂપન પ્રદાન કરી શકે છે અથવા મોં પહોળું થઇ જાય એવા સોદા તરફ ધ્યાન દોરી શકે છે (દા.ત. 32 GBનું પેન-ડ્રાઇવ માત્ર ₹25 માં)

Fake Message

જો તમને ઇમેઇલની અધિકૃતતા પર શંકા છે અથવા તે કોઈ અનધિકૃત ડુમેનથી (Flipkart.com થી નહીં) આવતા હોય તો તમે આ યુક્તિઓનો ઉપયોગ કરો:

 • ઇમેઇલનો પ્રત્યુત્તર ન આપો
 • કોઈપણ લિંક્સ પર ક્લિક કરશો નહીં
 • ઇમેઇલમાં આવેલ લિંક મારફતે કોઈપણ ચુકવણી ન કરો

હંમેશની જેમ, જ્યારે પણ તમને લાગે કે તમને કોઈ બનાવટી સંદેશ મળ્યો છે, તો ટોલ ફ્રી નંબર અથવા ટ્વિટર મારફતે ફ્લિપકાર્ટનો સંપર્ક સાધો.

સારાંશમાં, જો તમને કોઈ બનાવટી સંદેશ મળે છે તો પ્રતિરોધ (રજીસ્ટિંગ) અને જાણ (રિપોર્ટિંગ) આ બે શ્રેષ્ઠ બાબતો છે જે તમે કરી શકો છો.

વર્તમાન સોદાને ગુમાવવાની ચિંતા કરશો નહીં! તમને જોઈતી તમામ માહિતી તમે મેળવી શકો છો:

તેવી જ રીતે, તમે બનાવટી સંદેશ પર મેળવેલ લિંક મારફતે ખરીદી કરવાને બદલે, ખરીદી કરો:

તેથી, સુરક્ષિત રીતે ખરીદી કરો અને #ફાઈટફ્રોડવિથફ્લિપકાર્ટ.

વધુ સાયબર સલામતી ટીપ્સ માટે, અમારી મુખ્ય માર્ગદર્શિકા વાંચો.

Enjoy shopping on Flipkart